www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બ્લેડ જેવા દાંતવાળા સાપની એક પ્રજાતિ થાઈલેન્ડમાં જોવા મળે છે


સાંજ સમાચાર

બેંગકોક,તા.10
અત્યાર સુધી સાપને જમીન પર સરકતો જોવો સામાન્ય વાત હતી, પરંતુ થાઈલેન્ડમાં એક દુર્લભ પ્રજાતિનો સાપ જોવા મળ્યો છે જે ઝડપથી સીધા ઊંચા પહાડો પર ચઢી જાય છે.તેમાં બ્લેડ જેવા દાંત હોય છે.

દક્ષિણ થાઈલેન્ડના સાતુન અને ત્રાંગ પ્રાંતમાં કુકરી સાપની નવી પ્રજાતિની શોધ થઈ છે. થાઈલેન્ડના હેરી વોર્ડ સ્મિર્થ જણાવેલ હતું. કે તેણે 50 ફુટની ઊંચાઈએ ચઢીને કુકરી સાપની પ્રજાતિનો નમૂનો એકત્રિત કર્યો હતો. 

શરીરની રચના અલગ છે:-
આ શોધ ગયા મહિને વર્ટેબ્રેટ ઝુઓલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ બાદ કરવામાં આવી છે. તેમાં બ્લેડ જેવા બે મોટા અને તીક્ષ્ણ દાંત હોય છે.તેને ગુફા કુકરી સાપ નામ આપવામાં આવ્યું છે.તેના શરીરની રચના પણ અલગ છે કુકરી સાપના શરીર પરના ભીંગડા તેને પર્વત પર ઝડપથી ચઢવામાં મદદ કરે છે. 

ગયા વર્ષે લીલો સાપ મળ્યો હતો:-
અન્ય સરિસૃપ નિષ્ણાંત ગ્રાસ્બી લુઈસે એક મહત્વપૂર્ણ શોધ ગણાવી છે.સંશોધકો માને છે કે પર્વતોમાં આવા વધુ જીવો મળી શકે છે ગયા વર્ષે જ થાઈલેન્ડમાં ઘાસ જેવો સાપ જોવા મળ્યો હતો.

Print