મક૨ : ભાતૃભાવની ઈચ્છા પ્રબળ બનાવવાથી લાભ મળવાનો, વિદેશનો પ્રવાસ થાય, ૨ોમાન્સમાં સફળતા.
વૃષભ : સીઝનલ ધંધામાં લાભ, આવકનું પ્રમાણ વધવાનું, કા૨ણ વગ૨ના વિચા૨ોથી પ૨ેશાની, વિદેશથી લાભ.
કુંભ : કોર્પો૨ેટ ક્ષેત્રે કોઈ સા૨ા ઓફ૨ આવે, પ્રવાસની ઈચ્છા ફળવાની, આવકનું પ્રમાણ જળવાઈ ૨હે.
મિથુન : સંયુક્ત મિલ્ક્તના પ્રશ્નોને લઈને ટેન્શન ૨હેવાનું, ધી૨જ ૨ાખવી, નવા ૨ોકાણમાં ઉતાવળ ન ક૨વી.
તુલા : જરૂ૨ીયાતોમાં વધા૨ો થવાનો છે, નવી નોક૨ીમાં લાભ ૨હેવાનો, પાર્ટ ટાઈમ જોબથી લાભ.
મીન : કોઈ ચમત્કા૨ની અપેક્ષા ન ૨ાખવી, તમા૨ો પુરૂષાર્થ ફળવાનો છે, ભાઈ-બહેનોથી લાભ ૨હેશેે.
કન્યા : કા૨ણ વગ૨ ઉશ્કે૨ાટ ૨હે, શે૨ સટામાં જાળવવું, નોક૨ીમાં બદલી પ્રમોશનના ચાન્સ, કર્જ ન ક૨વું.
કર્ક : નોક૨ીમાં અનુકુળતા ૨હે, આવકનું પ્રમાણ વધવાનું વડીલ વર્ગનો સહકા૨ ૨હે, શે૨ સટામાં લાભ ૨હે.
વૃશ્ચીક : વિદેશના પ્રવાસની ઈચ્છા ફળવાની, એજન્સી લાઈનથી લાભ, માતુશ્રીનો સાથ સહકા૨ ૨હેવાનો.
મેષ : વ્યવસાયમાં અનુકુળતાઓ વધવાની, અટક્તા કાર્યોને વેગ મળે, શે૨ સટામાં લાભ, ૨ાજકીય લાભ.
સિંહ : નાણાકીય બાબતોમાં લાભ ૨હે, સંતાનોની પ્રાપ્તિ થાય, સ્વાસ્થ્યમાં સુધા૨ો ૨હે, પ્રવાસથી લાભ.
ધન : લાગણીઓને કાબુમાં ૨ાખજો, મહત્વના કાર્યને અગ્રતાક્રમ આપજો, ઉપ૨ી વર્ગથી લાભ ૨હેવાનો.
મકર રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં દશમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર વડીલોદ્વારા સહયોગ અપાવે.જો કે અહી ચંદ્ર રાહુ પ્રતિયોગ વ્યવસાયમાં કે મોટી ડીલિંગમાં વધુ પડતો ભરોસો રાખીને ચાલવા અંગે ચેતવે છે. સર્વિસ સ્થળે કોઈ આક્ષેપના ભોગ બનેલ જાતકોને નિર્દોષતા પુરવાર કરવાની તક મળે. સપ્તાહના મધ્યભાગમાં અગિયારમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર શનિની દ્રષ્ટિમાં આવશે.જે નિરાશાવાદી વ્યક્તિત્વ ત્યજીને ઉત્સાહી બનવાનું સૂચવે છે. મિત્રોના કહેવા પર આર્થિક રોકાણ કે ખર્ચ કરતાં પહેલા બધી બાબતો તપાસી જવી.સપ્તાહના અંતભાગમાં બારમા સ્થાનમાં ભ્રમણ કરતો ચંદ્ર પરોપકાર તથા અન્ય લોકોને મદદરૂપ નિવડવાનીભાવનામાંવધારોઅપાવે. સ્થિર રહેવાને બદલે મુસાફરી કે ટ્રીપથી લાભ રહે. પરિચિત વર્તુળમાં નવા વ્યક્તિઓનો ઉમેરો કરી શકાય નવી. ઓળખાણો ભવિષ્યમાં લાભદાયક નીવડી શકવાનો સંકેત મળી રહ્યો છે. મંગળ ચંદ્ર કોંબિનેશન અહી ઝડપી ડ્રાઇવિંગ ન કરવાનું સૂચવે છે.
વૃષભ રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ત્રીજા સ્થાનનો સ્વામી સ્વામી ચંદ્ર છઠ્ઠા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. મોસાળ પક્ષ સાથે મિલન-મુલાકાત શક્ય બને.બારમે રહેલા રાહુ સાથે પ્રતિયોગમાં આવતો ચંદ્ર હરીફોથી સાવચેતી રખવાનું સૂચવે છે. કાનૂની કાર્યવાહીઓમાં ઉતાવળ કરવી નહીં. સાતમા સ્થાન પરથી ચંદ્ર પસાર થતા શનિની દ્રષ્ટિમાં આવશે. જીવનસાથી સાથે લેટ-ગો કરવાની ભાવના કેળવવી. નાની વાતોને મોટું સ્વરુપ આપવાથી બચવું. અફવાની બાબતોમાં ફસાય જઈને અયોગ્ય નિર્ણય ન લઈ બેસાય તે માટે દરેક મુદ્દા પર વ્યવ્યસ્થિત તપાસ કરી આગળ વધવું. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ આઠમા સ્થાન પરથી થશે.અહી ચંદ્ર-મંગળ યોગ સર્જાતા આકસ્મિક ધન લાભની શક્યતા નકારી શકાતી નથી. જો કે અહી તબિયતની જાળવણી ખુબ જ જરૂરી બને. ભોજનમાં તેલ-મરચાં મસાલા યુક્ત પદાર્થોથી બિલકુલ દૂર રહેવાનું સૂચવી શકાય. વ્યસન દૂર કરવાના પ્રયત્નો આગળ વધારવા ઇચ્છનીય રહેશે.
કુંભ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં નવમાસ્થાનપરથી પસાર થનારો ચંદ્ર ધાર્મિકતામાં વધારો અપાવે. અહી ત્રીજે રહેલા ગુરુ રાહુ ચંદ્ર સાથે પ્રતિયોગમાં આવશે. ઇચ્છિત સફળતા માટે વિશેષ શ્રમની આવશ્યક્તા રહેશે.સપ્તાહના મધ્યભાગમાં દશમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર શનિની દ્રષ્ટિમાં આવશે. કર્મક્ષેત્રે આળસત્યાગી નવી મેથડ કે ટેક્નોલોજી દ્વારા પુરુષાર્થ કરવાથી લાંબા ગાળાના આયોજનો સર કરી શકાશે.જાહેરજીવનમાં માન સન્માન પ્રાપ્ત કરી શકો. સત્તાપક્ષ તરફથી યોગ્ય પ્રતિભાવ પ્રાપ્ત થતાં મન હર્ષ અનુભવે. સપ્તાહના અંતભાગમાં અગિયારમા સ્થાનમાં ભ્રમણ કરતો ચંદ્ર મિત્રો દ્વારા ઉચિત સહયોગ પ્રાપ્ત થઇ શકવાનું સૂચન કરે છે. લાભસ્થાનમાં મંગળ સાથે ચંદ્રનું કોમ્બિનેશન આકસ્મિક ધનપ્રાપ્તિની શકયતા દર્શાવી રહ્યા છે.ડિપ્લોમસી પૂર્વકના વાણી વર્તન દ્વારા શત્રુઓને પણ મિત્ર બનાવીને પ્રગતિ આડેના અંતરાયો દૂર કરી શકાય.ચતુર્થેશ શુક્રનું ખાડે ભ્રમણ દિનચર્યામાં સમયપત્રક અનુસરીને વધુ ઉજાગરા કે દોડધામથી દૂર રહેવાનુ દર્શાવે છે.
મિથુન રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં બીજા સ્થાનનો સ્વામી ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં પાંચમા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. પ્રિયપાત્ર સાથે થયેલી ગેરસમજો દૂર થતાં મન હળવું બને.વિદ્યાર્થીઓને સફળતા યુક્ત સમય મળી રહે. સપ્તાહના મધ્યભાગમાંછઠ્ઠા સ્થાન પરથી ચંદ્ર પસાર થતા શનિ ચંદ્ર દ્રષ્ટિ યોગની અસર રચાશે. જે વાઈરલ સ્વાસ્થ્ય વિષયક સમસ્યાઓ અંગે જાગૃતિ કેળવવાનું સુચવે છે. હરિફાઈ તથા પ્રતિસ્પર્ધામાં વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાનકારક નિવડી શકે. નોકરી-સર્વિસમાં આળસ ત્યજીને મહેનત કરવી અનિવાર્ય બનશે. સપ્તાહના અંતભાગમાં ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાન પરથી થશે. ચંદ્ર પર મંગળની દ્રષ્ટિ લક્ષ્મી પ્રાપ્તિ યોગ આપશે. જાહેર મંચ-સભામાં માન-સન્માન પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. કાર્યક્ષેત્રે ઉત્તમ પૃરુષાર્થ દ્વારા સફળતા તરફ પ્રયાણ કરી શકો. નવી લાભદાયક ઓળખાણ વિકસી શકે. કળા ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે પોતાની આંતરિક ક્ષમતારજૂ કરીને લાભ પ્રાપ્ત કરવાનો અવસર મેળવી શકો.
તુલા રાશિના જાતકોને ચંદ્રનું પરિભ્રમણ સપ્તાહની શરૂઆતમાં પ્રથમ સ્થાનમાં થશે. ગુરુ રાહુ સાથે કોમ્બિનેશનમાં આવતો ચંદ્ર અહીં વિચારોમાં ચંચળતા આપી શકશે.પરિવારિક કે સામાજિક સમસ્યાને ચિત્ત-બુદ્ધિ રાખીને એકાગ્રતાપૂર્વકના નિર્ણયો દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરવો. સપ્તાહના મધ્યભાગમાં ધન સ્થાનમાં શનિની દ્રષ્ટિમાં રહીને પસાર થનારો ચંદ્ર વાણીમાં ડિપ્લોમસી પણાદ્વારા જટિલ વ્યવહારોને પર પડી શકવાની કુશળતા આપી શકે. લાંબા ગાળાના બચતના કે રોકાણના આયોજનો ઘડી શકો. સપ્તાહના અંતભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ત્રીજા સ્થાન પરથી થશે.અહી ચંદ્ર મંગળ દ્રષ્ટિ સંબંધ શુભ નીવડે. નાનાભાઈ-ભાંડવોની સમસ્યાઓને સમજીને તેમને મદદ કરવાના પ્રયત્નો સફળ બને. કાર્યક્ષમતાનો વિકાસ રહે. વ્યવસાયને લગતી મુસાફરી સફળ રહે. કોમ્યુનિકેશન કે ડીલિંગ મિટીંગ્સમાં અસરકારક દેખાવ દ્વારા ફાયદો મળતો જણાય. બારમે ભ્રમણ કરતો સૂર્ય વધુ પડતાં અભિમાનને ત્યાગીને વિનમ્ર બનવાનું સૂચવે છે. ચોથે દ્રષ્ટિ કરતો શુક્ર રહેઠાણ રિનોવેશનની સાનુકૂળતા આપી શકે.
મીન રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ચંદ્રનું પરિભ્રમણ આઠમા સ્થાન પરથીરાહુની સાથે પ્રતિયુતિમાં રહીને થતું હોવાથી આકસ્મિક ઘટના બાબતે સાવચેતી રાખવી.પાલતુ પશુ કે જાનવરોથી સાવચેતી યુક્ત અંતર જાળવવું. વિકાસની તક હાથમાં આવીને દૂર જતી જણાય.સપ્તાહના મધ્યભાગમાં નવમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર શનિની દ્રષ્ટિમાં આવશે. મંદિર, ધર્મસ્થાનકે તીર્થસ્થાનોની મુલાકાત શકય બને. સપ્તાહના અંતભાગમાં દશમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર વડીલોના આશીર્વાદને પાત્ર બની શકો તેવા કાર્યમાં સહભાગી બનવાનું સૂચવે છે. કેંદ્રસ્થ મંગળ કર્મસ્થાનના ચંદ્ર પર દ્રષ્ટિ કરશે. સંપતિ વેચાણ કે ભાડાના અધૂરા વ્યવહારો પૂર્ણ બનાવી શકો.જો કે અહી વધારે પડતા કલ્પનાશીલ બનીને આગળના આયોજનો કરવાથી બચવું. વાસ્તવિક પરિસ્થિતિ નજર સમક્ષ રાખીને ચાલવાથી લાભ મેળવી શકાય. સંસ્થા કે સમાજમાં પદ પ્રાપ્તિ માટે કાર્યરત જાતકોને સાનુકૂળ સપોર્ટ મળી રહે.
કન્યા રાશિના જાતકોને ચંદ્રનું પરિભ્રમણ સપ્તાહની શરૂઆતમાં ધન સ્થાન પરથી થશે.અટકેલી ઉઘરાણી પ્રાપ્ત થતી જણાઈ શકે છે. મિત્રો થકી ધનલાભ પ્રાપ્ત થઈ શકે.જો કે અહી ચંદ્ર, રાહુ પ્રતિયોગથી પીડિત બનશે. વાણીમાં કડવાશ દ્વારા સંબંધો ન બગડે તેનું ધ્યાન રાખવું.નવો ઓર્ડર મેળવવા માટેના પ્રયાસ તથા નવા ક્લાઈન્ટની પ્રાપ્તિ માટેના પ્રયાસો વધારવાથી સફળતા મેળવી શકો. સપ્તાહના મધ્યભાગમાં ત્રીજા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર શનિની દ્રષ્ટિમાં આવશે. જે ધંધા વ્યવસાયમાં આળસત્ય જવાનું સૂચન કરે છે.નાની મુસાફરી તથા યાત્રામાં અજાણ્યા સ્થળો - વ્યક્તિઓથી સાવચેતી રાખવાનું સૂચવે છે. જોખમી નાણાંકીય વ્યવહારોમાં જરૂરી સાહસ -કાળજી રાખવાથી ફાયદો મેળવી શકશો. સપ્તાહના અંતભાગમાં ચંદ્રનું ભ્રમણ ચોથા સ્થાન પરથી થશે. માતૃ પક્ષ દ્વારા સહકાર પ્રાપ્ત કરી શકાય. મિલકત વિષયક કોઈ પ્રશ્નોના ઉકેલ અંગે જરૂરી માર્ગદર્શન મેળવી શકો. વાહનોનના સમારકામ, લાઇસન્સ કે વીમા અંગેના અધૂરા કાર્યો અંગે ગંભીરતા રાખી પૂર્ણ કરવા.
કર્ક રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં પ્રથમ સ્થાનનો અધિપતિ ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં ચોથા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યો છે.વતનનીમુલાકાતસંભવબની શકે.અહી ચંદ્ર-રાહુ પ્રતિયુતિ માનસિક ઉદ્વેગ અપાવી શકે. વાહન અકસ્માતના કોઈ ક્લેઇમપેન્ડિંગ હશે, તો તેનો નિવેડો લાવવા વિશેષ પરિશ્રમની આવશ્યકતા રહેશે. મિલકતના રીનોવેશન તથા બ્યુટીફીકેશનને લગતા કાર્યો સંપન્ન બનાવી શકો. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનુંભ્રમણ પાંચમા સ્થાન પરથી થશે. ચંદ્ર પર શનિની દ્રષ્ટિ અહીં વિષયોગની અસર ઉત્પન્ન કરશે. સંતાનો સાથે વિવાદ નિવારીને સંયમપૂર્વકવર્તવું.નાણાનું રોકાણ અંગેના નિર્ણયો માટે અનુભવીની સલાહ લઈને આગળ વધવું. સપ્તાહના અંતભાગમાં છઠ્ઠા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર હરિફાઈમાં વિજય અપાવી શકે. ભોજનમાં ઠંડા તથા બહારના ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું હિતાવહ ગણાય.શરદીનો કોઠો, એલર્જી તથા સુગરની તકલીફ ધરાવતા જાતકોએ થોડી વિશેષ કાળજી રાખવી. કાર્ય આયોજન અંગે અગત્યના નિર્ણયો એકાગ્રતા પૂર્વક લઈ શકાય.
વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યેશ ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં બારમા સ્થાન પરથીપસાર થઇ રહ્યો છે.સાથે રાહુનો પ્રતિયોગ પણ સ્થિત છે. કર્મક્ષેત્રે પ્રગતિ માટે વધુ પડતાં જોખમ લેવા નહીં. નાની મુસાફરી-યાત્રામાં સાવચેતી રાખવી.અન્યની બુરાઈ કે નિંદા દ્વારા પ્રગતિનો આશય ન રાખવો. વ્યક્તિત્વમાં રૂક્ષતા ત્યજી મૃદુતા અપનાવવી. સપ્તાહના મધ્યભાગમાં પ્રથમ સ્થાન પરથી પસાર થતો ચંદ્ર વક્રી શનિની દ્રષ્ટિમાં આવશે. જે વિચારોમાં ચંચળતા આપી શકે. વાયુજન્ય બીમારી કે સાંધની તકલીફોમાં મેડિકલ ટ્રીટમેંટ આયોજન ચુસ્ત અનુસરવું. સપ્તાહના અંતભાગમાં ધન સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર લાભ સ્થાનમાં રહેલા મંગળની દ્રષ્ટિમાં આવશે. સૌમ્ય વાણી દ્વારા લોકો સાથેના સંબંધો મજબૂત બનાવી શકો. પિકનિક, મિજબાની, ઉજવણી સાથે ભાવતા ભોજનનો આનંદ માની શકો. મન:સ્થાનનો વક્રી શનિ ક્યારેક ઉદાસીનતા તરફ મન ખેંચી શકે. લાભસ્થાનનો સૂર્ય મિત્ર વર્તુળ દ્વારા જરૂરી સહાય અપાવે.
મેષ રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં ચતુર્થેશ ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાનમાં થઈ રહ્યું છે.અહી રાહુ-હર્ષલ પ્રતિયુતિમાં છે. દાંપત્ય જીવનમાં વિવાદ નિવારવો જરૂરી બને. જાહેર જીવનમાં સંયમ પૂર્વક વર્તવું. ભાગીદારો સાથે હિસાબ કિતાબની ચોખવટ સમયસર કરતી રહેવી. સપ્તાહના મધ્યભાગમાં આઠમાં સ્થાન પરથી પસાર થતાં ચંદ્ર પર વક્રી શનિની દ્રષ્ટિથી રહેશે. આકસ્મિક ઘટનાઓથી સાવચેતી રાખવી ઇચ્છનીય ગણાય. પાલતુ પશુઓથી સલામત અંતર જાળવવું અનિવાર્ય બને. અનીતિપૂર્વકનું ધન મેળવવાની ઈચ્છા દૂર રાખવી.ખાન-પાનમાં પરેજી દ્વારા શારીરિક સ્વાસ્થ્ય જાળવી શકાય. સપ્તાહના અંતભાગમાં ચંદ્રનું પરિભ્રમણ નવમા સ્થાન પરથી થશે. અહી ચંદ્ર મંગળની દ્રષ્ટિમાં આવશે. ધાર્મિક સ્થળની મુલાકાત શક્ય બને. ભાગ્ય ઉદય માટે વિકાસની નવી તક પ્રાપ્ત કરી શકો. નવો અધિકાર કે હોદ્દો-જવાબદારી મળી શકે.ગરમી જન્ય દર્દથી રાહત મેળવી શકો. રોડ ટ્રાન્સપોર્ટ, ક્ધસ્ટ્રક્શન તેમજ ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયીઓ માટે આશાસ્પદ સમય રહે.
સિંહ રાશિ જાતકોને બારમા સ્થાનનો સ્વામી ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં ત્રીજા સ્થાન પરથી પસાર થઇ રહ્યો છે. સ્ટેમિના-કાર્યક્ષમતામાં વધારો અનુભવી શકો.લાંબા સમયથી પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધા ચાલી રહી હોય તો તેમાં આગળ નીકળીને કંઈક યુનિક સિસ્ટમ અપનાવી શકો. વ્યક્તિત્વનો વિકાસ શકય બને. અહી ચંદ્ર રાહુ પ્રતિયોગ કાયદાકીય કામકાજો, લખાણો, કરારો, એગ્રીમેન્ટ તથા ડિલિંગને લગતા કાર્યો અંગે સતર્ક રહેવાનું સુચવે છે. સપ્તાહના મધ્યભાગમાં ચોથા સ્થાન પરથી ચંદ્ર પસાર થતાં માનસિક તણાવમાં વધારો અનુભવી શકાય. જવાબદારી તથા કાર્યભારમાં વધારો પ્રાપ્ત થઇ શકે છે. સપ્તાહના અંતભાગમાં પાંચમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર પ્રિયપાત્ર સાથે આનંદદાયક સમય વિતાવવા માટે નિમિત્ત બની શકે.અહી ચંદ્ર-મંગળ દ્રષ્ટિ સંબંધ સ્થિત છે. સાંધાના પ્રશ્નો કે પાચનતંત્રને લગતા કોઈ પ્રશ્નો અંગે સ્વાસ્થ્ય વિષયક સમસ્યાઓ હશે, તો ધીરે ધીરે તેમાં રાહત મળતી જણાશે.
ધન રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં અગિયારમા સ્થાનપરથી પસાર થનારો ચંદ્ર મિત્રો સાથે મળીને કોઈ આયોજન ગોઠવવાનું સૂચવી રહ્યો છે. જૂના રોકાણો કે અટકેલા સંપતિ વ્યવહારો પુર્ણ બનતા નાણાકીય લિક્વિડિટીમાં વધારો રહે. પ્રોજેકટ લોન કે વ્યવસાય વિકાસ માટે ફંડિંગ પ્રાપ્તિના પ્રયાસો સફળ નિવડે. સપ્તાહના મધ્યભાગમાં બારમા સ્થાન પરથી પસાર થનારો શનિની દ્રષ્ટિમાં આવશે. ચંદ્ર વિવાદોથી દૂર રહેવું. કોઈ ઝગડામાં મધ્યસ્થી બનવાનું ટાળવું. અન્ય સાથેના ઉશ્કેરાટ યુક્ત વર્તનને લીધે સંબંધની સાથે માનસિક શાંતિ પણ જોખમમાં મુકાય, તેવા આચાર-વિચાર ત્યજવા. સપ્તાહના અંતભાગમાં પ્રથમ સ્થાનમાં ભ્રમણ કરતો ચંદ્ર માનસિક રાહત અપાવી શકે. નવા આઇડિયા અમલમાં મૂકી શકો. ચંદ્ર મંગળ દ્રષ્ટિ સંબંધ વિચારોમાં મક્કમતા આપે. કન્સ્ટ્રક્શન, જમીન-મકાન કે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા જાતકો માટે ટાર્ગેટ એચિવિંગ સમય રહે. કર્મસ્થાનમાં રહેલા સૂર્ય-મંગળ ઉપરી અધિકારીથી સહયોગ અપાવે. વડીલવર્ગના આશીર્વાદ પામી શકો.