www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પતિએ માર મારતા ગળાફાંસો ખાઈ જનાર પૂજા શાહનું સારવારમાં મોત


બાળકના અક્ષર સારા ન થતા હોય, શિક્ષકે ફરિયાદ કરતા પૂજાબેને તેના પુત્રને ઠપકો આપી ફડાકો મારેલો, જે અંગે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જંગલેશ્વરમાં પોતાના ઘરે પગલું ભર્યું’તું

સાંજ સમાચાર

રાજકોટ, તા.15
જંગલેશ્વરમાં રહેતા પૂજાબેને ઘરે ગળાફાંસો ખાધો હતો. પતિ જોઈ જતા સારવારમાં ખસેડેલ, જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. પુત્રના અક્ષર સારા ન થતા હોય, શિક્ષકે ફરિયાદ કરતા પૂજાબેને તેના પુત્રને ઠપકો આપી ફડાકો મારેલો હતો. જે અંગે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પણ પત્નીને માર માર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ પૂજાબેન દિનેશભાઈ શાહ (ઉ.વ.33 રહે. અંકુર સોસાયટી મેઈન રોડ ભવાની ચોક પાસે જંગલેશ્વર) નામની પરિણિતાએ ગઈ કાલે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણીને બે દિકરા અને એક દીકરો છે.

તેમાંથી એક દીકરાના અક્ષર સારા ન થતા હોવાથી શિક્ષકે આ બાબતે પૂજાબેનને વાત કરી હતી. જે બાબતે પૂજાબેને તેના પુત્રને ઠપકો આપી ફડાકો મારી લીધો હતો. ઘરે પુત્ર રડતો હોવાથી પૂજાબેનના પતિ દિનેશભાઈએ પૂછતાં મમ્મીએ ફડાકો માર્યો હોવાનું કહેતા દિનેશભાઈએ દીકરાને તે કેમ માર્યો? હવે ક્યારેય ન મારવા કહ્યું હતું.

જે બાબતે ઉગ્ર બોલાચાલી થતા દિનેશભાઇએ પત્ની પૂજાને માર માર્યો હતો. ઝઘડો કરી માર મારતા પૂજાબેનને લાગી આવ્યું હતું. તેણે પોતાનાં ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો હતો, પતિ જોઈ જતા તુરંત નીચે ઉતારી લઈ પૂજાબેનને તાકિદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવારમાં મોત થયું હતું. પૂજાબેનનો પરિવાર મૂળ બિહારનો વતની છે. તેને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. આપઘાતના બનાવથી પરિવારમાં શોક છવાયો છે.

 

Print