Astrology

Capricorn

મક૨ : વિદેશ જવાની તક મળે, નોક૨ીમાં બદલીના ચાન્સ શે૨ સટ્ટામાં નિર્ણયો મહત્વના ૨હે.

Taurus

વૃષભ : ભાગીદા૨ોને સહકા૨ દેજો, ખર્ચ ઉપ૨ કાબુ જરૂ૨ી, ભાઈ બહેનો સાથે મતભેદો ટાળવા.

Aquarius

કુંભ : આવક વધા૨વાના પ્રયત્નો ફળે, મહેનતનું ફળ મળવાનું, જુના મિત્રોની મુલાકાત લાભદાયક ૨હેવાની.

Gemini

મિથુન : સમાજમાં પ્રતિષ્ઠા વધવાની, સપરિવા૨ પ્રવાસનું આયોજન થાય, નોક૨ીમાં અનુકુળતા વધવાની.

Libra

તુલા : ભાઈ બહેનો સાથે વ્યવસાય બાબત ચર્ચા થાય, મિલ્ક્તની વેચાણ બાબત ઉતાવળ ન ક૨વી.

Pisces

મીન : હ૨ીફાઈમાં ટકી ૨હેવા સખત મહેનત ક૨વી પડશે, કર્મચા૨ી વર્ગનો સહયોગ ૨હેવાનો, જુના સંબંધો તાજા થાય.

Virgo

કન્યા : લોકપ્રિય થવાના તમા૨ા અધિકા૨ીઓ ખુશ થવાના આધ્યાત્મિક વિચા૨ો અપનાવવાથી અનુકુળતા ૨હેશે, ગુસ્સો ન ક૨વો.

Cancer

કર્ક : વ્યવસાયમાં ભાગીદા૨ોનો સહકા૨ ૨હેવાનો, આવકની સાથે ખર્ચ પણ ૨હેશે, પ૨િવા૨ની મિલ્ક્તના પ્રશ્નોમાં ધ્યાન દેજો.

Scorpio

વૃશ્ચીક : દિવસ દ૨મ્યાન કર્મચા૨ી વર્ગનો સહકા૨ ૨હેશે, સગાઈ કે લગ્નના કાર્યમાં સફળતા ૨હે.

Aries

મેષ : સંતાનોની પ્રગતિમાં સફળતા, નોક૨ી મેળવવાના પ્રયત્નો ફળવાના, સંગીત કલા ક્ષેત્રે સફળતા ૨હે, વિદેશથી લાભ.

Leo

સિંહ : પાર્ટીમાં જવાનું થાય, મિત્ર વર્તુળ વધે, મહત્વકાંક્ષાઓ ફળવાની છે, સ૨કા૨ી કાર્યોમાં સફળતાવાળો સમય ૨હેવાનો.

Sagittarius

ધન : સગાઈ કે લગ્નના કાર્યમાં અનુકુળતા ૨હેવાની, સંતાનોની પ્રગતિ, ગુસ્સાને કાબુમાં ૨ાખજો.

Capricorn

મકર રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનનો સ્વામી ચંદ્ર નવમા સ્થાન પરથી સૂર્ય,બુધ,શુક્ર સાથે રહીને પસાર થઇ રહ્યો છે. દાંપત્યજીવનમાં સાનુકૂળ માહોલ રહે. ભાગીદારો સાથે મળીને વ્યવસાય વિકાસના કાર્યોને વેગ આપી શકો. નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે જન્મના ગ્રહો પરથી યોગ્ય માર્ગદર્શન મેળવીને આગળ વધવું. નિષ્ણાતો તથા અનુભવીની સલાહ તથા માર્ગદર્શન ઉપયોગી બનતું જણાય. તુલા રાશિ પરથી પસાર થનારો ચંદ્ર આપની રાશિ કુંડળીમાં દશમાસ્થાન પરથી પસાર થશે. વડીલો માતા-પિતાના આશીર્વાદને પાત્ર બની શકાય. વ્યવસાય તથા કર્મ ક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો થતો જોઈ શકો. સપ્તાહના મધ્યભાગમાં વૃશ્ચિક રાશિમાં નીચનોચંદ્ર પસાર થશે. અહીં જાહેર જીવનમાં અયોગ્ય વ્યક્તિઓ સાથેના સંપર્કો વિકસાવવાથી દૂર રહેવું અનિવાર્ય બનશે.સપ્તાહના અંત ભાગમાં બારમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર નાની મુસાફરી - યાત્રા શુભ ફળદાયી બનાવવામાં નિમિત્ત બની શકે.

Taurus

નવા સપ્તાહની શરૂઆતમાં વૃષભ રાશિ જાતકોને ત્રીજા સ્થાનનો અધિપતિ ચંદ્ર પાંચમા સ્થાનમાં સ્વગૃહી બુધ પરથી પસાર થઇ રહ્યો છે. અહીં વિદ્યા અભ્યાસ ક્ષેત્રે પદ્ધતિસરનું માઇક્રો પ્લાનિંગ અમલમાં મૂકી શકો.સ્ટેમિનાતથા કાર્યક્ષમતામાં વધારો થાય. અહીં કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ધ્યેય નક્કી કરવો જરૂરી બનશે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ છઠ્ઠા સ્થાનમાં રહેલા કેતુ પરથી થશે. શરીરની તાસીર મુજબ અનુકૂળ ન હોય તેવા ખાદ્ય પદાર્થોના સેવનથી દૂર રહેવું હિતાવહ ગણાશે. સ્વભાવ પર અંકુશ રાખવો. સપ્તાહના મધ્યભાગ બાદ સાતમા સ્થાન પરથી ચંદ્ર પસાર થશે. જાહેર જીવનમાં અન્ય સાથેવિવેકપૂર્ણ વ્યવહાર દ્વારા મન સન્માનની પ્રાપ્તિ કરી શકો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ આઠમા સ્થાન પરથી થશે. તૃતીયેશનું અહી પરિભ્રમણ આકર્સ્મિક બનાવોથી સાવચેતી રાખવાનું સૂચવે છે. ઝડપી વાહન ચલાવવાની આદતથી દૂર રહીને સંભાળ તથા કાળજીપૂર્વક ડ્રાઇવિંગ કરવું.

Aquarius

કુંભ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં છઠ્ઠા સ્થાનનો સ્વામી ચંદ્ર આઠમા સ્થાન પરથી પસાર થઈને વિપરીત રાજયોગ રચી રહ્યો છે. અહીં વાઇરલ સમસ્યાઓથી પીડાતા જાતકોને શારીરિક સ્વાસ્થ્યમાં રાહત ઉત્પન્ન થતી નિહાળી શકાય. હરિફાઈ તથા પ્રતિસ્પર્ધામાં સચોટ રણનીતિ અપનાવીને સફળતા તરફ કદમ માંડી શકો. તુલા રાશિ પરથી પસાર થનારો ચંદ્રકેતુ સાથે યુતિ રચશે.જે ભાગ્ય ઉન્નતિ માટે નવી તકઆપી શકે. કર્મક્ષેત્રે નવી જવાબદારીઓ વહન કરવા માટે તૈયારી દાખવવી જરૂરી બનશે. સપ્તાહના મધ્યભાગમાં વૃશ્ચિક રાશિ પરથી ચંદ્ર પસાર થતા કાર્યમાં સમયપાલનનું મહત્વ સમજીને કાર્ય આયોજન ચુસ્તપણે અનુસરવું જરૂરી બનશે.સર્વિસ બદલવા ઇચ્છતા જાતકોએ જન્મના ગ્રહો પરથી માર્ગદર્શન મેળવીને આગળ વધવું.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ અગિયારમા સ્થાનમાં થશે. અહીં કર્મક્ષેત્રે અટકેલા નાણાંની પ્રાપ્તિ થતી જણાય.નાણાંકીય પ્રવાહિતતા જળવાઈ રહે.મોટા ભાઈ-ભાંડુથી લાભ રહે.

Gemini

મિથુન રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ધન સ્થાનનો અધિપતિ મિલકત સ્થાનમાં રહેલા સૂર્ય,બુધ,શુક્ર પરથી પસાર થઇ રહ્યો છે. અહી મિલકતને લગતા અટકતા કાર્યો ઉકેલવા તરફ આગળ પુરુષાર્થ કરી શકો છો.માતાની તબિયતમાં સુધારો અનુભવી શકાય. મન થોડું હળવાશ અનુભવી શકે.ધનેશ ચંદ્ર સપ્તાહના મધ્યભાગમાં પાંચમા સ્થાનમાં કેતુ પરથી પસાર થશે. સંતાનો સાથે ગેરસમજ ન થાય તે અંગે જાગૃત રહેવું.તેમના અંગત જીવનમાં રસ લઈને સંબંધને મજબૂત બનાવી શકો.સપ્તાહના મધ્ય ભાગમાં નીચનો ચંદ્ર છઠ્ઠા સ્થાનપરથી પસાર થશે. અહીં છુપા હિતશત્રુઓથી જાગૃત રહીને કાર્યો કરવાના થશે. કોઈપણ પ્રકારની હરિફાઈ કે પ્રતિસ્પર્ધામાં વધારે પડતા આત્મવિશ્વાસથી દૂર રહીને ચુસ્ત આયોજન દ્વારા સંજોગોનો સામનો કરવો જરૂરી બનશે.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાન પરથી થશે.ભાગીદારીમાં સાનુકૂળ માહોલ રહી શકે.અધૂરા વ્યવહારો તથા વહીવટી કાર્યો પૂર્ણ બનાવી શકો.

Libra

તુલા રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં દસમા સ્થાનનો સ્વામી ચંદ્ર બારમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે.અહી સૂર્ય ચંદ્ર કોમ્બિનેશન હોતાં સર્વિસના સ્થળે ચાલતા પોલિટિક્સથી દૂર રહીને માત્ર કાર્ય પર જ ફોકસ કરવું. વ્યવસાયમાં પ્રગતિ પામવા માટે અનીતિ પૂર્વકના માર્ગોથી દૂર રહીને પ્રામાણિકતાપૂર્વકનો પુરુષાર્થ કરવો. વ્યાપાર ક્ષેત્રે કોઈપણ વિવાદોથી દૂર રહીને કાર્ય કરવા.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર આપની રાશિ પરથી પસાર થશે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો જણાય. કલ્પના શક્તિનો વિકાસ થઈ શકે. વૃશ્ચિક રાશિમાં રહેલા કેતુ પરથી નીચનો ચંદ્ર પસાર થતા વાણી પર સંયમ રાખવો જરૂરી બનશે. અહીં ચંદ્રનો મંગળ સાથેનો પ્રતિયોગવાહનો તથા પશુઓથી તકેદારી રાખવાનું સૂચવે છે. સપ્તાહના અંત ભાગમાં કર્મેશ ચંદ્ર ત્રીજા સ્થાન પરથી પસાર થશે. કરેલા પુરુષાર્થનું ફળ પ્રાપ્ત કરી શકાય. તેમ છતાં અન્ય કોઇ જગ્યાએ ધાર્યા કરતાં વધુ મહેનતની આવશ્યકતા જણાય શકે તેમ છે.

Pisces

મીન રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં પાંચમા સ્થાનનો સ્વામી ચંદ્ર સાતમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. પ્રણય પ્રસંગોમાં મધુર સમયનો આનંદ માણી શકો. અવિવાહિત જાતકો માટે યોગ્ય પસંદગીની તકો પ્રાપ્ત થતી જણાય. વિદ્યાર્થીઓને જાહેરજીવનમાં અથવા કોમ્પિટિશનમાં આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન તથા અનુકૂળ સંજોગો પ્રાપ્ત થઈ શકે. તુલા રાશિ પરથી પસાર થનારો ચંદ્ર આઠમા સ્થાનમાં કેતુ પરથી પસાર થશે. અહીં વિલવારસા તથા હક્ક હિસ્સાના પ્રશ્નો વિલંબમાં પડી શકે છે.બાધા-માનતા, તીર્થસ્થાનની કે ધર્મસ્થાનની મુલાકાતને પેન્ડિંગમાં રાખવાને બદલે પ્રાયોરિટીમાં મૂકવી ઇચ્છનીય ગણાય. ભાગ્ય સ્થાનનો ચંદ્ર મંગળ સાથે પ્રતિયુતિ રચીને લક્ષ્મીયોગની અસર ઉત્પન્ન કરશે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ દશમા સ્થાન પરથી થશે. વ્યવસાય તથા સર્વિસના સ્થળે આપની ઇમેજમાં સુધારો લાવવા માટે અનુકુળ સમય પ્રાપ્ત કરી શકો. યોગ્ય તકોને ઓળખીને પોઝીટીવ ઉપયોગ કરવાથી શુભ ફળ પ્રાપ્ત કરી શકો.

Virgo

કન્યા રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં લાભ સ્થાનનો સ્વામી ચંદ્ર બળવાન રાશિપતિ પરથી પસાર થઇ રહ્યો છે. અહીં માનસિક વિચારોમાં એકાગ્રતા કેળવી શકાય. મનનો ભાર હળવો બને. આપના કાર્યક્ષેત્રમાં કંઈક નવીન કરવા માટે નવા વિચારો આઈડિયાનો વર્ક આઉટ પ્લાન તૈયાર કરી શકો. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણ પરિવાર સ્થાન પરથી થશે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ ઉદભવે. આર્થિક સમસ્યાઓ હળવી બનતી જણાય.અહી કેતુ પરથી ચંદ્ર પસાર થતા ગ્રહણયોગની અસર ઉત્પન્ન થશે.વાણી વર્તનમાં વિવેક અપનાવવો. સપ્તાહના મધ્ય ભાગમાં નીચનો ચંદ્ર લખાણો કરારો તથા એગ્રીમેન્ટમાં સહી કરતા પૂર્વે સાવધાની રાખવાનું સૂચવે છે. પાડોશીઓ સાથે બિનજરૂરી વિવાદ નિવારવો. યાત્રા તથા મુસાફરીમાં અગાઉ કરવી પડતી પૂર્વ તૈયારીઓમાં બેદરકારી દાખવ્યા વગર સચોટ આયોજન કરવું હિતાવહ રહે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ચોથા સ્થાન પરથી થશે. મિલકતમા રીનોવેશન - રંગરોગાન વગેરેનાઅધૂરા રહી ગયેલા કાર્યો આગળ વધારી શકો.

Cancer

કર્ક રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં રાશિપતિ ચંદ્ર ત્રીજા સ્થાનમાં સ્વગૃહી બુધ પરથી પસાર થઇ રહ્યો છે. અહીં અગત્યના કામ સંબંધી કરવી પડનારી યાત્રા તથા મુસાફરી સુખદ ફળદાયી નિવડી શકશે. પાડોશીઓ દ્વારા ઉત્તમ સહકાર પ્રાપ્ત કરી શકાય. લખાણો કરારોમાં સહી કરતા પૂર્વે બિનજરૂરી ઉતાવળ કરવી નહીં. તુલા રાશિ પરથી પસાર થનારો ચંદ્ર ચોથા સ્થાનમાં કેતુ સાથે હોવાથી કોઈપણ કાર્ય પૂરા કરવા માટેની અનેક યોજનાઓનો વિચાર આવી શકે.પરંતુ તેમાંથી સારી તથા સચોટ યોજનાશોધીને આયોજનબદ્ધ રીતે અમલમાં મુકવાથી જ સફળતા પ્રાપ્ત કરી શકાય. સપ્તાહના મધ્યભાગ બાદ પાંચમા સ્થાન પરથી નીચનો ચંદ્ર પસાર થશે.જેથી શેરબજાર કે અન્ય કોઇ જગ્યાએ કે જ્યાં જોખમ અનિવાર્ય પરિબળ હોય ત્યાં નાણાનું રોકાણ કરવા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવાનુંસૂચવી શકાય. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ છઠ્ઠા સ્થાન પરથી થશે. મોસાળ પક્ષ સાથેના સંબંધો વધુ સુદ્રઢ બનાવી શકો.

Scorpio

વૃશ્ચિક રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં નવમા સ્થાનનો સ્વામી ચંદ્ર અગિયારમા સ્થાનમાં સૂર્ય,બુધ,શુક્રપરથી પસાર થઇ રહ્યો છે ભૂતકાળમાં બનેલી કોઈ સારી તક ને જે તે સમયે ઝડપેલી હશે, તો તેના શુભ પરિણામો અત્યારે પ્રાપ્ત થતાં જણાશે. મિત્રો સહેલી દ્વારા સહાય પ્રાપ્ત કરીને આગળ વધવાનો માર્ગ મોકળો બનતો જણાય.કર્મક્ષેત્રે અર્થ પ્રાપ્તિના પ્રયત્નો સફળ બનતા લાગે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બારમા સ્થાનમાં કેતુ પરથી થશે. વધારે પડતા ઉતાવળ કે ઉશ્કેરાટમાં આવી જઈને લાંબાગાળાના નિર્ણય લેવાથી દૂર રહેવું. આપનીરાશિ પરથી પસાર થનારો ચંદ્ર મનોભારમાં વધારો આપી શકે છે. જાહેરજીવનમાં બોલવામાં સંયમ રાખવો જરૂરી બનશે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બીજા સ્થાન પરથી થશે. ભોજનમાં ઠંડા તથા વાસી પદાર્થોને કારણે શારીરિક સમસ્યા ન ઉદભવે તે માટે ખાનપાનમાં પરેજી રાખવી જરૂરી બને.

Aries

મેષ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ચોથા સ્થાનનો અધિપતિ ચંદ્ર છઠ્ઠા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે.જૂની શારીરિક સમસ્યા, હઠીલા દર્દોમાં થોડી રાહત મળતી જણાય. જોકે આત્મવિશ્વાસમાં અભાવ અનુભવી શકો. સપ્તાહના મધ્યભાગમાં ચતુર્થેશ ચંદ્ર સાતમા સ્થાન કેતુ પરથી પસાર થશે. જાહેરજીવનમાં પ્રતિષ્ઠા સાચવણીમાં ધ્યાન આપવું જરૂરી બને.આઠમા સ્થાન પરથી પસાર થતો નીચનો ચંદ્ર પડવા વાગવામાં તકેદારી કેળવવાનું સૂચવે છે. ચંદ્રનો અહીં મંગળ સાથે પ્રતિયોગ થવાથી વાણી પર સંયમ રાખવો અનિવાર્ય બનશે. ભાષામાં કડવાશ,રુક્ષતા દાખલ થવાથી સંબંધોમાં સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે તેમ છે. માટે વાણી પર સંયમ રાખવો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ નવમા સ્થાન પરથી થશે.ભાગ્ય ઉન્નતિ માટે કોઈ નવીન તક પ્રાપ્ત થાય. પરંતુ આ સમયમાં તકોને ઓળખીને ઝડપતાં શીખવી જરૂરી બનશે.

Leo

સિંહ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં બારમા સ્થાનનો સ્વામી ચંદ્ર ધનસ્થાનમાં બળવાન બુધ પરથી પસાર થઇ રહ્યો છે. અહીં આવક તથા જાવકનું નિયમન સરળતાથી કરવું શકય બનશે. બિનજરૂરી ખર્ચાઓને ઓળખી સ્માર્ટ પ્લાનિંગ દ્વારા બજેટમાં જ વ્યવહારો કરવાથીહળવી માનસિક પરિસ્થિતિને માણી શકશો. ત્રીજા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર ભાઇભાંડુઓ સાથેના વ્યવહારો દ્વારા લાભ અપાવી શકે. સર્જનાત્મકતા તથા લેખન શક્તિનો વિકાસ થતો જણાય. સપ્તાહ મધ્યભાગમાં ચોથા સ્થાન પરથી નીચનો ચંદ્ર પસાર થશે. અહીં અન્ય કોઈને મદદ કરવાની ઈચ્છામાં સ્વયંને વધુ નુકસાન ન થાય તે માટે સંભાળપૂર્વક ચાલવું.પ્રિયપાત્ર સાથે ગેરસમજ થવાની શક્યતા હોવાથી શોર્ટ ટેમ્પર નેચર નિવારીને ધીરજપૂર્વકવર્તન કરવું. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ પાંચમા સ્થાન પરથી થશે. વિદ્યાર્થીઓને તેની મહેનતનું ફળ પ્રાપ્ત થતું જણાય. સંતાનો દ્વારા ઉત્તમ સહકાર પ્રાપ્ત કરી શકો. માનસિક તણાવમાંથી રાહત પ્રાપ્ત થતાં આનંદ અનુભવે.

Sagittarius

ધન રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં આઠમા સ્થાનનો સ્વામી ચંદ્ર દશમાસ્થાનમાં સ્વગૃહી બળવાન બુધ પરથી પસાર થઇ રહ્યો છે. સર્વિસમાં મળવા પાત્ર અટકેલા લાભો - કમિશન વગેરે પ્રાપ્ત કરવા માટે ગંભીરતાપૂર્વકના પ્રયત્નો ફળતા જણાય. કારકિર્દીમાં આગળ વધવા માટે અન્ય કોઈ કાવાદાવાઓ કરવાથી દૂર રહીને વ્યવસ્થિત ગોલ સેટિંગ દ્વારા વર્ક પ્લાનને જ અમલમાં મૂકવો. તુલા રાશિ પરથી પસાર થતો ચંદ્ર લાભસ્થાનને બળવાન બનાવશે. મોટાભાઈ-ભાંડુંની સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બની શકો. જો કે અહી કેતુ-ચંદ્ર ગ્રહણ યોગની અસર ઉછીના વ્યવહારોથી દૂર રહેવાનુ સૂચવે છે. સપ્તાહના અંત ભાગમાં બારમા સ્થાન પરથી ચંદ્ર પસાર થતા વિવાદોથી દૂર રહેવાનું સૂચવી શકાય. અન્ય કોઈપણ વ્યક્તિની જામીન-ગેરેન્ટર બનવાથી બિલકુલ દૂર રહેવું. અન્ય કોઈના વિવાદોમાં મધ્યસ્થી બનીને સેવા કરવા જતા પહેલા તમામ બાબતોનો વિચાર કરીને આગળ વધવું.

Advertisement
Advertisement