![]() |
![]() SANJ SAMACHAR | Date: 13-12-2024 Friday | Rajkot |
|
સિંગાપોર :
ગઈકાલે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતના ડી.ગુકેશે ઇતિહાસ રચ્યો હતો. તેને ચીનના ડિંગને હરાવી વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો હતો. આ સમયે "સાંજ સમાચાર" પરિવારમાંથી અંકિત દલાલ ત્યાં હાજર હતા અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી રહ્યા હતા. અંકિત દલાલ ખુદ એક ઉમદા ચેસ ખેલાડી છે, અને આ ગેમ માટે પેશન ધરાવે છે અને ખૂબ જ પ્રમોટ કરવાના આગ્રહી છે.
તેઓ "સાંજ સમાચાર" પરિવારના સભ્ય છે અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં તેનું પ્રતિનિધિત્વ કરતા હતા. ગુકેશની જીત બાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં અંકિત દલાલે "સાંજ સમાચાર” તરફથી મહત્વનો સવાલ પૂછ્યો હતો. અંકિત દલાલનો અનુભવ અને રુચિ હોવાથી મહત્વનો સવાલ એ પૂછ્યો અને કહ્યું કે "18માં ચેસ ચેમ્પિયનને અભિનંદન, તમારી જીતમાં પેડી અપ્ટનની કેવી ભૂમિકા રહી છે ...
પેડી જેને ભારતીય ટીમને 2011 માં વર્લ્ડ કપ જીતાડવા મહત્વની ભૂમિકા ભજવી હતી” જવાબમાં ગુકેશે કહ્યું કે તેઓ પેડીને જૂન મહિનામાં મળ્યા હતા. તેમના સ્પોન્સર વેસ્ટ બીજના સંદીપ સરે તેમને મેળવ્યા હતા.
ગુકેશે કહ્યું કે, પેડીને ચેસ વિશે બહુ ખબર નથી પરંતુ તેને મેંટલી આ ગેમ રમવામાં, ફોકસ જાળવવામાં ખૂબ મહેનત કરી છે અને એટલે જ આજે આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગુકેશે એમ પણ કહ્યું કે યુવા ખેલાડીઓને સલાહ આપીશ કે મેન્ટલી કોચિંગ કરે જેથી પ્રેશર ગેમમાં તેઓ સ્ટેબ્લ રહી શકે.
પેડી અપટન વિશે :
► તેઓ એક વિશ્વ વિખ્યાત સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ છે જેને અલગ અલગ ટીમો અને સ્પોર્ટ્સ સાથે રહ્યા છે.
► વર્ષ 2011 માં ભારતીય ક્રિકેટ ટીમના તેઓ મેન્ટલ કોચ હતા જ્યારે ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો.
► આ ઉપરાંત હાલમાં પેરિસમાં યોજાયેલ ઓલિમ્પિક્સ વખતે ભારતીય પુરુષ હોકી ટીમ સાથે પણ રહ્યા હતા.
વિશ્વનાથન આનંદ પછી બીજો ભારતીય ખેલાડી
ગુકેશ ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બન્યો. વિશ્વનાથન આનંદ 2012માં ચેસ ચેમ્પિયન બન્યો હતો. ગુકેશે 18 વર્ષની ઉંમરે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી હતી. ત્યારબાદ તે આ ખિતાબ જીતનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો.