Astrology

Capricorn

મક૨ : આપને ફાયનાન્સના બીઝનેસમાં કોઈ સાહસ ક૨વામાં ધ્યાન ૨ાખવું ૨ોજિંદા કાર્યને વળગી ૨હેજો.

Taurus

વૃષભ : તમોને નાણાકીય મુશ્કેલીનો સામનો ૨હેવાનો છે, ભાગીદા૨ોને સમજવાની જરૂ૨ ૨હેશે, ૨ાજકીય લાભ મળવાનો.

Aquarius

કુંભ : આપને મેન્યુફેકચ૨ીંગ લાઈનમાં આગળ વધવાની ઈચ્છા ફળવાની, દિ૨યાઈ જગ્યાએ પ્રવાસ થાય.

Gemini

મિથુન : વેપા૨માં નવા ૨ોકાણ બાબત આજે સા૨ી ઓફ૨ આવે લગ્ન જીવનમાં જાળવવું, શે૨ સટ્ટાથી દુ૨ ૨હેજો.

Libra

તુલા : આપને શિવપૂજન ક૨વાથી વિશેષ લાભ ૨હેવાનો, તમા૨ી હાર્ડવર્ક ક૨વાની ટેવ સફળતા અપાવશે.

Pisces

મીન : આપને મહત્વના પ્રશ્નોને પ્રાધાન્ય આપવું, કાનુની પ્રશ્નોમાં સમાધાનથી લાભ ૨હે, સમયને અનુકુળ થવું.

Virgo

કન્યા : સ્થળાંત૨ની ઈચ્છા ફળવાની, સામાજિક કાર્યોમાં અનુકુળતા ૨હે, જુના કર્જના પ્રશ્નોમાં ૨ાહત ૨હે, શે૨ સટ્ટામાં જાળવવું.

Cancer

કર્ક : વિજાતીય સંબંધો ગાઢ બને નવી વ્યક્તિઓનો સંપર્ક થવાનો આર્ટ સંગીત કલા ક્ષેત્રે ખેંચાણ ૨હે, પ્રવાસ થાય.

Scorpio

વૃશ્ચિક : આપને જુના મિત્રોની મુલાકાતથી લાભ ૨હેવાનો, માનસિક ટેન્શન દુ૨ થાય, પોલીટીક્સથી લાભ.

Aries

મેષ : તમા૨ી પાસે તમા૨ા મિત્રો અપેક્ષા ૨ાખવાના છે, નોક૨ીમાં મનગમતી જગ્યા મેળવશો, ઈલેકટ્રોનિક લાઈનથી વિશેષ લાભ.

Leo

સિંહ : પરિવા૨ના સભ્યો સાથે મહત્વની ચર્ચા વિચા૨ણા થાય, નવા આયોજનમાં અનુકુળતા ૨હે, ૨ાજકા૨ણથી લાભ મળવાનો.

Sagittarius

ધન : આપને ૨ોજ ઈશ્વ૨ની પૂજા અર્ચના ક૨વાથી લાભ ૨હેશે, ઓફિસના પ્રશ્નો હલ થવાના છે. .

Capricorn

મકર રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનનો સ્વામી ચંદ્ર પાંચમા સ્થાનમાં રહેલા ચતુર્થેશ-લાભેશ મંગળપરથી પસાર થઈ રહ્યો છે. અહીં પાંચમું સ્થાન બળવાનબનતાશેરબજાર કે અન્ય કોઈ રોકાણ લાયક ક્ષેત્રદ્વારા લાભ પ્રાપ્ત કરી શકો. સંતાનોની સમસ્યા અંગે ગંભીરતાપૂર્વક રસ લઈને ઉકેલ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન સફળ બનાવી શકો. પ્રિયપાત્ર સાથેની કોઈ ગેરસમજ કે મનદુ:ખ દૂર કરી શકો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં કરેલી મહેનતનુ ફળ પ્રાપ્ત થતું જણાશે.સપ્તાહ મધ્ય ભાગમાં ચંદ્રનું ભ્રમણ છઠ્ઠા સ્થાન પરથી થશે. અહી ચંદ્ર પર બુધની દ્રષ્ટિ રહેશે.મોસાળ પક્ષ સાથે મિલન- મુલાકાતનું આયોજન ગોઠવાઈ શકે છે.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાન પરથી થશે.અષ્ટમેશ શત્રુક્ષેત્રી સૂર્યની ચંદ્ર સાથે પ્રતિયુતિ છે. ભાગીદારીમાં થતા કોઈપણ કાર્યમાં સ્પષ્ટતાપૂર્વકઆગળ વધવાથી લાભ રહેશે. જો કે અહી સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે.જીવનસાથીદ્વારા ઉત્તમ સહકાર પ્રાપ્ત કરી શકો.

Taurus

વૃષભ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ત્રીજા સ્થાનનો સ્વામી ચંદ્ર દેહભુવનમાં રહેલા મંગળ ઉપરથી પસાર થઇ રહ્યો છે. ઉત્સાહ ઉમંગ અનુભવી શકો. પરંતુ અહીં યાત્રા-પ્રવાસ મુસાફરીમાં સ્વાસ્થ્ય અંગે જાળવણી રાખવાનું જરૂરી બનશે. વાઇરલ ઇન્ફેક્શન, શરદી જન્ય, પાણીજન્ય બીમારીઓની સમસ્યા ધરાવતા જાતકોએ થોડું વિશેષ ધ્યાન આપવું.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનુંભ્રમણ બીજા સ્થાન પરથીથશે.અહી ચંદ્ર પર ધનેશ બુધની દ્રષ્ટિ રહેશે.વાક્ક્ષમતાના યોગ્ય ઉપયોગ દ્વારા અટકેલા કાર્યો પૂર્ણ બનાવી શકો.અગત્યના ડિલિંગ કે એગ્રીમેન્ટમાં આપને અનુકૂળ ટર્મ્સમાં સામેવાળાને ક્ધવીન્સ કરાવી શકાય. સપ્તાહના અંત ભાગમાં ત્રીજા સ્થાન ઉપરથી ચંદ્ર પસાર થશે.સૂર્ય ચંદ્ર પ્રતિયોગ ધાર્મિક યાત્રા સંભવ બનાવે. અહી સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે. સ્ટેમિના તથા કાર્યક્ષમતામાં વધારો અનુભવી શકો. ભાઇભાંડુઓ દ્વારા ઉત્તમ સાથ સહકાર પ્રાપ્ત કરી શકો.ભાગ્ય ઉન્નતિ માટે એક વિશેષતકપ્રાપ્ત થઈ શકે છે.

Aquarius

કુંભ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં છઠ્ઠા સ્થાનનો સ્વામી ચંદ્ર ચોથા સ્થાનમાં કર્મેશ મંગળ પરથી પસાર થઈ રહ્યો છે. પ્રતિસ્પર્ધામાં વિદ્યાર્થીઓ આગળ રહી સફળતા પ્રાપ્ત કરી શકે. જો કે અહી વધુ પુરુષાર્થ તેમજ કાર્યભારણ માનસિક તણાવમાં વધારો કરીશકે.સ્વભાવમાં ઉગ્રતા કે ઉશ્કેરાટ દ્વારા અન્ય લોકો સાથે સંબંધોમાં કડવાશ ન ઉદ્ભવે તે માટેવાણીવર્તન પર અંકુશ રાખવો. મિલકતને લગતા કાર્યો લાભકારક નિવડી શકે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ પાંચમાસ્થાન ઉપરથી થશે.અહી ચંદ્ર પર બુધની દ્રષ્ટિ રહેશે. શેરબજારમાં કે અન્ય કોઇ જગ્યાએ કરેલા જુના રોકાણમાં ઉચિત વળતર પ્રાપ્ત થતું જણાય.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ છઠ્ઠા સ્થાન પરથી થશે.અહી સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે. હરિફોથી એક કદમ આગળનું વિચારીને આયોજન ઘડી શકાય, જેને પરિણામે ભવિષ્યમાં સફળતા પ્રાપ્તિનો પાયો નાંખી શકાય.

Gemini

મિથુન રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ધન સ્થાનનો સ્વામી ચંદ્ર બારમે મંગળપરથી પસાર થઇ રહ્યો છે. ઉછીના નાણાંકીય વ્યવહારોથી દૂર રહેવું. કોઈપણ પ્રકારના વિવાદિત કાર્યોમાં સંમિલિત થવું નહીં. તેમજ ડોક્યુમેન્ટ્સમાં સહી કરતા પૂર્વે સાવધાની રાખવી. અહીંઆકસ્મિક ખર્ચ તેમજ નુકસાનીનો યોગ બની રહ્યો હોવાથી આર્થિક વ્યવહારો ખૂબ જ સમજપૂર્વક કરવા.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિ પરથી થશે. અહી ચંદ્ર પર રાશિપતિ બુધની દ્રષ્ટિ રહેશે.બુદ્ધિચાતુર્યનો વિકાસ રહે. સામાજિક વર્તુળમાંપ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથેના સંપર્કમાં વધારો થાય.ભાગીદારો સાથે ગેરસમજ દૂર થતાં મન હળવું બને.સપ્તાહના અંત ભાગમાં બીજા સ્થાનનો સ્વામી ચંદ્ર ધનસ્થાન પરથી પસાર થશે. અહી સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે.વ્યવસાયિક ક્ષેત્રે અટકેલી ઉઘરાણી પ્રાપ્ત થાય તથા સર્વિસમાં અટકેલા ઈન્સેન્ટિવ, કમિશન, એરિયર્સ જેવા લાભો મેળવી શકો.ભોજનમાં ગળ્યા તથા ઠંડા પદાર્થોથી પરેજી રાખવી.

Libra

તુલા રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં દશમા સ્થાનનો સ્વામી ચંદ્ર આઠમા સ્થાનમાં રહેલા મંગળ પરથી પસાર થઈ રહ્યો છે.અકસ્માથતી સંભાળવું. વાહનો ચલાવવામાંકે ઓટોમેટિક સાધનો ઓપરેટ કરવામાં તકેદારી કેળવવી ઇચ્છનીય ગણાય.ગેસ-અગ્નિ-ઈલેક્ટ્રિક તથા પાણીથી યોગ્ય અંતર જાળવવુ. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ નવમા સ્થાન ઉપરથી થશે.અહી ચંદ્ર પર ભાગ્યેશ બુધની સ્વદ્રષ્ટિ રહેશે.વિકાસની નવી તકો મળતી જણાય. વ્યક્તિત્વનો વિકાસ થાય. દેહભુવનનો કેતુભૌતિક સુખસગવડો પ્રાપ્ત કરવા તરફ આકર્ષી શકે છે. પરંતુ સાતમે રાહુ તથા હર્ષલનું કોમ્બિનેશન જાહેરજીવન તથા દાંપત્યજીવનમાં શાંતિ-કુનેહપૂર્વક વર્તવાનું સૂચવે છે.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ દશમા સ્થાન પરથીથશે.લાભેશ સૂર્ય તથા ચંદ્રની પ્રતિયુતિ વ્યવસાયમાં પ્રતિષ્ઠા પ્રાપ્તિનો અવસર આપે. સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે. વડીલો દ્વારા પૂરતો સહકાર, આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. લાંબાગાળાનાબુદ્ધિગમ્ય નિર્ણય લેવા માટેનું આયોજન ઘડી શકો. પિતાના કાર્યમાં સહયોગ આપી શકો.

Pisces

મીન રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં પાંચમા સ્થાનનો સ્વામી ચંદ્ર ત્રીજા સ્થાનમાં રહેલાધનેશ ભાગ્યેશ મંગળઉપરથી પસાર થઈ રહ્યો છે. ત્રીજું સ્થાન સબળ બનતા ડોક્યુમેન્ટના અધૂરા કાર્યો પૂર્ણ બનાવી શકો.અહી કોઈ બોન્ડમાં બંધાતા પહેલાકે કોઈ લીગલી એગ્રીમેન્ટ કરતાં પહેલાં નિષ્ણાંતથી સલાહ અવશ્ય લેવી. પડોશીઓ સાથે બિનજરૂરી વિવાદ નિવારવો. મુસાફરી-યાત્રામાં અજાણ્યા વ્યક્તિઓ પર વધુ પડતો વિશ્વાસ રાખવો નહીં. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રચોથા સ્થાન પરથી થશે.અહી ચંદ્ર પર બુધની દ્રષ્ટિ રહેશે.પેન્ડિંગ કાર્યોની પૂર્તિ હેતુ આયોજન ઘડી શકાય. મનમાંઉત્સાહ-ઉમંગ અનુભવી શકો.કર્મ ક્ષેત્રે નવીનતક દ્વારા પ્રગતિ પ્રાપ્ત થાય. સપ્તાહના અંત ભાગમાં પાંચમા સ્થાન પરથી ચંદ્રનું પરિભ્રમણ થશે. અહી સૂર્ય ચંદ્ર પ્રતિયુતિ પ્રણય પ્રસંગો બાબતે જાળવવાનું સૂચવે છે. સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે.સ્પર્ધાત્મક બાબતો કે પરીક્ષામાં સફળતા મેળવી શકો.

Virgo

ક્ધયા રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં લાભ સ્થાનનો સ્વામી ચંદ્ર મંગળપરથી પસાર થઈ રહ્યો છે.આસ્ક્મિક નાણાકીય લાભ મળી શકે. માનતા-બાધા, ધાર્મિક કાર્યોમાં બેદરકારીત્યજવી. વિકાસ-પ્રગતિ માટે નવા આયોજનો પર પૂરતો વિચાર કરી આગળ વધવું. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ દશમા સ્થાન ઉપરથી થશે.અહી ચંદ્ર પર કરમેશ બુધની દ્રષ્ટિ રહેશે.નાની મુસાફરી ફળદાયી નિવડે. કર્મક્ષેત્રે સીમારૂપ ચિહ્ન અંકિત કરી શકો તે પ્રકારનું કાર્ય પાર પાડી શકાય. કોઈપર મુકેલો વિશ્વાસ સાર્થક થતા આપની પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ અગિયારમા સ્થાન પરથી થશે.વ્યયેશ સૂર્ય સાથે ચંદ્રની પ્રતિયુતિ નાણાનું રોકાણ કરવામાં ઉતાવળ ન કરવાનું સૂચવે છે. સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે.સર્વિસમાં ઉપરી અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન પામી શકો. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. જૂના મિત્રોને લાંબા સમય બાદ મળતાં યાદો તાજી કરી શકાય.

Cancer

કર્ક રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં રાશિપતિ ચંદ્ર અગિયારમા સ્થાનમાં રહેલા મંગળ પરથી પસાર થશે. મિત્રો દ્વારા જરૂરિયાતના સમયે સહાય પ્રાપ્ત કરી શકો. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર બારમા સ્થાન પરથીપસાર થશે.અહી ચંદ્ર પર બુધની સ્વદ્રષ્ટિ રહેશે. ઝડપી વાહનો ચલાવવા, પશુઓ તેમજ ઈલેક્ટ્રિકથી સાચવવું જરૂરી બને.મનમાં ધાર્મિક તથા પરોપકાર ભાવનાનો વિકાસ થાય. અન્યને મદદરૂપ બનવાની તક પ્રાપ્ત કરી શકો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનુંભ્રમણ આપની રાશિ પરથી થશે.સૂર્ય ચંદ્ર પ્રતિયુતિ સામાજિક અગ્રેસર રહી જવાબદારીઓનું વહન કરવાનું સૂચવે છે. દાંપત્યજીવનમાં સમુધરતા રહે. અહી સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે.જે માનસિક વિચારોમાં એકાગ્રતા આપી શકે.જાહેર જીવન તથા સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારોરહે. ભાગીદારો સાથે મળીને કોઈ નવી યોજના ઉપર કાર્ય કરી શકાય.

Scorpio

વૃશ્ચિક રાશિના જાતકોને નવમા સ્થાનનો અધિપતિ ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનમાં રહેલ રાશિપતિ મંગળ પરથી પસાર થઈ રહ્યો છે. અહીં ભાવ એક અને નવના સ્વામિની યુતિ શુભ પુરવાર થાય. કર્મક્ષેત્રે ભાગ્યનો સાથ મળતો જણાય. અહી દાંપત્યજીવનમાં વ્યર્થ વિવાદ નિવારવો. જતું કરવાની ભાવના અપનાવવી. ભાગીદારો સાથે મતભેદ મનભેદ સુધી ન પહોંચે તેની કાળજી રાખવી. જાહેરજીવનમાં વાણી, વર્તન, વ્યવહારમાં અંકુશ રાખીને વર્તવું. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ આઠમા સ્થાન પરથી થશે.અહી ચંદ્ર પર બુધની દ્રષ્ટિ રહેશે.વિલ-વારસાના પ્રશ્નોમાં સફળતા તરફ પ્રયાણ કરી શકો.સતકાર્યો કે પરોપકાર દ્વારા પુણ્યનું ભાથું બાંધી શકવાની તક પ્રાપ્ત થઈશકે.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનુંભ્રમણ નવમા સ્થાન પરથી થશે.સૂર્ય ચંદ્ર પ્રતિયુતિ કર્મ-પુરુષાર્થનું યોગ્ય ફળ અપાવી શકે. અહી સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે. કર્મક્ષેત્ર વિકાસ તથા પ્રગતિના આયોજનો અમલમાં મૂકી શકો.

Aries

મેષ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ચોથા સ્થાનનો સ્વામી ચંદ્રધનસ્થાનમાં રહેલા મંગળ ઉપરથી પસાર થઇ રહ્યો છે.અહી લક્ષ્મીયોગની અસર આર્થિક ક્ષેત્રે ઉન્નતિ આપી શકે. અટવાયેલા નાણાં કે અટકેલી ઉઘરાણીઓ છૂટી પડતી જણાય. પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન શક્ય બને.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણ ત્રીજા સ્થાન પરથી થશે. અહી ચંદ્ર પર તૃતીયેશ બુધની દ્રષ્ટિ રહેશે. નાની મુસાફરી કે યાત્રામાં અનુકૂળતા રહે. ભાઈભાંડું દ્વારા યોગ્ય સહકાર પ્રાપ્ત કરી શકો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનુંભ્રમણ ચોથા સ્થાન પરથી થશે.સૂર્ય ચંદ્ર પ્રતિયોગ સામાજિક પ્રતિષ્ઠામાં વધારો અપાવે. વડીલોના આશીર્વાદને પાત્ર બની શકાય.સરકારી કર્મચારીને આકસ્મિક ફાયદો પ્રાપ્ત થઈ શકે. માતાની તબિયતમાં સુધારો અનુભવી શકો. અહી સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે.જેથી માનસિક તણાવ હળવો બનતો જણાય.વતનનાપ્રશ્નોઅંગેજરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો.

Leo

સિંહ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં બારમા સ્થાનનો અધિપતિ ચંદ્ર દશમા સ્થાનમાં રહેલાયોગકારક મંગળ ઉપરથી પસારથઈ રહ્યો છે.કર્મક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો પામવા માટેના પ્રયત્નો સફળ નિવડતા જણાય. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ લાભ સ્થાન પરથી થશે. અહી ચંદ્ર પર લાભેશ બુધની સ્વદ્રષ્ટિ રહેશે.અહીં ગણતરી પૂર્વકના નાણાંકીય જોખમથી ફાયદો પ્રાપ્ત થઈ શકે. જો કે વધુ પડતા વળતરની લાલચમાં અયોગ્ય જગ્યાએ નાણાંકીય રોકાણ ન થઈ જાય તે માટે સાવચેત રહેવું. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બારમા સ્થાન પરથી થશે.અહી લગ્નેશ સૂર્ય સાથે ચંદ્રની પ્રતિયુતિ આત્મવિશ્વાસમાં વધારો અપાવે. સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે.ધાર્મિક-આધ્યાત્મિક કાર્યોથી મન શાંતિ અનુભવે. કોઈ માનતા પુરી કરવા અંગે વિચારી રહ્યા હોય તો કાર્ય પાર પાડી શકાય.વિપરિત રાજયોગની અસરને લીધેમોસાળ પક્ષ દ્વારા યોગ્ય સહકાર મેળવી શકશો.

Sagittarius

ધન રાશિના જાતકોને નવા સપ્તાહનીશરૂઆતમાં આઠમા સ્થાનનો સ્વામી ચંદ્ર છઠ્ઠા સ્થાનમાં રહેલામંગળ ઉપરથી પસાર થઇ રહ્યો છે. અહીં ભાવ આઠ અને બારના સ્વામિની યુતિશુભ ગણી શકાય નહીં. નવીન આયોજનો મુલતવી રાખવા. વાઇરલ સમસ્યાઓથી સાવચેતી કેળવવી. સ્વાસ્થ્ય અંગે પૂરતી સાવધાનીરાખીનેવર્તવું. બિનજરૂરી સાહસ નિવારવું. હરિફાઈ તથા પ્રતિસ્પર્ધામાં સામેવાળાને ઓછું ગણીને વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાન પરથી થશે. અહી ચંદ્ર પર બુધની દ્રષ્ટિ રહેશે. જે માનસિક વિચારોમાં એકાગ્ર બનાવવાનું સૂચન કરે છે. સપ્તાહના અંતભાગમાં ચંદ્રનું પરિભ્રમણ આઠમા સ્થાન પરથી થશે.ભાગ્યેશ સૂર્ય સાથે ચંદ્રની પ્રતિયુતિ આયોજનમાં ભ્રમમાં રહી ન જવા અંગે સૂચવે છે. સ્વગૃહી બળવાન ગુરુની ઉચ્ચ દ્રષ્ટિથી સ્વગૃહી ચંદ્ર વધુ બળવાન બને છે.વિલ- વારસા,મળવાપાત્ર અટકેલા લાભો વિશે સાનુકૂળ સમય ગણાય.કોઇ આકસ્મિક સમસ્યાથી રક્ષણ પ્રાપ્ત કરી શકશો. ધાર્મિક સ્થળોની મુલાકાત-યાત્રા શક્ય બને.

Advertisement
Advertisement
Advertisement