Astrology

Capricorn

મક૨ : આવકનું પ્રમાણ વધશે, હોટલ લાઈન જેવી લાઈનમાં લાભ ૨હેશે, ઉધા૨ી ધંધાથી દુ૨ ૨હેવું.

Taurus

વૃષભ : કર્જ લઈને કોઈ નવું સાહસ ન ક૨વું, નોક૨ીમાં લાભની આશા ફળવાની, માતુશ્રીથી લાભ ૨હે.

Aquarius

કુંભ : બીજાને મદદ ક૨વાની ઈચ્છા પ્રબળ બનવાની, દિવસ દ૨મ્યાન નવી વ્યક્તિઓ સાથે મુલાકાત થાય.

Gemini

મિથુન : નોક૨ીમાં પ્રમોશનની તક મળવાની છે, સ્વાસ્થ્યમાં સુધા૨ો થાય, આવકનું પ્રમાણ વધવાનું છે.

Libra

તુલા : આવકનું પ્રમાણ જળવાઈ ૨હે તે માટે વધુ મહેનત ક૨વી પડશે, વિદેશથી સા૨ા સમાચા૨ મળે, મિલ્ક્તના પ્રશ્નોમાં લાભ ૨હેવાનો.

Pisces

મીન : કિંમતી ચીજ વસ્તુની ખ૨ીદી પાછળ ખર્ચ ૨હે, પરિવા૨ના વડીલો માટે પ્રવાસ થાય, ઉત્સાહ જળવાઈ ૨હે.

Virgo

કન્યા : કાનુની પ્રશ્નોથી દુ૨ ૨હેજો, મિલ્ક્તના પ્રશ્નોમાં લાભ ૨હે, તમા૨ો પુરૂષાર્થ ફળવાનો છે, ઉત્સાહ ૨હેવાનો.

Cancer

કર્ક : વડીલ વર્ગનો સહકા૨ મળવાનો છે, નોક૨ીમાં કોઈ પરિવર્તન ક૨વાથી દુ૨ ૨હેજો, વિદેશથી લાભ.

Scorpio

વૃશ્ચીક : જાહે૨ ક્ષેત્રના સાહસોમાં કોઈની મદદ મળે, જવાબદા૨ીઓ વધવાની, ઉત્સાહ જળવાઈ ૨હે, કાનુની પ્રશ્નોથી દુ૨ ૨હેજો.

Aries

મેષ : નકા૨ાત્મક વાંચનથી દુ૨ ૨હેજો, નવા મિત્રો ઉપયોગી ૨હે, લગ્ન જીવનમાં મતભેદો ટાળવા પ્રવાસ થાય.

Leo

સિંહ : નજીકની વ્યક્તિ સાથે વાદ વિવાદ ટાળજો, મહત્વના નિર્ણયો બાબત ધી૨જ ૨ાખવી જરૂ૨ી.

Sagittarius

ધન : ૨ાજકા૨ણમાં જવાની ઈચ્છા ફળવાની, પ્રવાસ લાભદાયક ૨હેશે, ભાઈ બહેનો સાથે સુમેળ વધવાનો.

Capricorn

મકર રાશિના જાતકો માટે ભાગ્ય સ્થાનનો સ્વામી બુધ આ સપ્તાહ દરમિયાનરાશિ પરિવર્તન પામીને બારમા સ્થાનમાં પ્રવેશશે.કરિયર તથા વ્યવસાયિક ક્ષેત્રે નવીન આઈડિયા કે વિચાર દ્વારા પ્રગતિ મેળવવાનો પ્રયત્ન કરી શકો.પંચમેશ કર્મેશ યોગકારક શુક્ર આ સપ્તાહ દરમિયાન તારીખ 29 નવેમ્બરથીથી રાશિ પરિવર્તન પામીને કર્મ સ્થાનમાં સ્વગૃહી પરિભ્રમણ કરશે. સભા, મંચ કે મેળાવડામાં અગ્રસ્થાન પર સ્થાન મળતા પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે.સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનનો સ્વામી ચંદ્ર મંગળની પ્રતિયુતિમાં રહીને પસાર થશે. વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ પરિશ્રમની આવશ્યકતા રહે. સપ્તાહના મધ્યભાગ બાદ છઠ્ઠા સ્થાન પરથી પસાર થનાર ચંદ્ર કોમ્પિટિશનમાં આપનો હાથ ઉપર રખાવી શકે. બિનજરૂરી માનસિક તણાવ દૂર કરવામાં સફળતા મેળવી શકો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાન પરથી થશે. અવિવાહિત જાતકોને યોગ્ય પસંદગી પ્રાપ્ત થતી જણાય. કર્મક્ષેત્રે પ્રગતિ તથા વિકાસ કરવાનો માર્ગ મોકળો બનતો જણાય.

Taurus

વૃષભ રાશિ જાતકોને ધનેશ-પંચમેશ બુધ આ સપ્તાહ દરમિયાન રાશિ પરિવર્તન પામીનેઆઠમાસ્થાનમાં પ્રવેશશે. આર્થિક નાણાભીડ હળવી બનતી લાગે. સંતાનો દ્વારા અપેક્ષિત સહકાર મેળવી શકો. ગણતરી પૂર્વકના રોકાણો દ્વારા ઇચ્છિત લાભ મેળવવાની આશા સફળ બનતી લાગે.આપનો રશિપતિ શુક્ર તારીખ 29 નવેમ્બરથી રાશિ પરિવર્તન પામીને તુલા રાશિમાં સ્વગૃહી બળવાન બનશે. અહી હરીફો પ્રતિસ્પર્ધીઓથી વિજય પ્રાપ્ત થઈ શકે.સપ્તાહની શરૂઆતમાં ત્રીજા સ્થાનનો સ્વામી ચંદ્ર પ્રથમ સ્થાનમાં મંગળની પ્રતિયુતિમાં રહીને પસાર થશે. અહીં ચંદ્ર-મંગળ યોગની અસર વ્યક્તિત્વ પ્રભાવશાળી બનાવે. ઉત્સાહ વધતો જણાય. શોખને વિકસાવવા માટે અનુકૂળતા મળતી જણાય. સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બુધની પ્રતિયુતિમાં રહીને થશે. કોઈ અગત્યના ડોક્યુમેન્ટ કઢાવવા કે વેરિફિકેશનને લગતી પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ત્રીજા સ્થાનમાં થશે. સાહસવૃત્તિના વિકાસ દ્વારા કાર્ય સફળતા પ્રાપ્ત થઈ શકે.

Aquarius

કુંભ રાશિના જાતકોને આ સપ્તાહ દરમિયાન પાંચમા સ્થાનનો સ્વામી બુધ વૃશ્ચિક રાશિ છોડીને ધન રાશિમાં અગિયારમા સ્થાનમાંપ્રવેશીને પોતાના સ્થાન પર દ્રષ્ટિ કરશે. પ્રિયપાત્ર સાથે થયેલી ગેરસમજ દૂર થતા મન આનંદ અનુભવે. સામાજીક માન-સન્માન પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે.ચતુર્થેશ ભાગ્યેશ યોગકારક શુક્ર આ સપ્તાહ દરમિયાન તારીખ 29 નવેમ્બરથીથી રાશિ પરિવર્તન પામીને નવમા સ્થાનમાં સ્વગૃહી બળવાન પરિભ્રમણ કરશે. ભાગ્યોન્નતિની નવી તકો પ્રાપ્ત કરી શકો. જમીન વાહનોના અટકેલાં કાર્યો આગળ ધપાવી શકો. ધર્મ તથા પરોપકારના કાર્યો અંગે રસ-રુચિમાં વધારો અનુભવી શકો. સપ્તાહની શરૂઆતમાં છઠ્ઠા સ્થાનનો સ્વામી ચંદ્ર ચોથા સ્થાનમાં મંગળની પ્રતિયુતિમાં રહીને થશે. મનોભાર તેમ જ કાર્યબોજમાં વધારોઉદ્ભવે. સપ્તાહના મધ્યભાગમાં પાંચમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર સંતાનોની પ્રગતિ અંગેના પ્રયત્નો સફળ બનાવી શકે. નાની મુસાફરી યાત્રા ફળદાયી નિવડી શકે. સપ્તાહના અંત ભાગમાં છઠ્ઠા સ્થાન પરથી પસાર થનારો સ્વગ્રહી બળવાન ચંદ્ર સ્વાસ્થ્યમાં સુધારો આપી શકે.

Gemini

મિથુન રાશિના જાતકોને રાશિપતિ બુધ સપ્તાહની શરૂઆતમાં ધન રાશિમાંસાતમા સ્થાનમાં પ્રવેશશે. સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના પ્રયત્નો સફળ નીવડી શકે.પાંચમા સ્થાનનો અધિપતિ શુક્ર તારીખ 29 નવેમ્બરથી રાશિ પરિવર્તન પામીને તુલા રાશિમાં સ્વગૃહી બળવાન બનશે. શેરબજાર કે અન્ય જગ્યાએ રોકાયેલા નાણાં પરત પ્રાપ્ત કરી શકો. સપ્તાહની શરૂઆતમાં બીજા સ્થાનના સ્વામી ચંદ્રનું પરિભ્રમણમંગળની પ્રતિયુતિમાં રહીનેથશે. અહીંચંદ્ર-મંગળ યોગની અસર વિવાદોથી દૂર રહેવાનું સૂચવેછે. કોઈપણ જગ્યાએ બંધનમાં મૂકી શકે તેવા ડોક્યુમેન્ટ્સમાં સહી કરતા પૂર્વે જાગૃતિ કેળવવી. સપ્તાહના મધ્ય ભાગ બાદ ચંદ્રનું પરિભ્રમણ પ્રથમ સ્થાન પરથી થશે. કોઈ એક વિચાર પર મનથી એકાગ્ર બનીને કાર્ય કરી શકાય. સપ્તાહના અંત ભાગમાં બીજા સ્થાન પરથીબળવાન સ્વગૃહી ચંદ્ર પસાર થશે. વકૃત્વ ક્ષમતામાં વધારો થાય. યોગ્ય કોમ્યુનિકેશન સ્કિલ દ્વારા ઉપરી અધિકારીઓ પાસે સારી રજૂઆત કરી શકો.

Libra

તુલા રાશિ જાતકોને ભાગ્ય સ્થાનનો સ્વામી બુધ આ સપ્તાહ દરમિયાન ત્રીજા સ્થાનમાં પ્રવેશીને સ્વસ્થાનને નિહાળશે.અહીં બુધનું રાશિ પરિવર્તન શુભ ફળદાયી નીવડે. કારકિર્દીમાં પ્રગતિ પામવા માટે કે પછી સર્વિસમાં ફેરફાર ઇચ્છનાર જાતકો માટે સારી ઓફર કે તક ઉપલબ્ધ બને.આપનો રાશિપતિ શુક્ર આ સપ્તાહ દરમિયાન તારીખ 29 નવેમ્બરથી રાશિ પરિવર્તન પામીને સ્વગ્રહી બળવાન બનશે. ભાગીદારો સાથેના મતભેદ ઉકલતા વિકાસની તકો ઉજ્જવળ બનતી જણાય. સપ્તાહની શરૂઆતમાં દશમા સ્થાનનો સ્વામી ચંદ્ર આઠમા સ્થાનમાં મંગળની પ્રતિયુતિમાં રહીને પસાર થતાં સપ્તાહના મધ્યભાગમાં વાહન ચલાવવામાં તથા ઇલેક્ટ્રિક સાધનો ઓપરેટ કરવા અંગે સાવચેતીરાખવી જરૂરી બને. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ભાગ્ય સ્થાનમાં બુધ સાથે પ્રતિયોગ રચીને થશે. ઉપરી અધિકારીઓ દ્વારા સહકાર પ્રાપ્ત કરી શકો. સપ્તાહનાઅંત ભાગમાં ચંદ્રનુંભ્રમણ દશમા સ્થાનમાં સ્વગૃહી બળવાન બનીનેથશે. અહીંબળવાન ચંદ્ર સામાજિક જીવનમાં માન-સન્માનમાં વધારોઅપાવે. સર્વિસમાં હિતશત્રુઓની યોજના નિષ્ફળ બનાવી શકો.

Pisces

મીન રાશિ જાતકોને આ સપ્તાહ દરમિયાન સાતમા સ્થાનનો અધિપતિ બુધ દશમા સ્થાનમાં પ્રવેશશે.જીવનસાથી દ્વારા મિત્રતા પૂર્વકનો વ્યવહાર ઘણી નાની-મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સહાયક સિદ્ધ થાય.ધર્મ કાર્ય પ્રત્યે રૂચિ વધતી જણાય. ત્રીજા તથા આઠમા સ્થાનનો સ્વામી શુક્ર આ સપ્તાહ દરમિયાન તારીખ 29 નવેમ્બરથીથી રાશિ પરિવર્તન પામીને આઠમા સ્થાનમાં સ્વગૃહી બળવાન પરિભ્રમણ કરશે. વિલ-વારસા, ભાગ-બંટાઈ કે અટકેલાં કમિશન પ્રાપ્તિની શક્યતાઓ ઊજળી બનતી લાગે.સપ્તાહની શરૂઆતમાં પાંચમા સ્થાનનો સ્વામી ચંદ્ર ત્રીજા સ્થાનમાં મંગળની પ્રતિયુતિમાં રહીને પસાર થતા ડોક્યુમેન્ટના અધૂરા કાર્યો આગળ વધારી શકો. વધારે પડતી લોન કે કર્જ લેવાના પ્રયત્નો હાલ પૂરતામુલતવી રાખવા ઇચ્છનીય ગણાય. ચોથા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર સપ્તાહના મધ્યભાગમાં આત્મવિશ્વાસમાં વધારો અપાવે. કોઈએકઘટનામાં સફળતમ પરિણામ પ્રાપ્ત થતાં મન હર્ષ અનુભવે. સપ્તાહના અંત ભાગમાં પાંચમા સ્થાન પરથી પસાર થનારો સ્વગૃહી બળવાન આર્થિક ક્ષેત્રે ઉત્તમ શુભ ફળ આપી શકે.

Virgo

કન્યા રાશિ જાતકોને લગ્નેશ બુધરાશિ પરિવર્તન પામીને ચોથા સ્થાનમાં પ્રવેશશે.બુદ્ધિચાતુર્યનો વિકાસ થાય. ડિપ્લોમસી પૂર્વક તથા વાકચાતુર્યના આધારેઅગત્યની ડિલિંગ સુપેરે પાર પાડી શકાય.ધનેશ ભાગ્યેશ શુક્ર આ સપ્તાહ દરમિયાન તારીખ 29 નવેમ્બરથી રાશિ પરિવર્તન પામીને બીજા સ્થાનમા સ્વગ્રહી બળવાન બનશે. ભૂતકાળમાં કરેલા રોકાણો ફળદાયી નિવડતા જણાય. પરિવારમાં સુખરૂપ માહોલ માણી શકો. વકૃત્વ ક્ષમતામાં વધારો પ્રાપ્ત કરી શકો. કળા ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકોને નવીન તક પ્રાપ્ત થઈ શકે.સપ્તાહની શરૂઆતમાં અગિયારમાં સ્થાનનો સ્વામી ચંદ્ર નવમા સ્થાનમાં મંગળની પ્રતિયુતિમાં રહીને પસાર થતા નિષ્ણાતો તથા અનુભવીનું યોગ્ય માર્ગદર્શન ફળદાયી નિવડતું જણાય. દશમા સ્થાન પરથી ચંદ્ર પસાર થતા સપ્તાહના મધ્યભાગમાં સામાજિક સંસ્થા, મંચ, સભામાં અગ્રેસર તરીકેનું માન સન્માન પ્રાપ્ત કરી શકો. સપ્તાહના અંત ભાગમાં અગિયારમા સ્થાન પરથી સ્વગૃહીબળવાન ચંદ્ર પસાર થશે. અહી ચંદ્રની અસર આર્થિક પાસું મજબૂત બનાવી શકે.

Cancer

કર્ક રાશિના જાતકોને બારમા સ્થાનનો સ્વામી બુધ આ સપ્તાહ દરમિયાન ધન રાશિમાં પ્રવેશશે. દાંપત્ય જીવનમાં સાચવવું. કોઈ નવી ભાગીદારી કે નવો પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં જન્મના ગ્રહો યોગ્ય રીતે તપાસી જવા.ચતુર્થેશ - લાભેશ શુક્ર આ સપ્તાહ દરમિયાન તારીખ 29 નવેમ્બરથીથી રાશિ પરિવર્તન પામીને સ્વગ્રહી બળવાન બનશે. સર્વિસ તથા વ્યાપાર ક્ષેત્રે વિકાસ માટેના પ્રયત્નો સફળ બનતાં જણાય. પ્રમોશન માટેના પ્રયત્નો કરી રહેલા જાતકોને પરિશ્રમનું ફળ મળતું લાગે.સપ્તાહની શરૂઆતમાં રાશિપતિ ચંદ્રનુંભ્રમણ અગિયારમા સ્થાનમાં મંગળની પ્રતિયુતિમાં રહીને થશે. મિત્રો સાથે સ્પષ્ટતાપૂર્વક વર્તવું. અન્યોને મદદ કરવા જતાં મુશ્કેલી આવી ન પડે તે ખાસ જોવું. સપ્તાહના મધ્ય ભાગ બાદ ચંદ્રનું પરિભ્રમણ બુધની પ્રતિયુતિમાં રહીનેથશે. મુસાફરી યાત્રા ફળદાયી નિવડી શકે. સપ્તાહના અંત ભાગમાં આપની રાશિ પરથી સ્વગૃહી બળવાન ચંદ્ર પસાર થશે. આત્મવિશ્વાસમાં વધારો થાય. સ્વયંનાવ્યક્તિત્વમાં પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો સફળ બનાવી શકો.

Scorpio

વૃશ્ચિક રાશિ જાતકોને સપ્તાહ દરમિયાન લાભેશ બુધધન સ્થાનમાં પ્રવેશશે. સમજ પૂર્વકના જોખમો લઈને સફળતા મેળવવાના પ્રયત્નો કરી શકો. શેર રોકાણ કે અન્ય ફંડ મેનેજમમેંટ કાર્ય અંગે નિષ્ણાંતની સલાહ ઉપયોગી નિવડે. સાતમા સ્થાનનો સ્વામી શુક્ર આ સપ્તાહ દરમિયાન તારીખ 29 નવેમ્બરથી રાશિ પરિવર્તન પામીને બારમા સ્થાનમાં સ્વગૃહી પરિભ્રમણ કરશે. પરોપકારના કાર્યોમાં નિમિત બની શકાય. ખર્ચમાં કાપ મૂકવાના પ્રયત્નો સફળ નિવડતા જણાય.સપ્તાહની શરૂઆતમાં નવમા સ્થાનનો સ્વામી ચંદ્ર સાતમા સ્થાનમાં મંગળની પ્રતિયુતિમાં રહીને પસાર થશે. દાંપત્યજીવનમાં મધુર સમય માણી શકાય. નવી ભાગીદારીનો વિકાસ શક્ય બને. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બુધ સાથે પ્રતિયોગ રચીને થશે. પ્રતિસ્પર્ધા તથા કોમ્પિટિશનમાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાથી વિજય મળી શકે.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ નવમા સ્થાન પરથી થશે. કારકિર્દીમાં પ્રગતિ પામી શકાય. અનીતિ પૂર્વકના વ્યવહારોથી દૂર રહેવું. ભાગ્ય ઉન્નતિ માટે નવીન તક પ્રાપ્ત કરી શકો.

Aries

મેષ રાશિ જાતકોને ત્રીજા સ્થાનનો સ્વામી બુધ આ સપ્તાહ દરમિયાન રાશિ પરિવર્તન પામીને ધન રાશિમાં પ્રવેશીને પોતાના સ્થાન પર દ્રષ્ટિ કરશે.સ્વપુરુષાર્થ તથા પરાક્રમ દ્વારા વ્યવસાયિક ક્ષેત્રે સફળતા પામી શકો. દૂરંદેશી પૂર્વકના બુદ્ધિગમ્ય નિર્ણય લેવાથી વ્યવસાય, સંઘ તથા માર્કેટમાં માન-સન્માનની પ્રાપ્તિ શક્ય બને. સપ્તમેશ શુક્ર પણ તારીખ 29 નવેમ્બરથી રાશિ પરિવર્તન પામીને તુલા રાશિમાં સ્વગૃહી બળવાન બનશે. નવી ફાયદાકારક ભાગીદારીનો વિકાસ શકય બની શકે.સપ્તાહની શરૂઆતમાં ચંદ્રનું પરિભ્રમણ બીજા સ્થાનમાં મંગળની પ્રતિયુતિમાં રહીને થશે. જે જમીન-મકાન, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, બાંધકામ, કેમિકલ વગેરે જેવા કાર્યક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકોને ઉત્તમ તક અપાવી શકે. સપ્તાહના મધ્યભાગમાં ત્રીજા સ્થાન પરથી પસાર થનાર ચંદ્ર નાનાભાઈ ભાંડું દ્વારા યોગ્ય સહકાર અપાવી શકે. પાડોશીઓ સાથે વિવાદ ઉકલતો લાગે. સપ્તાહના અંત ભાગમાં ચોથા સ્થાનમાં સ્વગૃહી બળવાન ચંદ્ર વતનની મુલાકાત અપાવી શકે. માતાના આશીર્વાદને પાત્ર બની શકો.

Leo

સિંહ રાશિના જાતકોને કર્મેશ બુધ આ સપ્તાહ દરમિયાન પાંચમા સ્થાનમાં પ્રવેશશે. પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થતું લાગે. જૂના રોકાણો ફળદાયી નિવડતા જણાય. કોમ્પિટિશન તથા હરિફાઈમાં આગળ રહેવા માટે ગંભીરતા પૂર્વકના પ્રયત્નોની આવશ્યકતા જણાશે. મિત્રો સાથે સ્પષ્ટતાપૂર્વક રીતે વર્તવું ઇચ્છનીય ગણાય. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે.કર્મેશ શુક્ર આ સપ્તાહ દરમિયાન તારીખ 29 નવેમ્બરથી રાશિ પરિવર્તન પામીને સ્વગ્રહી બળવાન બનશે. લાંબાગાળાના આયોજનોને સફળ બનાવવા માટેના પ્રયત્નો આગળ વધારી શકો છો.સપ્તાહની શરૂઆતમાં બારમા સ્થાનનો સ્વામી ચંદ્ર દશમે મંગળની પ્રતિયુતિમાં રહીને પસાર થશે. વ્યવસાયમાં પુરુષાર્થનું ફળ પ્રાપ્ત કરી શકો. સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ અગિયારમા સ્થાનમાં પરથી થશે. મિત્રો સાથેની ગેરસમજ દૂર થતાં સંબંધો મજબૂત બને. સપ્તાહના અંત ભાગમાં ચંદ્ર બારમાં સ્થાનમાં સ્વગૃહી બનીને પસાર થશે. વિદેશ વ્યવહારોને લગતા અટકતા કાર્યો આગળ વધારી શકાય. વિજાતીય પાત્રથી સાવચેતી કેળવણી અનિવાર્ય બને.

Sagittarius

ધન રાશિના જાતકોને આ સપ્તાહ દરમિયાન સપ્તમેશ-કર્મેશ બુધ રાશિ પરિવર્તન પામીને આપની રાશિમાં પ્રવેશી રહેલ છે. નોકરીમાં પ્રમોશન તથા વ્યવસાયમાં ટર્ન ઓવર વધારવાના પ્રયત્નોને સફળતા તરફ આગેકૂચ કરાવી શકો.લાભસ્થાનનો સ્વામી શુક્ર આ સપ્તાહ દરમિયાન તારીખ 29 નવેમ્બરથીથી રાશિ પરિવર્તન પામીને સ્વગૃહી બળવાન બનશે. મિત્રો સાથેની ગેરસમજ દૂર થઈ શકે નવમા સ્થાન પરથી પસાર થશે. સપ્તાહની શરૂઆતમાં આઠમા સ્થાનનો સ્વામી ચંદ્ર મંગળ સાથે પ્રતિયુતિમાં રહીને છઠ્ઠા સ્થાન ઉપરથી પસાર થશે. હરિફાઈ તથા પ્રતિસ્પર્ધામાં વિજય મળી શકે. મોસાળ પક્ષ સાથેના સંબંધો સુધરતા લાગે. સાતમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર સપ્તાહના મધ્યભાગ બાદ જીવનસાથી સાથે થયેલી ગેરસમજ દૂર કરાવી શકે. શેરબજાર કે અન્ય જોખમકારક સ્ત્રોતોમાં નાણાં રોકતા પહેલાં થોડો સમય જાળવી જવું. સપ્તાહના અંત ભાગમાં આઠમા સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર વધુ પડતા ભોગ-વિલાસ કે વધુ પડતી મુસાફરી તેમજ બિનજરૂરી ઉજાગરા ત્યજવાનું સૂચન કરે છે.

Advertisement
Advertisement
Advertisement