ઉના,તા.30
ઉના નાં નાથળ ગામ નેશનલ હાઈવે પર ગત રાત્રિનાં બોલેરો કાર હડફેટે યુવાન આવી જતાં અકસ્માતે ગંભીર ઈજાગ્રસ્ત થતાં ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું આ અકસ્માત ની ધટના બનતાં ચાલક દ્વારા તાત્કાલિક એમરજનશી 108 અને પોલીસ ને જાણ કરતાં કાફલો ઘટનાસ્થળે દોડી જઇ મૃતક યુવાન ને તાત્કાલિક પીએમ માટે ઉના હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ ની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નાથળ ગામે રહેતા હિંમતભાઈ ડાયાભાઈ ગઢીયા ઉ.વ.26 નાથળ નેશનલ હાઈવે ની સાઈડ માંથી ચાલી આવતાં હતાં એ વખતે બોલેરો કાર નંબર જી જે 32 એ એ 7600 નાં ચાલક એ ગફલતભરી ચલાવી અકસ્માતે હિંમતભાઈ ડાયાભાઈ ગઢીયા ને હડફેટે લેતા પગ સાથળ અને અન્ય શરીર નાં ભાગે ઈજા થતાં તાત્કાલિક કાર ચાલકે એમરજનસી એમ્બ્યુલન્સ 108 તેમજ ઉના પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ રાણા ને જાણ કરતાં બનાવ સ્થળે કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહ ઉના સરકારી હોસ્પિટલ માં પી એમ માટે ખસેડતાં ત્યાં મરણજનાર નાં મોટા ભાઈ મેણસી ડાયાભાઈ ગઢીયા ની કાર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરાયેલ હતી
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy