www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભાનું પ્રથમ સત્ર 24 જુનથી 3 જુલાઇ


ત્રણ દિવસ સભ્યોની શપથવિધિ: 27મીથી રાજ્યસભાનું પણ સત્ર યોજાશે; રાષ્ટ્રપતિ સંયુક્ત સંબોધન કરશે

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.12
કેન્દ્રમાં એનડીએની નવી સરકારના ગઠન બાદ પ્રથમ સત્ર 24મી જુનથી શરૂ થશે અને 3જી જુલાઇ સુધી ચાલશે. આ દરમ્યાન નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ સહિતની કામગીરી થશે.

કેન્દ્રના સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જુનથી શરૂ થશે. પ્રથમ ત્રણ દિવસ નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે.

ઉપરાંત લોકસભા અધ્યક્ષની ચૂંટણી પણ થશે. 27મીથી રાજ્યસભાનું સત્ર પણ શરૂ થશે. આ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ લોકસભા અને રાજ્યસભા એમ બંને સદનને સંયુક્ત સંબોધન કરશે અને નવી સરકારના પાંચ વર્ષનો રોડમેપ દર્શાવશે.

તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે, લોકસભાનું પ્રથમ સત્ર 24 જુનથી 3 જુલાઇ સુધી યોજાશે. આ દરમ્યાન નવા સાંસદોના શપથ, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન તથા તેના પર ચર્ચા સહિતની કામગીરી થશે. રાજ્યસભાનું સત્ર 27 જુનથી ત્રણ જુલાઇ સુધી ચાલશે.

લોકસભામાં આ વખતે વિપક્ષની સભ્ય સંખ્યા વધી છે અને સંગઠિત છે ત્યારે સરકાર સામે આક્રમક વલણ અપનાવી શકે છે. વિવિધ મુદ્ાઓ પર મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન થઇ શકે છે.

આ સિવાય લોકસભાના અધ્યક્ષપદ મામલે એનડીએમાં કોઇ આંતરિક ખેંચતાણ થાય છે કે કેમ તેના પર મીટ હતી. ટીડીપીએ આ પદ માટે દાવો કર્યો જ હતો.

 

Print