Astrology

Capricorn

મક૨ : આપને સંતાનોની સગાઈ લગ્નના કાર્યમાં અનુકુળતા ૨હેવાની છે, અનજાન વ્યક્તિઓથી પણ લાભ થઈ શકે છે.

Taurus

વૃષભ : આપને વીલ વા૨સાના પ્રશ્ર્નોને લઈને અનુકુળતા ૨હેવાની નોક૨ીમાં કાર્યભા૨ ૨હેશે, પ્રવાસમાં લાભ ૨હેવાનો.

Aquarius

કુંભ : આપને ભૌતિક સુખની લાલચથી દુ૨ ૨હેજો, વાણી વર્તન ઉપ૨ કાબુ ૨ાખવો જરૂ૨ી, બીજાના કાર્યમાં દખલ ન ક૨વી.

Gemini

મિથુન : આપને ૨ાજકા૨ણમાં અનુકુળતા જોવા મળે, ભાઈ બહેનો સાથે સુમેળ વધવાનું આયોજન થવાનું.

Libra

તુલા : આપને નવી જવાબદા૨ીઓ લેવા બાબત સમજદા૨ી કેળવજો તમા૨ા લક્ષ્યને વળગી ૨હેજો, પ્રવાસ થાય.

Pisces

મીન : આપને જુના કર્જના કોઈ પ્રશ્નો હશે તો તેનો ઉકેલ આવી શકે છે, ૨ાજકીય લાભ મળે, વડીલોનો સહકા૨ ૨હે.

Virgo

કન્યા : આપને વિદેશ સાથેના બીઝનેશની ઈચ્છા ફળવાની આવક ક૨તા ખર્ચ ન વધે તેનું ધ્યાન ૨ાખજો.

Cancer

કર્ક : આપને જુના મિત્રોની મુલાકાત થાય જેનાથી તમા૨ો ઉત્સાહ વધવાનો, નોક૨ીની ઓફ૨ પણ આવે.

Scorpio

વૃશ્ચીક : આપને મકાનના પ્રશ્નો હલ થઈ શકે છે, નબળી વાતો સાંભળવાથી ચર્ચા ક૨વાથી દુ૨ ૨હેવાની સલાહ છે.

Aries

મેષ : આપને સાહસ ક૨વાની તક મળવાની નોક૨ીમાં અનુકુળતા જોવા મળે, પરીવા૨નો સહકા૨ સા૨ો ૨હેશે.

Leo

સિંહ : આપને ઈલેકટ્રોનિક ટેકનીકલ લાઈનમાં સફળતા મળવાની, આવક વધા૨વાના નવા પ્રયત્નો ક૨વા પડશે.

Sagittarius

ધન : આપને હેલ્થના પ્રશ્નોના ૨ાહત થવાની છે. દવા અને કોઈને પ્રાર્થના લાભદાયક ૨હે, માતાનો સહકા૨ ૨હે.

Capricorn

મકર રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનનો અધિપતિ ચંદ્ર ત્રીજા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. જીવનસાથીના સહકાર દ્વારા આપના કાર્યક્ષેત્રના કાર્યો સરળ બનતાં જણાય. પાડોશીઓ દ્વારા ઉત્તમ સાથ પ્રાપ્ત થતો લાગે.સપ્તાહના મધ્યભાગમાંમેષ રાશિ પરથી પસાર થતો ચંદ્ર ચોથા સ્થાનમાં રહેલા હર્ષલ સાથે યુતિમાં આવશે. અહીં માઇન્ડ વિવરિંગ પર અંકુશ કેળવવું જરૂરી બને.અહીં ચતુર્થેશ-લાભેશ મંગળ તારીખ 21 થીરાશિ પરિવર્તન પામીનેકર્મસ્થાનમાં પ્રવેશશે.વતનના અધૂરા રહેલા કોઈપણ કાર્ય પ્રતિષ્ઠિત વ્યક્તિના સંપર્ક દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરી શકો. કાર્યસ્થળે મન સન્માનમાં વધારો થઈ શકે.સપ્તાહના અંતભાગમાં પાંચમે રહેલા રાહુ પરથી ચંદ્ર પસાર થતાસંતાનોની સમસ્યાના ઉકેલ માટે દોડધામ ઉદ્દભવી શકે. તારીખ 18 થી ગુરુ આપની રાશિમાં માર્ગી ભ્રમણ શરૂ કરશે. વ્યવહારકુશળતા દ્વારા સામાજિક પ્રગતિ પામી શકાય. સુગર , રક્તચાપની તકલીફ ધરાવતા જાતકને કઇંક અંશે તબિયતમાં રાહત અનુભવી શકાય.

Taurus

વૃષભ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ત્રીજા સ્થાનનો અધિપતિ ચંદ્ર અગિયારમા સ્થાન પરથી ભ્રમણ કરી રહ્યો છે. મિત્રોના સાનુકૂળ વ્યવહારથી મન હર્ષ અનુભવે. આ સપ્તાહ દરમિયાન તારીખ 21 થી સાતમા-બારમા સ્થાનનો સ્વામી મંગળ રાશિ પરિવર્તન પામીને છઠ્ઠા સ્થાનમાં પ્રવેશે છે.અહી વિપરિત રાજયોગની અસર ઉત્પન્ન થશે. ધંધા વ્યવસાયમાં ભાગીદારીના સૂચનો ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવા ઇચ્છનીય ગણાય.સપ્તાહના મધ્યભાગમાં મેષ રાશિ પરથી પસાર થતો ચંદ્ર બારમાં સ્થાનમાં હર્ષલ પરથી પસાર થશે. પાડોશીઓ સાથેના સંબંધો સાચવવા જતા આર્થિક રીતે થોડું ઘસાવવું પડી શકે.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનુંભ્રમણ વૃષભ રાશિ પરથી થશે. અહીં રાહુસાથે ચંદ્રનું કોમ્બિનેશન સ્વભાવમાં લાગણીશીલતામાં વધારો આપે.તારીખ 18 થીલાભેશ ગુરુ નવમે માર્ગી ભ્રમણ શરૂ કરશે. જૂની ઉઘરાણીઓ છૂટથી જણાય. શેરબજાર કે અન્ય કોઈ જગ્યાએ બ્લોક થયેલા નાણાં ઉચિત વળતર સાથે પ્રાપ્ત કરી શકાય.

Aquarius

કુંભ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં છઠ્ઠા સ્થાનનો સ્વામી ચંદ્ર બીજા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. અહીં દિનચર્યામાં ભોજનમાં પૂરતી પરેજી રાખવાનું સૂચવી શકાય.સપ્તાહના મધ્યભાગમાંમેષ રાશિ પરથી પસાર થતો ચંદ્ર ત્રીજા સ્થાનમાં હર્ષલ પરથી પસાર થશે. કોઈપણ કાનૂનિ કે સરકારી ડોક્યુમેન્ટમાં સાવચેતી પૂર્વક સહી કરવી. આ સપ્તાહ દરમિયાન તારીખ 21 થી ત્રીજા તથા દસમા સ્થાનનો સ્વામી મંગળ રાશિ પરિવર્તન પામીને ભાગ્યસ્થાનમાં પ્રવેશશે.કાર્યક્ષેત્રે કરેલા પ્રયત્નોના પરિણામ સ્વરૂપ અર્થ પ્રાપ્તિ શક્ય બનતી જણાય.સપ્તાહના અંતભાગમાં ચોથે રહેલા રાહુ પરથી ચંદ્રનું ભ્રમણ અધૂરા રહેલા મિલકતના કાર્યો પૂર્ણ કરવામાં બિનજરૂરી ઉતાવળ નિવારવાનું સુચન કરે છે.તારીખ 18 થી ધનેશ-લાભેશ ગુરુ બારમે માર્ગી ભ્રમણ શરૂ કરશે. સત્કર્મ-પરોપકાર,શુભ માર્ગે આર્થિક યોગદાન આપી શકો. વડીલો-સંતોના આશીર્વાદને પાત્ર બની શકાય.

Gemini

મિથુન રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં ધન સ્થાનનો અધિપતિ ચંદ્ર દસમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. કર્મક્ષેત્રે કોઈ નવું આયોજન ગોઠવવાનો પ્રયત્ન કરી શકો છો. જેમાં પરિવારના સભ્યોનું નોંધપાત્ર યોગદાન પ્રાપ્ત થતું જણાય. લાભેશ મંગળ તારીખ 21 થી રાશિ પરિવર્તન પામીને પંચમસ્થાનમાં પ્રવેશશે. અટકેલા નાણાંકીય લાભો, કમિશન, ઇન્સેંટિવ કે ઉછીના આપેલા નાણાં પરત મેળવી શકો.અહીં તારીખ 18 થી સપ્તમેશ-કર્મેશ ગુરુ માર્ગી ભ્રમણ શરૂ કરશે. દાંપત્યજીવનમાં ગેરસમજ દૂર થતાં મન હળવું બને.સપ્તાહના મધ્યભાગમાંમેષ રાશિ પરથી પસાર થતો ચંદ્ર અગિયારમા સ્થાનમાં હર્ષલ પરથી પસાર થશે. શેરબજારમાં ઉતાવળમાં ભૂલ ભરેલું રોકાણ ન થઈ જાય તે માટે જાગૃત રહેવું.સપ્તાહના અંત ભાગમાંબારમા સ્થાન પરથી રાહુ સાથે રહીને ચંદ્ર ભ્રમણ કરશે.અહી પરોપકાર તથા ધાર્મિક કાર્યમાં રસ રુચિવધતી જણાય.

Libra

તુલા રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં દસમા સ્થાનનો સ્વામી ચંદ્ર છઠ્ઠા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. વ્યવસાય તથા નોકરીમાં હરીફો તથા પ્રતિસ્પર્ધીઓથી જરૂરી સાવચેતી કેળવવી.કોમ્પિટિશનમાં આગળ રહેવા માટે કંઈક વિશેષ પ્રયત્નની આવશ્યકતા જણાઈ રહી છે.સપ્તાહના મધ્યભાગમાંમેષ રાશિ પરથી પસાર થતો ચંદ્ર હર્ષલ સાથે યુતિમાં આવશે.અહી સાતમું સ્થાન નિર્બળ બનતા દાંપત્યજીવનમાં ખટરાગ ઉત્પન્ન થઇ શકે છે. તો આવા સમયે નાની બાબતોમાં જતું કરીને મન હળવું રાખવાનો પ્રયત્ન કરવો. આ સપ્તાહ દરમિયાન તારીખ 21થી ધનેશ-સપ્તમેશ મંગળ રાશિ પરિવર્તન પામીને આપની રાશિમાં પ્રવેશશે.અવિવાહિતો માટે સગપણ સંબંધી કાર્યો માટે સાનુકૂળતા જણાય. સપ્તાહના અંતભાગમાં આઠમે રહેલા રાહુ પરથી ચંદ્ર પસાર થશે. વાહન-પશુથી સાવચેતી અનિવાર્ય બને. તારીખ 18 થી ગુરુ માર્ગી ભ્રમણ શરૂ કરશે. અટકેલાં દસ્તાવેજી કાર્યો આગળ વધારી શકો.ભૌતિક સુખ-સગવડ તથા આનંદપ્રમોદમાં સમય વિતાવવાની તક મળી શકે.

Pisces

મીન રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં પાંચમા સ્થાનનો અધિપતિ ચંદ્ર આપની રાશિ પરથી પ્રથમ સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. વ્યક્તિત્વ વિકાસ કરી શકો છો. કોઈ પણ બાબત અંગે નવીનતાથી કાર્ય કરવાનો તથા કાર્યપધ્ધતિમાં કંઈક યુનિકને સલાવવાના વિચારો મનમાં ઉદભવી શકે. લેખન તથા સર્જન કાર્યમાં આપના કૌશલ્યનો યોગ્ય ઉપયોગ કરી શકો.સપ્તાહના મધ્યભાગમાં પરિવાર સ્થાનમાં રહેલા હર્ષલ પરથી ચંદ્ર પસાર થશે. અહીં આર્થિક આયોજન જરૂરી બનશે.પરિવારમાં કોઈ પણ બાબતને લઇને ગેરસમજ ન વર્તાય તે માટે જરૂરી સાવચેતી રાખવી ઇચ્છનીય બનશે. આ સપ્તાહ દરમ્યાન તારીખ 21 થીધનેશ-ભાગ્યેશ મંગળ રાશિ પરિવર્તન પામીને આઠમા સ્થાનમાં પ્રવેશે છે. જે કર્મક્ષેત્રે વિકાસમાં નવી તક અપાવી શકે.સપના અંતભાગમાં ત્રીજા સ્થાનમાં રહેલા રાહુ પરથી ચંદ્ર ભ્રમણ શુભ પુરવાર થાય. નાની-મોટી મુસાફરી-યાત્રા લાભદાયક નિવડે.તારીખ 18 થી આપનો રાશિપતિ ગુરુ માર્ગી ભ્રમણ શરૂ કરશે. બુદ્ધિક્ષમતા-વ્યક્તિત્વમાં સુધારો લાવી શકાય.

Virgo

ક્ધયા રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં લાભ સ્થાનનો સ્વામી ચંદ્ર સાતમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે.દાંપત્ય જીવનમાં એકંદરે અનુકુળ માહોલ રહે. તારીખ 21 થી ત્રીજા તથા આઠમા સ્થાનનો સ્વામી મંગળ રાશિ પરિવર્તન પામીને આપની કુંડળીના બીજા સ્થાનમાં પ્રવેશશે. અહીં મંગળનાં ભ્રમણ દરમિયાન નવી ભાગીદારી રચવા અંગે થોડું થોભી જવું. પારિવારિક સાથ સહકાર પ્રાપ્ત કરી શકો. સપ્તાહના મધ્યભાગમાં મેષ રાશિ પરથી પસાર થતો મંગળ આઠમા સ્થાનમાં હર્ષલ સાથે કોમ્બિનેશનમાં આવશે. આકસ્મિક બનાવોથી સાવચેતી કેળવવી જરૂરી બને. વાહન ચલાવવામાં તથા વિદ્યુતના ઉપકરણો ઓપરેટ કરતા સમયે જરૂરી તકેદારી કેળવવી.સપ્તાહના અંત ભાગમાંચંદ્ર નવમા સ્થાનમાં રાહુ પરથી પસાર થશે. ધાર્મિક અધૂરી રહેલી માનતાઓ પૂરી કરી શકો.પૂજા-પાઠ તથા માંગલિક કાર્ય શક્ય બને.તારીખ 18 થી ગુરુ માર્ગી ભ્રમણ શરૂ કરશે.વ્યવસાય તથા કર્મ ક્ષેત્રે નવા વિચારો દ્વારા ધનલાભ પામવાનો પ્રયાસ કરી શકો.

Cancer

કર્ક રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં રાશિપતિ ચંદ્ર ધર્મસ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યો છે.ધાર્મિક બાબતો તરફ રસ-રુચિ વધતાં જણાય.તીર્થ સ્થાન કે દેવ સ્થાનની મુલાકાત શક્ય બને. સપ્તાહના મધ્યભાગમાંમેષ રાશિ પરથી પસાર થતો ચંદ્ર દસમા સ્થાનમાં હર્ષલ પરથી પસાર થશે.પિતા તથા વડીલ વર્ગ સાથે મર્યાદાપૂર્વક તથા વિવેકપૂર્ણ રીતે વર્તવું. આ સપ્તાહ દરમિયાન તારીખ 21 થીપંચમેશ-કર્મેશ યોગકારક મંગળ રાશિ પરિવર્તન પામીને મિલકત સ્થાનમાં પ્રવેશશે. ભાગ્ય ઉન્નતિ માટે વિશેષ તક પ્રાપ્ત થાય.ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનુંફળ પ્રાપ્ત કરી શકો.મિલકતના નફાકારક વ્યવહારોશક્ય બને. આ સપ્તાહ દરમિયાન તારીખ 18 થી ભાગ્યેશ ગુરુ માર્ગી ભ્રમણ શરૂ કરશે. આવક-ખર્ચનું યોગ્ય બજેટ ગોઠવી શકો.સપ્તાહના અંતભાગમાં રાશિ સ્વામિ ચંદ્ર અગિયારમા સ્થાનમાં રહેલા રાહુ પરથી પસાર થશે. પ્રણય પ્રસંગોમાં વ્યર્થ વિવાદ ઊભો કરવાથી બચવું. મોટાભાઈનો સહયોગ પ્રાપ્ત થઈ શકે.

Scorpio

વૃશ્ચિક રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ભાગ્ય સ્થાનનો સ્વામી ચંદ્ર પાંચમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. અહીં સંતાનોની લાઈફસ્ટાઈલમાં સુધારો લાવવા માટેના પ્રયત્નો તથા પરિશ્રમ સાર્થક નિવડતા જણાય.સપ્તાહના મધ્યભાગમાંમેષ રાશિ પરથી પસાર થતો ચંદ્ર છઠ્ઠા સ્થાનમાં રહેલા હર્ષલ સાથે યુતિમાં આવશે. મોસાળ પક્ષ સાથેના વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવી. આ સપ્તાહ દરમિયાન આપનો રાશિપતિ મંગળ તારીખ 21 થી રાશિ પરિવર્તન પામીને બારમા સ્થાનમાં તુલા રાશિમાં પ્રવેશશે. હ્રદય, રક્ત કે પેટના દર્દોને લગતી જૂની સમસ્યા ધરાવતા જાતકોએથોડો સમય વિશેષ કાળજી રાખવી. તારીખ 18 થી ધનેશ ગુરુ ત્રીજે માર્ગી ભ્રમણ શરૂ કરશે. લેખકો,કવિ,પત્રકારો વગેરે જાતકોને સુંદર સમય પ્રાપ્ત થઈ શકે. સપ્તાહના અંતભાગમાં ચંદ્રનું ભ્રમણ સાતમા સ્થાન પરથી થશે.અહીં ચંદ્ર રાહુની યુતિ સામાજિક બાબતોમાં કુનેહપૂર્વક વર્તવાનું સૂચવે છે. નવી ભાગીદારી હાલમાં મુલતવી રાખવી.

Aries

મેષ રાશિના જાતકોને નવા સપ્તાહમાં તારીખ 21 થી રાશિપતિ મંગળ રાશિ પરિવર્તન પામીને સાતમા સ્થાનમાં પ્રવેશશે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો જણાય. ગરમી જન્ય દર્દો કે નાની મોટી શસ્ત્રક્રિયા કરાવેલ જાતકો રાહત પ્રાપ્ત કરી શકે.મંગળની ચોથી દ્રષ્ટિથી કર્મસ્થાન બળ પ્રાપ્ત કરશે. પરંતુ આઠમી દ્રષ્ટિ રાહુ પર હોવાથી બોલવા-ચાલવામાં સંયમ રાખવો હિતાવહ ગણાય. સપ્તાહની શરૂઆતમાં ચોથા સ્થાનનો અધિપતિ ચંદ્ર બારમે પરિભ્રમણ કરી રહ્યો છે. વિચારોને અંકુશમાં રાખીને કોઈ એક કાર્ય પ્રત્યે મન કેન્દ્રિત કરવું.સપ્તાહના મધ્યભાગમાં મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ હર્ષલ પરથી થતા સ્વભાવમાં ઉશ્કેરાટ અનુભવી શકાય.સપ્તાહના અંત ભાગમાંચંદ્રનું ભ્રમણ બીજે રહેલા રાહુ પરથી થશે.ભોજનમાં સાવચેતી રાખવી. તારીખ 18 થીભાગ્યેશ ગુરુ માર્ગી ભ્રમણ શરૂ કરશે. સર્વિસમાં કાર્યની કદર થતી જણાય. વ્યવસાયમાં પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે તેવું કોઈ કાર્ય સંપન્ન કરી શકાય.

Leo

નવા સપ્તાહની શરૂઆતમાં સિંહ રાશિના જાતકોને બારમા સ્થાનનો અધિપતિ ચંદ્ર આઠમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. અહી વિપરીત રાજયોગ રચતો ચંદ્ર પ્રતિસ્પર્ધા તથા કોઈ પણ પ્રકારના કાનૂની વિવાદમાં સફળતા અપાવી શકે છે.સપ્તાહના મધ્યભાગમાંમેષ રાશિમાં ભ્રમણ દરમિયાન ચંદ્ર હર્ષલ પરથી પસાર થશે. અહીં ઝડપી પ્રગતિ માટે કોઈ વધુ પડતા ઉતાવળિયા નિર્ણય ન લેવાય કે આંધળું સાહસ ન કરી બેસો તે અંગે કાળજી રાખવી.આ સપ્તાહ દરમિયાન તારીખ 21 થીચતુર્થેશ-ભાગ્યેશ યોગકારક મંગળ રાશિ પરિવર્તન પામીને ત્રીજા સ્થાનમાં તુલા રાશિમાં પ્રવેશશે. આપની કાર્યપૂર્તિઆડે આવેલાઅવરોધ પાર કરી સફળતા તરફ આગળ વધી શકાય.સપ્તાહના અંતભાગમાં ચંદ્રનું ભ્રમણ દશમા સ્થાનમાં રહેલા રાહુ ઉપરથી થશે.જે મિલકત વિષયક કાર્યોઅંગે સફળતા આપી શકે.રિનોવેશન-રિપેરીંગ જેવા અધૂરા રહેલા કાર્યો આગળ વધતા જણાય.તારીખ 18 થી ગુરુ માર્ગી ભ્રમણ શરૂ કરશે. હરીફોથી વિજય પ્રાપ્ત થઈ શકે.

Sagittarius

ધન રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં આઠમા સ્થાનનો અધિપતિ ચંદ્ર ચોથા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. વાહન તથા મિલકત વિષય કોઈ પણ અધૂરા કાર્યોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી શકશો. આવા સમયે કોઈ વ્યક્તિની મદદ પ્રાપ્ત થતાં કાર્ય સરળ બનતું જણાશે.સપ્તાહના મધ્યભાગમાંમેષ રાશિ પરથી પસાર થતો ચંદ્ર હર્ષલ સાથે કોમ્બિનેશનમાં આવશે. પ્રિયપાત્ર સાથેના વ્યવહારોમાં આક્રોશપૂર્ણ વ્યવહારકરવાથી દૂર રહેવું. આ સપ્તાહ દરમિયાન તારીખ 21 થી પાંચમા સ્થાનનો અધિપતિ મંગળ રાશિ પરિવર્તન પામીને આગિયારમાં સ્થાનમાં પ્રવેશશે.શેરબજાર કે ફંડમાં નિવેશ કરીને લાંબા ગાળાના મૂડી રોકાણનું આયોજન સફળ બનાવી શકો.તારીખ 18 થી આપનો રાશિપતિ ગુરુ માર્ગી ભ્રમણ શરૂ કરશે.ભોજનમાં ગળ્યા પદાર્થોના અતિરેકથી બચવું. સપ્તાહના અંત ભાગમાં છઠ્ઠા સ્થાનમાંથી ભ્રમણ કરતો ચંદ્ર રાહુ સાથે યુતિમાં આવશે. જાહેર જીવનમાં વાણી-વર્તનમાં જાગૃતતા પૂર્વક વર્તવું જરૂરી બનશે.

Advertisement
Advertisement