Astrology

Capricorn

મક૨ : સંગીત ક્ષેત્રે સફળતા મેળવશો, સીઝનલ ધંધામાં અનુકુળતા લગ્ન જીવનમાં ગે૨સમજોથી જાળવવું

Taurus

વૃષભ : ધાર્મિક યાત્રા પ્રવાસમાં સફળતા મળવાની છે, ભાઈ બહેનો સાથે સુમેળ વધે, મિલ્ક્તથી લાભ.

Aquarius

કુંભ : ઓફિસ કે મકાનમાં ૨ીનોવેશનની ઈચ્છા ફળવાની, આવકનું પ્રમાણ જળવાઈ ૨હે, ૨ોજિંદા કાર્યને વળગી ૨હેજો.

Gemini

મિથુન : આર્થિક સમસ્યા હલ થવાની છે, કોઈ સા૨ો ચાન્સ મળે, વિદેશથી સા૨ા સમાચા૨ મળવાના છે.

Libra

તુલા : સમયનો વ્યય ન થાય તેનું ધ્યાન ૨ાખજો, નવી ઓળખાણ બાબત જાળવવું, જીદી સ્વભાવને કાબુમાં ૨ાખજો.

Pisces

મીન : અગાઉ ક૨ેલી બચત ઉપયોગમાં આવે, સટ્ટાકીય પ્રવૃતિથી જાળવવું, કર્મચા૨ી વર્ગ સાથે ગે૨સમજોથી જાળવવું.

Virgo

કન્યા : અગાઉ ક૨ેલી બચત ઉપયોગી ૨હે, સંસ્થામાં સા૨ો હોદો મેળવવાના પ્રયત્નો ફળે.

Cancer

કર્ક : શે૨ સટ્ટાથી દુ૨ ૨હેજો, નોક૨ીમાં કોઈ મનગમતુ પ૨િવર્તન થવાના ચાન્સ, ૨ોમાન્સમાં સફળતા.

Scorpio

વૃશ્ચીક : અકલ્પનીય લાભની આશા ફળવાની, લગ્ન ઈચ્છુકોને સફળતા, નોક૨ીમાં પ્રમોશનના ચાન્સ, મુસાફ૨ીનું આયોજન થાય.

Aries

મેષ :વેપા૨માં નાણાકીય મુશ્કેલીનો સામનો ૨હેવાનો, નોક૨ીમાં સ્થિ૨તા ૨ાખવી લાભમાં ૨હેશે.

Leo

સિંહ : આવકનું પ્રમાણ વધા૨વાના પ્રયત્નો ફળવાના છે, નવી ખ૨ીદી બાબતમાં કોઈ ઉતાવળ ન ક૨વી.

Sagittarius

ધન : લાઈફ સ્ટાઈલમાં બદલાવ આવે, ભાઈ બહેનો સાથે સુમેળ વધે, વિજાતીય સંબંધોમાં સુમેળ ૨ાખવો.

Capricorn

મકર રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનનો સ્વામી ચંદ્ર દશમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે.અહી કેતુ ઉપરથી ચંદ્ર પસાર થતો હોવાથી વ્યવસાય ક્ષેત્રે શાંત દિમાગથી નિર્ણયો લેવા. મિત્રો પર વધુ પડતો વિશ્વાસ રાખીને ચાલવું નહીં. ચંદ્રના લાભસ્થાન પરથી ભ્રમણ દરમિયાન સર્વિસમાં કરેલા કાર્યોની ઉપરી અધિકારીઓ દ્વારા નોંધ લેવાતા ઇમેજમાં વધારો થઇ શકે છે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બારમા સ્થાન પરથી થશે. દાંપત્યજીવનમાં વિવાદ નિવારવો ઇચ્છનીય ગણાશે. ભાગીદારો પર વધુ પડતો વિશ્વાસ રાખીને વ્યવહાર કરવો નહીં.ચોથા-આગિયારમા સ્થાનનો સ્વામી મંગળ આ સપ્તાહ દરમિયાન તારીખ 17 થી રાશિ પરિવર્તન પામીને ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરશે. હરિફાઈ તથા પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરી શકો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ પ્રથમ સ્થાન પરથી થશે. કાળજીપૂર્વક કાર્ય પર ફોકસ રાખીને પુરુષાર્થમાં રહેવાથી આગામી સમયમાં શુભ પરિણામ પ્રાપ્ત કરી શકાશે.

Taurus

વૃષભ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ત્રીજા સ્થાનનો સ્વામી ચંદ્ર કેતુ સાથે કોમ્બિનેશનમાં રહીને છઠ્ઠા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. બિનજરૂરી વધુ પડતું સાહસ કરવા જતા આર્થિક નુકસાની ભોગવવી ન પડે તે માટે જાગૃત રહેવું. પડોશીઓ સાથે વિવાદ નિવારવો ઇચ્છનીય ગણાય. સાતમા સ્થાનમાં વૃશ્ચિક રાશિ પરથી ચંદ્ર પસાર થશે.દાંપત્ય જીવનમાં સહકાર રહે.આ સપ્તાહ દરમિયાનસાતમા તથા બારમા સ્થાનનો સ્વામી મંગળ તારીખ17 થી રાશિ પરિવર્તન પામીને આગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરશે. આર્થિક વ્યવહારોમાં સાવચેતી રાખવી. અટકેલી ઉઘરાણીઓ કે મળવાપાત્ર લાભો પ્રાપ્ત કરવાના પ્રયત્નો ફળતા જણાય.સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ આઠમાસ્થાનમાં થશે. બુદ્ધિગમ્ય રીતે ડિલિંગ-વાર્તાલાપ કરીને વિલ-વારસાના પ્રશ્નો ઉકેલી શકાય. સપ્તાહના અંત ભાગમાં નવમા સ્થાનપરથી ચંદ્ર પસાર થશે. અગત્યના કાર્યોમાંઆળસ ત્યાગવી અનિવાર્ય બનશે.ધાર્મિક સ્થળોની મુલાકાત શક્ય બને.

Aquarius

કુંભ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં છઠ્ઠા સ્થાનનો સ્વામી ચંદ્ર નવમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. કોઇપણ કાર્યમાં ટાઈમ મેનેજમેન્ટ તથા આયોજન અનિવાર્ય બનશે. અવ્યવસ્થિત કાર્ય કરવા જતા જોબ્સેટિસ્ફેકશન અનુભવી શકો નહીં. સપ્તાહના મધ્યભાગમાં વૃશ્ચિક પરથી ચંદ્ર પસાર થશે. વ્યવસાય-સર્વિસમાં સંઘર્ષ ઉદભવી શકે છે. કર્મેશ મંગળ આ સપ્તાહ દરમિયાન તારીખ 17 થી રાશિ પરિવર્તન પામીને બીજા સ્થાનમાં ભ્રમણ કરશે. જુના શેરબજારના રોકાણ ફળદાયી નિવડતા જણાય. પ્રિયપાત્ર સાથે ગેરસમજ દૂર થતાં મન હળવું બને.વાણીમાં મીઠાશનો યોગ્ય ઉપયોગ કરવો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ અગિયારમાસ્થાનપરથી થશે. મિત્રો દ્વારા યોગ્ય સહકાર પ્રાપ્ત કરી શકો.તેમ છતાં અહી આળસ ત્યાગી કાર્યમાં લાગી જવાનું સૂચવી શકાય. વિવાદોથી દૂર રહેવું ઇચ્છનીય ગણાશે. મકરમાં ચંદ્ર-પ્લુટો યુતિ નવીન વિચારો કે ખ્યાલો આપી શકે.

Gemini

 મિથુન રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ધનસ્થાનનો સ્વામી ચંદ્ર પાંચમાં સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. અહીથી પસાર થનારો ચંદ્ર ગ્રહણ યોગની અસર ઉત્પન્ન કરશે.શેર બજાર કે અન્ય કોઈ સ્ત્રોત દ્વારા ઝડપીધનની પ્રાપ્તિ માટે વધુ પડતા જોખમી વ્યવહારો કરવા નહીં. સંતાનોની પ્રગતિશકાય બને. આ સપ્તાહ દરમિયાન આગિયારમાં તથા છઠ્ઠા સ્થાનનો સ્વામી મંગળતારીખ 17 થી રાશિ પરિવર્તન પામીને દશમા સ્થાન પરથી ભ્રમણ કરશે. સ્વાસ્થ્યમાં સુધારો અનુભવી શકો. વ્યક્તિત્વનો વિકાસ થતો જણાય. કોઇપણ કાર્યને પૂર્ણ બનાવવા માટે મજબૂત આયોજન ઘડી શકો.વૃશ્ચિક રાશિ પરથીપસાર થનારો ચંદ્ર હરિફાઈમાં વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવાનું સૂચવે છે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણસાતમા સ્થાન પરથી થશે. જીવનસાથી દ્વારા યોગ્ય સહકાર પ્રાપ્ત થઇશકે.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનુંભ્રમણ આઠમા સ્થાનમાં પરથીથશે. અહી આકસ્મિક બનાવોથી સાવચેતી રાખવી જરૂરી બનશે.

Libra

તુલા રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં દશમા સ્થાનનો સ્વામી ચંદ્ર પ્રથમ સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે.અહી ચંદ્ર તથા કેતુનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય જાળવવાનું સૂચન કરે છે. કલ્પના શક્તિ, તર્કશક્તિમાં વધારો થઈ શકે. અગત્યનું કાર્ય પૂરું કરવા માટેનું આયોજન ઘડી શકાય. બીજા સ્થાનમાં વૃશ્ચિક રાશિ પરથી ચંદ્ર પસાર થશે. આર્થિક વ્યવહારોમાં સ્પષ્ટતાપૂર્વક વર્તવું. કડવાશયુક્ત વાણી પર સંયમ રાખવો આવશ્યક બનશે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ત્રીજા સ્થાન પરથી થશે. મુસાફરી-યાત્રા ફળદાયી નિવડી શકે. આ સપ્તાહ દરમિયાન બીજા તથા સાતમા સ્થાનનો સ્વામી મંગળ રાશિ પરિવર્તન પામીને તારીખ 17થી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરશે.નવી ભાગીદારી હાલ પૂરતી મુલતવી રાખવી. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ચોથા સ્થાનમાં પરથી થશે. અહીં ચંદ્ર-પ્લુટોની અસર માનસિક નિરાશા આપી શકે. આત્મવિશ્વાસનો અભાવ જણાતા, માનસિક ઉત્સાહ જગાડવા માટે સેલ્ફ મેડીટેશન ઉપયોગી નિવડે.

Pisces

મીન રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં પાંચમા સ્થાનનો સ્વામી ચંદ્ર આઠમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે.અહી કેતુ ઉપરથી ચંદ્ર પસાર થતાં નાણાંકીય વ્યવહારો કે ઇન્સ્યોરન્સ પ્રકારના કાર્યો કરતાં પૂર્વે બેદરકારી દાખવી નહીં. ગંભીરતાપૂર્વક તમામ હિસાબ, ચોખવટ-નોંધ સાથે કાર્યો આગળ વધારવા. વૃશ્ચિક રાશિના ચંદ્ર ભ્રમણ દરમિયાન વ્યવસાય તથા સર્વિસમાં થોડો અવરોધ અનુભવી શકાય. બીજા-નવમા સ્થાનનો સ્વામી મંગળ આ સપ્તાહ દરમિયાન તારીખ 17 થી રાશિ પરિવર્તન પામીને પ્રથમ સ્થાનમાં ભ્રમણ કરશે. બુદ્ધિગમ્ય નિર્ણયો લઈને આગળ વધવાનો પ્રયત્ન કરી શકો. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ દશમા સ્થાન પરથી થશે. જે વડીલોના આશીર્વાદ અપાવવામાં નિમિત બની શકે છે. વ્યવસાયમાં નવા ઓર્ડર પ્રાપ્ત કરી શકો. સર્વિસમાં પ્રમોશનની તક ઉજળી બનતી જણાય. સપ્તાહના અંત ભાગમાં અગિયારમા સ્થાન પરથી ચંદ્ર પસાર થશે. અહીં મિત્રોના જામીન, ગેરેન્ટર બનવાથી દૂર રહેવું.

Virgo

ક્ધયા રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં અગિયારમાં સ્થાનનો સ્વામી ચંદ્ર બીજા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. અહી કેતુ પરથી ચંદ્ર પસાર થતાંગ્રહણ યોગની અસર ઉત્પન્ન થશે. મિત્રો સાથે નાણાંકીય વ્યવહારો સમજપૂર્વક કરવા. ભૂતકાળમાં કોઈને કરેલી મદદ જરૂરતના સમયે સારો સપોર્ટ પૂરો પાડી શકે. વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરતો ચંદ્ર સપ્તાહના મધ્યભાગમાં બિનજરૂરી સાહસનિવારવાનું સૂચન કરે છે. પાડોશીઓ સાથેના સંબંધો મીઠા રાખવાનો પ્રયત્ન કરવો. ધનરાશિ પરથી પસાર થતો ચંદ્ર શુભ અસર ઉત્પન્ન કરશે. મિલકતને લગતા અટકેલા કાર્યો આગળ વધારી શકાય. માતાની તબિયતમાં સુધારો અનુભવી શકો. આ સપ્તાહ દરમિયાન ત્રીજા તથા આઠમા સ્થાનનો સ્વામિ મંગળ તારીખ 17થી રાશિ પરિવર્તન પામીને સાતમા સ્થાનમાં ભ્રમણ કરશે. જાહેર જીવન તેમજ વ્યવસાયિક જીવનમાં પ્રતિષ્ઠા, માન-સન્માનમાં વધારો થઇ શકે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ પાંચમા સ્થાનપરથી થશે. શેર-સટ્ટા તથા જોખમયુક્ત આર્થિક રોકાણ કરવાથી થોડો સમય દૂર રહેવું.

Cancer

કર્ક રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં રાશિપતિ ચંદ્ર ચોથા સ્થાન પરથી પસાર થઇરહ્યોછે.કેતુ પરથી પસાર થનારો ચંદ્રમાનસિક તણાવઆપી શકે. આ સપ્તાહ દરમિયાન પંચમેશ-કર્મેશ યોગકારક મંગળ રાશિ પરિવર્તન પામીને તારીખ 17 થી નવમા સ્થાનમાંભ્રમણ કરશે. વ્યાપારમાં અટકેલા આર્થિક વ્યવહારો આગળ વધતા જણાય. તેમ છતાં અહીં વધુ પડતા આત્મવિશ્વાસમાં રહીને જોખમ પૂર્વકના વ્યવહારો કરવાથી દૂર રહેવાનું સૂચવી શકાય છે. પાંચમા સ્થાનપરથી પસાર થનારો ચંદ્ર સંતાનોની સમસ્યાઓ સમજીને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનું સૂચવે છે. પ્રિયપાત્ર સાથે વિવાદ નિવારવો. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણ છઠ્ઠા સ્થાન પરથીથશે. મોસાળ પક્ષ સાથે મિલન-મુલાકાત ફળદાયીનિવડી શકે. સપ્તાહના અંત ભાગમાં સાતમા સ્થાન પરથીચંદ્ર પસાર થશે. ભાગીદારો સાથે ઉગ્રતાપૂર્વકનો વ્યવહાર નિવારીને વિવેકપૂર્ણ રીતે કાર્યો કરવા ઇચ્છનીય ગણાય.

Scorpio

વૃશ્ચિક રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં નવમા સ્થાનનો સ્વામી ચંદ્ર બારમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. કોઈપણ પ્રકારની માનતા કે બાધા પૂરી કરવા માટે આળસ રાખવી નહીં.અહી ચંદ્ર-કેતુ ગ્રહણયોગની અસર બિનજરૂરી માનસિક તણાવથી દૂર રહેવાનું સૂચવે છે. આપનો રાશિસ્વામી મંગળ આ સપ્તાહ દરમિયાન રાશિ પરિવર્તન પામીને તારીખ 17 થી પાંચમા સ્થાનમાં ભ્રમણ કરશે. વડીલોના સહયોગ દ્વારા વિલ વારસાના પ્રશ્નો ઉકલતા જણાય. આપની ફેવરમાં નિર્ણય આવી શકે. સામાજિક, વ્યવહારિક તથા નાણાંકીય લાભ પ્રાપ્ત કરી શકો. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બીજા સ્થાન પરથી થશે. વાણીમાં સૌમ્યતા દ્વારા કાર્ય સફળતા પ્રાપ્ત કરી શકાય. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ત્રીજા સ્થાન પરથીથશે. અન્ય લોકો પર વધુ પડતો વિશ્વાસ રાખીને કોઈપણ ડોક્યુમેન્ટ્સમાં સહી કરતા પૂર્વે ચેતીને ચાલવું. વધુ પડતા જોખમ યુક્ત કાર્યોથી દૂર રહેવું ઇચ્છનીય ગણાશે.

Aries

મેષ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ચોથા સ્થાનનો સ્વામી ચંદ્રસાતમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. અહી ચંદ્ર, કેતુ સાથે યુતિમાં આવીને ગ્રહણ યોગ રચશે. ભાગીદારીમાં રહેલી મિલકતને લગતા કાર્યોમાં સંભાળવું. જાહેરજીવનમાં વાણી-વર્તનમાં સંયમ રાખવો. વૃશ્ચિક રાશિ પરથી પસાર થનારો ચંદ્ર વાહન ચલાવવામાં સાવચેતી રાખવાનું સૂચવે છે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણનવમા સ્થાન પરથીથશે.ધાર્મિક કાર્યમાં સહભાગી બની શકો. આ સપ્તાહ દરમિયાન આપનો રાશિસ્વામી મંગળ તારીખ 17 થી રાશિ પરિવર્તન પામીને બારમા સ્થાનમાં ભ્રમણ કરશે. વિપરીત રાજયોગ રચાતા જોખમ લેવાની ક્ષમતામાં વધારો થતો જણાય. સ્ટેમિના કાર્યક્ષમતા પ્રમાણે કાર્ય કરવું.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણદશમા સ્થાન પરથી થશે.અહીથી તે મન: સ્થાન પર બળવાન દ્રષ્ટિ કરશે. માનસિક પ્રફુલ્લિતતા રહે.રૂટિનથી ચેન્જ પ્રાપ્ત કરવા કોઈ આયોજન ગોઠવાય શકે.

Leo

સિંહ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં બારમા સ્થાનનો અધિપતિ ચંદ્ર ત્રીજા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. અહીં ચંદ્ર ગ્રહણયોગની અસર ઉત્પન્ન કરશે.કોઈપણ પ્રકારના કરારો - એગ્રીમેન્ટમાં સહી કરીને બંધાતા પૂર્વે બધી વાતો સમજ પૂર્વક આગળ વધારવી. ચોથા સ્થાનમાં વૃશ્ચિક રાશિ પરથી પસાર થનારો ચંદ્ર માનસિક તાણ હળવો બનાવે. આ સપ્તાહ દરમિયાન ચતુર્થેશ-ભાગ્યેશમંગળ તારીખ 17 થી રાશિ પરિવર્તન પામીને આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે. મિલકતને લગતા કાર્યો વિલંબમાં પડી શકે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ પાંચમા સ્થાન પરથી થશે. ભૂતકાળમાં કરેલા રોકાણોમાં યોગ્ય વળતર પ્રાપ્ત થતું જણાય. સંતાનોની પ્રગતિ દ્વારા મન આનંદ અનુભવી શકે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ છઠ્ઠા સ્થાનપરથી થશે. કોમ્પિટિશનમાં આગળ રહેવા માટે પુરુષાર્થની માત્રામાં વધારો કરવો અનિવાર્ય બનશે.મોસાળ પક્ષ સાથે સુમેળ રહે.

Sagittarius

ધન રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં આઠમા સ્થાનનો સ્વામી ચંદ્ર અગિયારમાં તથા બારમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. અહી કેતુ પરથી ચંદ્ર પસાર થતા ગ્રહણયોગની અસર ઉત્પન્ન થશે.મિત્રો સાથે મજાક-મસ્તીમાં માન મર્યાદા રાખવી અનિવાર્ય બનશે. વધુ પડતું ફાસ્ટ ડ્રાઈવિંગ નિવારવું. કાયદાકીય કામો સંભાળપૂર્વક કરવા. વર્તનમાં બિનજરૂરી ઉગ્રતા દાખવવી નહીં. અન્ય કોઈના વિવાદમાં પડવાથી દૂર રહેવું. પ્રથમ સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર માનસિક પ્રફુલ્લિતતા આપી શકે છે. આવકમાં વધારો થઇ શકે. આ સપ્તાહ દરમિયાન પંચમેશ-લાભેશ મંગળ તારીખ 17 થી રાશિ પરિવર્તન પામીને ચોથા સ્થાનમાં ભ્રમણ કરશે. વ્યાપારના વિકાસ માટે નવી ભાગીદારી અથવા અન્ય શહેરોમાં ડેવલપમેન્ટ કેસર્વિસમાં બદલી કરાવવા ઇચ્છતા જાતકો માટે અનુકૂળ સમય ગણાય. અગત્યના તથા મોટા નિર્ણયો લેતા પૂર્વે જન્મના ગ્રહો પરથી યોગ્ય માર્ગદર્શન મેળવીને આગળ વધવું. સપ્તાહના અંત ભાગમાં બીજા સ્થાન પરથી ચંદ્ર પસાર થશે. બોલવા ચાલવામાં સંયમ રાખવો.

Advertisement
Advertisement