www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભા ચૂંટણીનાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં અમરેલીથી અસંતોષની આગ વધુ ફેલાઈ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીનો મોરચો: સહકાર ક્ષેત્રે દખલગીરી નહી કરો


હું ચૂંટણી પુરી થવાની રાહ જોતો હતો, કાર્યકરોની પીડા દુર નહી થાય તો પક્ષને વધુ નુકશાન: સહકાર અને ખેડૂતોનાં હિતમાં જે પણ કરવું પડશે તે કરીશ: દિલીપ સંઘાણી

સાંજ સમાચાર

રાજકોટ,તા.15
ઈફ્કોની ચૂંટણી બાદ ભાજપ બે ભાગમાં વહેંચાઇ ગયું છે. સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથાને લઈ ભાજપમાં જબરજસ્ત સંગ્રામ જોવા મળી રહ્યો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ મોરચો ખોલ્યો છે. તેમણે કહ્યું, મોરચો ખોલવા ચૂંટણી પૂરી થવાની રાહ જોતો હતો. કાર્યકરોની પીડા દૂર નહીં થાય તો પક્ષને વધુ નુકસાન થશે. આ ઉપરાંત પાટીલને સહકાર ક્ષેત્રે દખલગીરી ન કરવા સલાહ આપી હતી.

દિલીપ સંઘાણીએ કહ્યું, ઇફ્કોની ચૂંટણીમાં જીત નહીં પણ ઈલુ-ઈલુના જવાબ પર વધુ અભિનંદન મળ્યા. અમરેલીમાં પાટીલના ઈલુ-ઈલુના નિવેદન પર મેં જવાબ આપ્યો હતો. સહકાર અને ખેડૂતોના હિતમાં જે પણ કરવું પડશે તે કરીશ તેમ કહ્યું.

ઈફ્કોની ચૂંટણી બાદ ભાજપ બે ભાગમાં વહેંચાઇ ગયું છે. સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથાને લઈ ભાજપમાં જબરજસ્ત સંગ્રામ જોવા મળી રહ્યો છે. અમૂલના ચેયરમેને વ્યંગ કરી રાદડિયા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. વિપુલ પટેલે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથાને સમર્થન કર્યુ હતું. તેમણે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથાથી સ્થિરતા આવ્યાનો દાવો કર્યો હતો.

ફોર્મ ભર્યા બાદ કેટલાક લોકો હવામાં આવી જતા હોય છે, સહકારી ક્ષેત્રમાં પહેલા ભ્રષ્ટાચાર અને ગોટાળા થતા. મેન્ડેટ પ્રથાથી સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર-ગોટાળા બંધ થયા. કોંગ્રેસમાંથી આવતા લોકોને પદ આપવાની જવાબદારી ભાજપની છે, તાકાતવાળો માણસ આવે તો ભાજપમાં કાર્યકર બને તેમ પણ વિપુલ પટેલે કહ્યું હતું.

જામકંડોરણાના આગેવાન ગોપાલ ફળદુએ દિલીપ સંઘાણી પર આરોપ લગાવ્યા હતા. તેમણે વર્ષ 2011માં નકલી ખાતર મુદ્દે સંઘાણી પર ગંભીર આરોપ લગાવી કહ્યું, મંડળીમાં નકલી ખાતર મુદ્દે ફરિયાદ થઈ હતી. તે કૌભાંડ સમયે દિલીપ સંઘાણી બચાવમાં આવ્યા હતા. વિઠ્ઠલભાઈ અને દિલીપભાઈ વચ્ચે હતી સાંઠગાંઠ હતી.

 

Print