www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખંભાળિયાના રઘુવંશી અગ્રણી દ્વારા

કાલે જગત મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ


સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 15
ખંભાળિયાના મૂળ વતની અને હાલ આણંદ રહેતા ગં.સ્વ. પ્રભાબેન પ્રાણજીવન દતાણીના સુપુત્ર હિતેશકુમાર પ્રાણજીવનભાઈ દતાણી (અજંતા એગ્રો અને રાજાધિરાજ ડેવલપર્સ - આણંદ) દ્વારા ગુરૂવાર તારીખ 16 ના રોજ દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિરના શિખર પણ નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું 
ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગુરુવારે સવારે 7 વાગ્યે ધ્વજા પૂજન, 8 વાગ્યે શોભાયાત્રા અને 9 વાગ્યે દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ બાદ બપોરે 12:30 વાગ્યે પ્રસાદના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સહભાગી થવા નિમંત્રિતોને હિતેશકુમાર પ્રાણજીવનભાઈ દતાણી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Print