મુંબઈ,તા.19
મુંબઈમાં 23મો ઝી સિને એવોર્ડ્સ 2025 યોજાયો હતો, જ્યાં તમન્ના ભાટિયા, રાશા થડાની અને અનન્યા પાંડેના પરફોર્મન્સે ફેન્સનું દિલ જીતી લીધું હતું. જેકલીન ફર્નાન્ડીઝ અને રશ્મિકા મંદાના સહિત ઘણા સેલેબ્સના રેડ કાર્પેટ લુક્સ હેડલાઇન્સમાં છે. આ વર્ષે કાર્તિક આર્યનને વ્યૂઅર્સ ચોઇસ એવોર્ડ જીત્યો છે, જે સુનીલ શેટ્ટી અને અનન્યા પાંડે દ્વારા આપવામાં આવ્યો હતો.
એવોર્ડ્સના પરફોર્મન્સની એક ઝલક
‘આઝાદ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર રવિના ટંડનની પુત્રી રાશાએ આ વર્ષે ઝી સિને એવોર્ડ્સમાં પોતાના કરિયરનું પહેલું પર્ફોર્મન્સ આપ્યું હતું. તેને યાદગાર બનાવવા માટે, તેણે તેની માતાનું 30 વર્ષ પહેલાંનું આઈકોનિક સોન્ગ "ટિપ ટિપ બરસા પાની” પસંદ કર્યું હતું. રાશાએ તેની માતાની જેમ સ્ટેજ પર પીળા-ગોલ્ડન રંગની સાળી પહેલી હતી.
જેને સ્ટેજનું ગ્લેમર વધાર્યું હતું. એટલું જ નહીં, રાશાએ માધુરી દીક્ષિતના ગીત "એક દો તીન" પર પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. તમન્ના ભાટિયાએ ગયા વર્ષના ચાર્ટબસ્ટર ગીત ’આજ કી રાત’ અને ઐશ્વર્યા રાયના ગીત ’કજરા રે’ પર શાનદાર પરફોર્મન્સ આપ્યું. અનન્યા પાંડેએ તેના તમામ ગીતોને બાજુ પર રાખી, તેના પિતા ચંકી પાંડેની ફિલ્મ ’પાપ કી દુનિયા’ના ’મેરા દિલ તોતા બન જાયે’ ગીત પર ડાન્સ કર્યો હતો.
આ દરમિયાન, તેણે તેના પિતા ચંકી પાંડેને સ્ટેજ પર બોલાવ્યા અને બંને સાથેએ સ્ટેપ પરફોર્મ કર્યા હતાં. એવોર્ડ નાઇટમાં કાર્તિક આર્યનએ હાર્નેસમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી અને ફેન્સનું દિલ જીતી લીધું હતું.
અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને કાર્તિક આર્યનને શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ મળ્યો. લાપતા લેડીઝ, સ્ત્રી 2, ભૂલ ભુલૈયા 3 અને અમર સિંહ ચમકીલાએ અનેક એવોર્ડ જીત્યા. અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત સ્ત્રી 2 ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો.
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - લાપતા લેડીઝ
શ્રેષ્ઠ VFX - મુંજ્યા
એક્સપર્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - દર્શન ઝાલાન - લાપતા લેડીઝ
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - અમર સિંહ ચમકીલા
શ્રેષ્ઠ ગીતકાર - અમર સિંહ ચમકીલાના મૈનુ વિદા કરો માટે ઇર્શાદ કામિલ
બેસ્ટ એડિટિંગ - અમર સિંહ ચમકીલા માટે આરતી બજાજ
એક્સપર્ટ બેકગ્રાઉન્ડ સ્કોર - સંદીપ શિરોડકર - ભુલ ભુલૈયા 3
એક્સપર્ટ સાઉન્ડ ડિઝાઇન - સ્ત્રી 2 માટે કિંગશુક મોરન
શ્રેષ્ઠ સંગીત - સચિન-જીગર - સ્ત્રી 2 માટે
શ્રેષ્ઠ ફિલ્મ - સ્ત્રી 2
શ્રેષ્ઠ અભિનેત્રી - શ્રદ્ધા કપૂર (સ્ત્રી 2)
બેસ્ટ એક્ટર - કાર્તિક આર્યન - ભૂલ ભુલૈયા 3
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy