♦ ઉપલેટા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમોએ નાકાબંધી કરી તોરણીયા નજીકથી આરોપીને પકડી પાડી અપહ્યત યુવાનને મુક્ત કરાવ્યો
રાજકોટ. તા.18
ઉપલેટામાંથી રૂ.17 હજારની ઉઘરાણીમાં યુવાનનું અપહરણ કરી નાસી છૂટેલા ત્રણ શખ્સોને પોલીસે તોરણીયા નજીકથી પકડી પાડી અપહ્યત યુવાનને મુક્ત કરાવ્યો હતો.
બનાવ અંગે ઉપલેટામાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતાં કિશનભાઈ અશોકભાઈ ગુજરાતી (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અમીત હરસુખ કલાડીયા (રહે ગણોદ, ઉપલેટા), દિલીપ રણછોડ વાઘેલા (રહે. ગણેશ નગર ગિરનાર દરવાજા પાસે, જૂનાગઢ, મૂળ ગણોદ), મેહુલ ઉર્ફે લખમણ ભીમ હુણ (રહે. ગિરનાર દરવાજા પાસે, જૂનાગઢ), અને અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ડ્રાઇવિંગ કરે છે.
ગઈ તા. 16 ના બપોરના તેનો મિત્ર લલીત ઉર્ફે લાલો કિશોર ધંધુકીયા ભેગો થયેલ અને કહેલ કે, મારા કાકાની વાડી પોરબંદર હાઇવે કોલકી બાયપાસ પાસે આવેલ છે ત્યાં સાંજના જમવાનો પ્રોગ્રામ છે, તું જમવા આવી જજે તેવી વાત થયેલ હતી. સાંજના સાડા આઠેક વાગ્યે મિત્ર લાલાનો મને ફોન આવેલ કે, વાડીએ જમવા માટે આવી જા જેથી તે અને તેના મામાનો પુત્ર સંજય નાથાભાઈ મકવાણા બન્ને લાલાના કાકાની વાડીએ ગયેલ.
ત્યારે લાલાએ વાત કરેલ કે, આપણો મિત્ર અમિત કલાડીયા અને બીજા મારા મિત્રો અમે પાંચેક દિવસ પહેલા ડુમીયાણી ટોલનાકા પાસે જમવા ભેગા થયેલ ત્યારે અમીતનું પાકીટ મે લઈ લીધેલ અને તેમાથી રૂ.17 હજાર કાઢી લીધેલ હતા.
બાદ અમે અમારા ઘરે ગયેલ અને ત્યાંથી અમીતને તે જતા રહેલ હતા અને મેં અમીતના રૂ.17 હજાર લઈ લીધેલ તે પૈસાની અવાર નવાર માંગણી કરતો હતો. પરંતુ મારાથી પૈસા વપરાય ગયેલ હોય જેથી હું અમીતને પૈસા આપી શકતો ન હોય અને તે ફોનમાં અવાર નવાર ગાળો આપે છે જેના લીધે તેની સાથે મારૂ સમાધાન કરાવો તેવી વાત કરતા ફરિયાદીએ અમીતને ફોન કરેલ કે, કયારે ઉપલેટા આવવાનો છો, તારૂ અને લાલાનું સમાધાન કરાવવાનું છે અમે લાલાના કાકાની વાડીએ કોલકી બાયપાસ પાસે બેઠા છીએ.
જેથી અમીતે કહેલ કે, હું જુનાગઢ છુ હમણા ઉપલેટા આવુ છુ, તેવી વાત કરેલ અને સાંજના દસેક વાગ્યે અમીતને ફોન કરતા કહેલ કે, મેં ઉપલેટા ટોલનાકુ પસાર કરેલ છે, તું હાઇવે રોડ ઉપર આવ તેવી વાત કરતા ઉપલેટા કોલકી બ્રીજ ઉપર ફોનની લેસ લાઇટ કરીને ઉભો હતો અને થોડી વારમાં અમીત બોલેરો પીકઅપ લઈને આવેલ અને તે નીચે ઉતરીને આવી ફરિયાદીના ખંભે હાથ રાખી બોલેરોના પાછળના ભાગે લઈ ગયેલ.
કહેલ કે, આને પકડી લ્યો, બાદમાં બોલેરોના પાછળના ભાગે બેઠેલ ચાર અજાણ્યા માણસોએ તેને પકડીને બોલેરો પીકઅપમાં બેસાડી ધોલ થપાટ મારતા મારતા પોરબંદર તરફ વડવાળા હોટલ બાજુ લઈ ગયેલ અને કહેલ કે, તું લાલાને ફોન કરીને કહે કે અમીતને વાડીએ આવતા બીક લાગે છે, અમારે લાલાને અમે નક્કિ કરેલ જગ્યાયે લઈ જઈ મારી નાખવાનો છે, અને તું લાલાને અહીંયા નહિ બોલાવે તો તારા ટાંટીયા ભાંગી જાનથી મારી નાખશુ ધમકી આપતાં લાલાને પોરબંદરથી ઉપલેટા ગામમાં આવવાના જુના રસ્તે હાઇવે ઉપર બોલાવેલ હતો.
ફરીયાદી અને આરોપી અમિત બોલેરોની બહાર ઉભા હતા અને બીજા માણસો બોલેરોમા પાછળના ભાગે સંતાઈ ગયેલ હતાં. રાત્રીના અગિયારેક વાગ્યે લાલો અને યુવાનનો મામાનો દિકરો સંજય બાઈક લઈને આવતા અમીત તુરંત લાલા પાસે ગયેલ અને કહેલ કે, મારી ભુલ થઈ ગય આપડે સમાધાન કરી લઇએ તેમ કહી લાલાને પાછળથી પકડીને બોલેરોમાં સંતાયેલ શખ્સોને કહેલ કે, આવી જાવ તેમ કહેતા બોલેરોમાથી અન્ય આરોપીઓ લોખંડની પાઇપ લઈ નીચે ઉતરી લાલાને પકડી ઢીકા પાટુનો માર મારીને બોલેરોમાં બેસાડી દિધેલ અને આ તમામ લાલાને ગણોદ ગામ બાજુ લઈ ગયેલ હતાં. ફરીયાદી અને તેના મામાનો પુત્ર સંજય ભયના લીધે પોલીસ સ્ટેશને દોડી ગયેલ હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતા દાખવી રાજકોટ એસપી હિંમકરસિંહ અને એએસપી સીમરન ભારદ્વાજ દ્વારા તુરંત આરોપીને પકડી અપહરણકર્તાને પકડી પાડવાની આપેલ સૂચનાથી રૂરલ એલસીબી ગ્રામ્ય ઈન્ચાર્જ પીઆઈ એફ.એ.પારઘી, ઉપલેટા પીઆઈ બી. આર.પટેલ અને ટીમે તુરંત તપાસ આદરી નાકાબંધી કરાવી તોરણીયા નજીકથી બોલેરો પકડી પાડી અપહયત યુવાનને મુક્ત કરાવી આરોપી અમિત હરસુખ કલાડીયા, દિલીપ રણછોડ વાઘેલા અને મેહુલ ઉર્ફે લખમણ ભીમ હુણને પકડી પાડી સઘન પૂછતાછ આદરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy