Astrology

Capricorn

મક૨ : શે૨ સટ્ટા માટે અનુકુળ દિવસ, જન્મના ગ્રહો પ્રમાણે લાભાલાભ, ૨ોજિંદા કાર્યને વળગી ૨હેજો, કર્જ ન ક૨વું.

Taurus

વૃષભ : તમા૨ો આત્મવિશ્વાસ વધવાનો નોક૨ીમાં અનુકુળતા ૨હે, સાંજ પછીનો સમય વધુ લાભ ર્ક્તા ૨હે.

Aquarius

કુંભ : સ્વમાન જળવાઈ ૨હે, તે ૨ીતે બીજાની સાથેનો વહેવા૨ જરૂ૨ી, પ્રોપર્ટીના પ્રશ્નોમાં લાભ મળવાનો.

Gemini

મિથુન : અટક્તા કાર્યને વેગ મળવાનો, મિત્રો સાથે વ્યવસાયનું આયોજન થાય, શે૨ સટ્ટાથી દુ૨ ૨હેજો.

Libra

તુલા :  ફાઈનાન્સના પ્રશ્નો દુ૨ ક૨વાના પ્રયત્નો ફળવાના, સ્વાસ્થ્ય બાબત સુધા૨ો ૨હે, વિદેશ જવાની તક મળે.

Pisces

મીન : મહત્વની વ્યક્તિની મુલાકાત લાભદાયક ૨હેશે, પગા૨ વધા૨ો શક્ય બને, ૨ાજકીય લાભ મળે.

Virgo

કન્યા : નોક૨ીમાં મનગમતી જગ્યા મેળવશો, નવી ઓફ૨ આવે, સંતાનોની પ્રગતિ માટે શુભ દિવસ ૨હેવાનો.

Cancer

કર્ક : નિર્ણયો બાબત સર્તક્તા કેળવજો, નવી યોજનામાં કોઈની સલાહ લેજો, પરીવા૨ના સભ્યોને સહકા૨ દેજો.

Scorpio

વૃશ્ચિક : નવા સીમાચિન્હો પ્રાપ્ત ક૨વામાં સફળતા મેળવશો, નવી તક માટે સાચો સમય કર્જમાં ૨ાહત થવાની.

Aries

મેષ :  દિવસ દ૨મ્યાન આવક ર્ક્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન ૨ાખજો, નોક૨ીમાં ચીવટ ૨ાખવી, મિત્રોથી આર્થિક મદદ મળવાની.

Leo

સિંહ : માનસિક ટેન્સન દુ૨ થાય, જુના મિત્રોની મુલાકાત લાભદાયક ૨હે, આવકનું પ્રમાણ વધવાનું.

Sagittarius

ધન :  ૨ોજિંદા કાર્યમાં નવો ટ્રેડ બનાવવાની ઈચ્છા ફળવાની, અનજાન વ્યક્તિનો સહકા૨ ૨હે, યાત્રા પ્રવાસમાં લાભ.

Capricorn

મકર રાશિ જાતકો માટે ચતુર્થેશ મંગળ આ સપ્તાહ દરમિયાન તારીખ 20 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને આઠમા સ્થાનમાં પ્રવેશશે. મિલકતના વ્યવહાર ખાસ કરીને વિલ-વારસા તથા પૂર્વજોની મિલકત અંગેના વ્યવહારો ઉગ્રતાની નિવારીને ઠંડા દિમાગે કરવાનું સૂચન કરી શકાય છે. ભાગ્ય સ્થાનનો સ્વામી બુધ પણ તારીખ 25 જુલાઈથી સાતમા સ્થાનમાં પ્રવેશે છે. જીવનસાથી દ્વારા નવીન વિચારો પ્રાપ્ત થઇ શકે છે. વિવાહિત જાતકો માટે પસંદગીની યોગ્ય તકો ઉપલબ્ધ બને. દસમાં સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર વડીલોદ્વારા સહયોગ અપાવે. અગિયારમા સ્થાનમાં રહેલા કેતુ પરથી પસાર થનારો ચંદ્ર મિત્રોપર વધુ પડતો વિશ્વાસ રાખીને ચાલવાથી બચવાનું સૂચન કરે છે. બારમા સ્થાનમાં ચંદ્ર પરોપકાર તથા અન્ય લોકોને મદદરૂપ નિવડવાનીભાવનામાંવધારોઅપાવે. સપ્તાહના અંત ભાગમાં પ્રથમ સ્થાનમાં રહેલા શનિ પરથી પસાર થનારો ચંદ્રમનમાંનિરાશા જન્માવી શકે છે. આવા સમયે ઉત્સાહથી ભરપૂર બનીને કાર્ય તથા ધ્યેય પ્રત્યે એકાગ્રબનવું અનિવાર્ય બનશે.

Taurus

વૃષભ રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનનો સ્વામી મંગળ તારીખ 20 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને ચોથા સ્થાનમાં પ્રવેશી રહ્યો છે. અહીં ભાગીદારીમાં કોઇ મિલકત વિષયક કાર્ય તથા આયોજનો અધૂરા રહેલા હશે તો આગળ વધતા જણાશે. વિઘ્નને પાર કરીને સફળતા તરફ આગળ વધી શકો. ધન સ્થાનનો સ્વામી બુધ તારીખ 25 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને ત્રીજા સ્થાનમાં પ્રવેશી રહ્યો છે.સ્વપુરુષાર્થ તથા ગણતરી પૂર્વકના સાહસો અમલમાં મૂકી શકો. ત્રીજા સ્થાનનો સ્વામી સ્વામી ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં છઠ્ઠા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. મોસાળ પક્ષ સાથે મિલન-મુલાકાત શક્ય બને. સાતમા સ્થાનમાં રહેલા કેતુ પરથી ચંદ્ર પસાર થતા જીવનસાથી સાથે લેટ-ગો કરવાની ભાવના કેળવવી. નાની વાતોને મોટું સ્વરુપ આપવાથી બચવું. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ આઠમા તથા નવમા સ્થાન પરથી થશે. શારીરિક સ્વાસ્થ્યની જાળવણી ખુબ જ જરૂરી બને. ભોજનમાં ઠંડા તથા વાસી પદાર્થોથી બિલકુલ દૂર રહેવાનું સૂચવી શકાય.

Aquarius

કુંભ રાશિ જાતકોને ત્રીજા તથા દસમા સ્થાનનો સ્વામી મંગળ નવા સપ્તાહ દરમિયાન તારીખ 20 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને સાતમા સ્થાનમાં પ્રવેશતો હોવાથી કર્મસ્થાન બળવાન બનાવશે. સાહસવૃત્તિના વિકાસ દ્વારા વ્યવસાયિક ક્ષેત્રે નવી પ્રગતિની ઊંચાઈઓને સરકરી શકાય. માન સન્માન આદરમાં વધારો થઇ શકે. પાંચમા -આઠમાસ્થાનનો સ્વામી બુધ પણ રાશિ પરિવર્તન પામીને 25 જુલાઈથી છઠ્ઠા સ્થાનમાં પ્રવેશીને વિપરીત રાજયોગ રચીરહ્યો છે. અટકેલા ધનલાભ, ઉઘરાણીઓ, ઈન્સેન્ટિવ, કમિશન વગેરે પ્રાપ્ત થતા નાણાકીય લિકવિડીટીપામી શકો. નવમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર ધાર્મિકતામાં વધારો અપાવે. દશમેરહેલા કેતુ પરથી પસાર થનારો ચંદ્ર કર્મક્ષેત્રે આળસત્ય જવાનુંસૂચન કરે છે. અગિયારમા સ્થાનમાં ભ્રમણ કરતો ચંદ્ર સપ્તાહના મધ્યભાગ બાદ મિત્રો દ્વારા ઉચિત સહયોગ પ્રાપ્ત થઇ શકવાનું સૂચન કરે છે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બારમા સ્થાનમાં રહેલા વક્રી શનિપરથીથશે. અહીંબિનજરૂરી વિવાદોથી બિલકુલ દૂર રહેવું ઇચ્છનીય ગણાશે.

Gemini

મિથુન રાશિ જાતકો માટે અગિયારમાં સ્થાનનો સ્વામી મંગળ આ સપ્તાહ દરમિયાન તારીખ 20 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને ત્રીજા સ્થાનમાં પ્રવેશશે. અહીં લાભ પ્રાપ્તિ માટે સાહસિક વ્યવહારો ફળદાયી નિવડી શકે. આપનો રાશિપતિ બુધ પણ આ સપ્તાહ દરમિયાન તારીખ 25 જુલાઈથી બીજા સ્થાનમાં પ્રવેશશે. અર્થ પ્રાપ્તિના નવા દ્વારો ખૂલતા જણાય. વ્યક્તિત્વમાં પ્રભાવશાળીપણું વિકસતું જણાય. બીજા સ્થાનનો સ્વામી ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં પાંચમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. પ્રિયપાત્ર સાથે થયેલી ગેરસમજો દૂર થતાં મન હળવું બને. છઠ્ઠા સ્થાનમાં રહેલા કેતુ પરથી ચંદ્ર પસાર થતા ગ્રહણયોગની અસર રચાશે. જે વાઈરલ સ્વાસ્થ્ય વિષયક સમસ્યાઓ અંગે જાગૃતિ કેળવવાનું સુચવે છે. હરીફાઈ તથા પ્રતિસ્પર્ધામાં વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાનકારક નીવડી શકે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાન પરથી થશે. જાહેર મંચ- સભામાં માન-સન્માન પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. સપ્તાહના અંત ભાગમાં આઠમા સ્થાનમાં રહેલા શનિ પરથી ચંદ્ર પસાર થતા ગૂઢ આધ્યાત્મિક અનુભવોની પ્રાપ્તિ કરી શકો.

Libra

તુલા રાશિના જાતકોને નવા સપ્તાહ દરમિયાન ધનેશ સપ્તમેશ મંગળ તારીખ 20 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને અગિયારમા સ્થાનમાં પ્રવેશશે. જીવનસાથી દ્વારા ઉત્તમ સહકાર પ્રાપ્ત થઈ શકે. આર્થિક આયોજનો સફળતાપૂર્વક ઘડી શકો. લાંબા ગાળે નાણાકીયવળતર પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો તથા યોજનાઓ અમલમાં મૂકી શકાય. ભાગ્ય સ્થાનનો સ્વામી બુધ પણ આ સપ્તાહ દરમિયાન તારીખ 25 જુલાઈથીદસમા સ્થાનમાં પ્રવેશે છે. ભાગ્ય ઉન્નતિ માટે સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા મદદ પ્રાપ્ત થઈ શકે. જૂની ક્રેડિટ તથા નામના દ્વારા વ્યવસાયનો વિકાસ થઈ શકે. ચંદ્રનું પરિભ્રમણ સપ્તાહની શરૂઆતમાં પ્રથમ સ્થાનમાં થશે. અહીં વિચારોમાં ચંચળતા ત્યાગવી જરૂરી બનશે. ધન સ્થાનમાં રહેલા કેતુ પરથી પસાર થનારો ચંદ્ર વાણી પર સંયમ રાખવાનું સૂચવે છે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ત્રીજા સ્થાન પરથી થશે. નાનાભાઈ-ભાંડવોની સમસ્યાઓને સમજીને તેમને મદદ કરવાના પ્રયત્નો સફળ બને. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ચોથા સ્થાનમાં રહેલા શનિ પરથી થશે. અહીં કારણ વગર ઉદાસીનતા અનુભવી શકાય.

Pisces

મીન રાશિ જાતકોને નવા સપ્તાહ દરમિયાન ધનેશ ભાગ્યેશ મંગળ રાશિ પરિવર્તન પામીને 20 જુલાઈથી છઠ્ઠા સ્થાનમાં પ્રવેશીને નિર્બળ બની રહ્યો છે. આર્થિક આયોજન ખૂબ જ સમજપૂર્વક કરવા ઈચ્છનીય બને. ઝડપી પ્રગતિ પામવા માટે થઈને અયોગ્ય નિર્ણયન લેવાઈ જાય તે માટે જાગૃતિ તથા ધીરજ પૂર્વક વર્તન અને નિર્ણયો લેવા. ચતુર્થેશ સપ્તમેશ બુધ પણ નવા સપ્તાહ દરમિયાન તારીખ 25 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને પાંચમા સ્થાનમાં પ્રવેશી રહ્યો છે. જાહેર સભા, મંચ-મંડળ વગેરેમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરી શકાય. મિલકતના નફાકારક વ્યવહારો પાર પાડી શકાય. સપ્તાહની શરૂઆતમાં ચંદ્રનું પરિભ્રમણ આઠમા સ્થાન પરથીથતું હોવાથી આકસ્મિક ઘટના બાબતે સાવચેતી રાખવી. કેતુ પરથી પસાર થનારો ચંદ્ર મંદિર, ધર્મસ્થાન, તીર્થસ્થાનોની મુલાકાત અપાવી શકવામાં નિમિત બને. દસમાં સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર વડીલો દ્વારા ઉત્તમ સહકાર અપાવે. સપ્તાહના અંત ભાગમાં અગિયારમા સ્થાનમાં રહેલા વક્રી શનિ પરથી ચંદ્ર પસાર થશે. અહીં મિત્રો પર વધુ પડતો વિશ્વાસ રાખીને જોખમકારક વ્યવહારો કરવા નહીં.

Virgo

ક્ધયા રાશિ જાતકો માટે નવા સપ્તાહ દરમિયાન રાશિપતિબુધ તારીખ 25 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને અગિયારમા સ્થાનમાં પ્રવેશશે.અહીં સામાજિક સંપર્ક વર્તુળોમાં વિકાસ થતો અનુભવી શકો. ત્રીજા સ્થાનનો સ્વામી મંગળ આ સપ્તાહ દરમિયાન તારીખ 20 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને બારમા સ્થાનમાં પ્રવેશે છે. અહીં અવિચારી તથા ગણતરી બહારના સાહસો પર અંકુશ રાખવો જરૂરી બનશે. પાડોશીઓ સાથે બિનજરૂરી વિવાદો નિવારવા. કોઇ પણ પ્રકારના એગ્રીમેન્ટમાં સમજ્યા વગર સહી કરવાથી બચવું. ચંદ્રનું પરિભ્રમણ સપ્તાહની શરૂઆતમાં ધન સ્થાન પરથી થશે.અહીં અટકેલી ઉઘરાણી પ્રાપ્ત થતી જણાઈ શકે છે. મિત્રો થકી ધનલાભ પ્રાપ્ત થઈ શકે. ત્રીજા સ્થાનમાં રહેલા કેતુ પરથી પસાર થનારો ચંદ્રઆળસત્યજવાનુંસૂચન કરે છે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણ ચોથા સ્થાન પરથી થશે. માતૃ પક્ષ દ્વારા સહકાર પ્રાપ્ત કરી શકાય. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ પાંચમા સ્થાનમાં રહેલા વક્રી શનિ પરથી થશે. અહીં સંતાનોની સમસ્યાને સમજીને ગંભીરતાપૂર્વક ઉકેલવાનો પ્રયત્ન કરવો. શેરબજારમાં સમજપૂર્વકના વ્યવહારો કરવા જરૂરી બનશે.

Cancer

કર્ક રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં પંચમેશ કર્મેશ યોગકારક મંગળ તારીખ 20 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને બીજા સ્થાનમાં પ્રવેશે છે. અહી કર્મક્ષેત્રે વિશેષ પ્રગતિ પ્રાપ્ત કરવાની તકો વધતી જણાય. વકૃત્વ ક્ષમતામાં વધારો કરી શકો. તેમ છતાં આપની વાણીમાં ઉગ્રતાનું પ્રમાણ અંકુશમાં રાખવું ઇચ્છનીય બનશે. ત્રીજા સ્થાનનો સ્વામી બુધ પણ તારીખ 25 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને પ્રથમ સ્થાનમાં પ્રવેશશે. અહીં સ્વપરાક્રમ દ્વારા ઉન્નતિ પ્રાપ્ત કરવાના પ્રયત્નો સફળ નીવડતા જણાય. પાડોશીઓ સાથેની ગેરસમજ દૂર થઈ શકે. પ્રથમ સ્થાનનો અધિપતિ ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં ચોથા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યો છે.વતનની મુલાકાત સંભવ બની શકે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનઉભ્રમણ પાંચમા સ્થાનમાં રહેલા કેતુ પરથી થશે. અહીં ગ્રહણ યોગની અસર સંતાનો સાથે વિવાદનિવારીને સંયમપૂર્વકવર્તવાનું સૂચવે છે. છઠ્ઠા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર હરીફાઈમાં વિજય અપાવી શકે. સપ્તાહના અંત ભાગમાં સાતમા સ્થાનમાં રહેલા વક્રી શનિ પરથી ચંદ્ર પસાર થતા ભાગીદારો સાથે સ્પષ્ટતાપૂર્વક વર્તવાનું સૂચવી શકાય.

Scorpio

વૃશ્ચિક રાશિના જાતકોને નવા સપ્તાહ દરમિયાન પ્રથમ સ્થાનનો અધિપતિ - રાશિપતિ મંગળ તારીખ 20 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને દસમા સ્થાનમાં પ્રવેશશે. અહીં સ્ફૂર્તિ ઉત્સાહમાં વધારો અનુભવી શકો. કર્મક્ષેત્રે સ્ટેમિના પૂર્વક કાર્ય કરવાથી કર્મસ્થળે માન-સન્માનમાં વધારો પ્રાપ્ત કરી શકાય. લાભ સ્થાનનો સ્વામી બુધ પણ આ સપ્તાહ દરમિયાન તારીખ 25 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને નવમા સ્થાનમાં પ્રવેશે છે. પ્રગતિ માટેના પ્રયત્નો તથા ગણતરીઓમાં સફળતા મેળવી શકો. ભાગ્યેશચંદ્ર સપ્તાહની શરૂઆતમાં બારમા સ્થાન પરથીપસાર થઇ રહ્યો છે. નાની મુસાફરીની શકયતાજણાય શકે. પ્રથમ સ્થાનમાં રહેલા કેતુ પરથી પસાર થતો ચંદ્ર વિચારોમાં ચંચળતા આપીકે. ધન સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર સૌમ્ય વાણી દ્વારા લોકો સાથેના સંબંધો મજબૂત બનાવવામાં નિમિત બને. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ત્રીજા સ્થાનમાં રહેલા વક્રી શનિ પરથી થશે. અહીં કોઈપણ કોન્ટ્રાક્ટમાં સહી કરીને બંધાતા પૂર્વે ખૂબ જ કાળજી રાખવી ઇચ્છનીય ગણાશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો વિવાદરહિતરાખવાનો પ્રયત્ન કરવો ઇચ્છનીય ગણાશે.

Aries

મેષ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ચોથા સ્થાનનો સ્વામી ચંદ્ર સ્વગૃહી બળવાન થઈને પરિભ્રમણ કરી રહ્યો છે. અહીં લક્ષ્મીયોગની અસર મિલકત ક્ષેત્રે ધન પ્રાપ્તિ તથા લાભદાયક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. ધન સ્થાનઅનેસાતમાસ્થાનનો અધિપતિ શુક્ર આ સપ્તાહ દરમિયાન તારીખ 17 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને પાંચમા સ્થાનમાં પ્રવેશે છે. પ્રણય પ્રસંગોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે. વિદ્યાર્થીઓને તેમની અભ્યાસમાં કરેલી મહેનતનું ફળ પ્રાપ્ત થતું જણાય. પાંચમા સ્થાનનો સ્વામી સૂર્ય આ સપ્તાહ દરમિયાન તારીખ 16 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને ચોથા સ્થાનમાં પ્રવેશેછે. શેરબજાર કે અન્ય કોઈ જોખમ કારક સ્ત્રોતમાં નાણાં રોકવાથી બચવું. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ પાંચમા સ્થાન પરથી થશે. આકસ્મિક ધનલાભની શક્યતા દર્શાવી શકાય. છઠ્ઠા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર મોસાળપક્ષ સાથે મિલન-મુલાકાત અપાવી શકે. સપ્તાહના અંત ભાગમાં સાતમા સ્થાનમાં ચંદ્ર હર્ષલ સાથે પ્રતિયુતિમાં હોવાથી જાહેર જીવનમાં આચાર વ્યવહારમાં જાગૃત રહેવાનું સૂચવી શકાય.

Leo

સિંહ રાશિના જાતકોને નવા સપ્તાહ દરમિયાન ચતુર્થેશ ભાગ્યેશ યોગકારક મંગળ તારીખ 20 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને પ્રથમ સ્થાનમાં પ્રવેશી રહ્યો છે. ભાગ્ય ઉન્નતિ માટે નવીન તકો ઝડપી શકો. જમીન-મકાન , વાહન , મિલકતને લગતા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ બનાવી શકો. ધનેશ લાભેશ બુધ પણ તારીખ 25 જુલાઈથી બારમે પ્રવેશ કરી રહ્યો છે. અહીં આર્થિક આયોજન સમજપૂર્વક કરવું ઇચ્છનીય ગણાય. ખર્ચ પર સંયમ રાખવો જરૂરી બને. વિશ્વાસે નાણાકીય રોકાણ કે ઉછીના આપવાનું કાર્ય કરવાથી દૂર રહેવું. બારમા સ્થાનનો સ્વામી ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં ત્રીજા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. સ્ટેમિના-કાર્યક્ષમતામાં વધારો અનુભવી શકો. ચોથા સ્થાનમાં રહેલા કેતુ પરથી ચંદ્ર પસાર થતાં માનસિક તણાવમાં વધારો અનુભવી શકાય. જવાબદારી તથા કાર્યભારમાં વધારો પ્રાપ્ત થઇ શકે છે. પાંચમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર સપ્તાહના મધ્યભાગ બાદ પ્રિયપાત્ર સાથે આનંદદાયક સમય વિતાવવા માટે નિમિત્ત બની શકે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ છઠ્ઠા સ્થાનમાં રહેલા વક્રી શનિ પરથીથશે. મોસાળ પક્ષ સાથે ચોખવટ પૂર્વકના વ્યવહારો રાખવા ઇચ્છનીય ગણાશે.

Sagittarius

ધનરાશિ જાતકોને નવા સપ્તાહ દરમિયાન પાંચમા સ્થાનનો સ્વામી મંગળ તારીખ 20 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને નવમા સ્થાનમાં પ્રવેશે છે. અહીં શુભ ગોચર ભ્રમણ કરતો મંગળ શેરબજાર દ્વારા અથવા અન્ય કોઈ સ્ત્રોત દ્વારા આકસ્મિક નાણાકીય લાભ આપી શકે છે. મિત્રો દ્વારા ઇચ્છિત સાથ સહકાર પ્રાપ્ત કરી શકો. સપ્તમેશ કર્મેશ બુધ પણ આ સપ્તાહ દરમિયાન તારીખ 25 જુલાઈથી રાશિ પરિવર્તન પામીને આઠમા સ્થાનમાં પ્રવેશે છે. દાંપત્યજીવનમાં નાની નાની બાબતોમાં જતું કરવાનું વલણ અપનાવવું. કર્મક્ષેત્રે પ્રતિષ્ઠા ખરડાઇ તેવા કોઈપણ કાર્ય કરવાથી દૂર રહેવું. સપ્તાહની શરૂઆતમાં અગિયારમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર મિત્રો સાથે મળીને કોઈ આયોજન ગોઠવવાનું સૂચવી રહ્યો છે. બારમા સ્થાનમાં રહેલા કેતુ પરથી પસાર થનારો ચંદ્ર અન્યના વિવાદોમાં વચ્ચે ન પડવાનું સૂચવેછે. સપ્તાહના મધ્યભાગમાં પ્રથમ સ્થાનમાં ચંદ્ર માનસિક રાહત અપાવી શકે. સપ્તાહના અંત ભાગમાં બીજા સ્થાનમાં વિષયોગની અસર કરનારો ચંદ્ર વાણી પર સંયમ રાખવાનુંતથાઆર્થિક આયોજન મજબૂત બનાવવાનું સુચવે છે.

Advertisement