છોટા ઉદેપુર-સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Gujarat | Surat | 08 June, 2024 | 04:06 PM
તાપણ નદીમાં તો પુર આવી ગયું ! બોડેલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ : આકરા તાપમાંથી લોકોને મુકિત મળી
સાંજ સમાચાર

સુરત/છોટા ઉદેપુર, તા. 8
ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાના વધામણા થયા છે. છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. જેના પગલે ક્વાન્ટ તાલુકાના રેણદી ગામમાં પસાર થતી તાપણ નદીમાં પૂર આવી ગયું હતું. નદી બે કાંઠે વહેતી થતા લોકોમાં કુતુહલ પેદા થઈ ગયું હતું. 

હવામાન વિભાગે છોટા ઉદેપુર જિલ્લામાં 7થી 11 જૂન સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને પગલે શનિવારે વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. સવારથી જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

વરસાદના પગલે તાપણ નદીમાં પાણીના નવા નીર આવ્યા હતા અને નદી બંને કાંઠે વહેતી થઈ હતી. ચોમાસા પહેલા જ ખેડૂતો નવી સીઝનની તૈયારી કરી રહ્યા છે એવામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. વરસાદના પગલે કૂવાના તળ ઊંચા આવવાથી લોકોને પાણીની સમસ્યાથી પણ રાહત મળશે.

તો છોટા ઉદેપુરની સાથે સાથે સુરત જિલ્લાના ઓલપાડમાં પણ મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેથી બજારો પાણી-પાણી થઈ ગયા હતા.

ઓલપાડના કીમ, કુડસડ, કઠોદરા, મૂળદ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ બોડેલીમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો અને વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર રીતે વરસાદ વરસ્યો હતો.  

બીજી બાજુ બોડેલી તાલુકાના ચલામલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું ત્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj