મક૨ : કાર્ય શક્તિને યોગ્ય દિશામાં વાળવાથી ચોકક્સ મનગમતો લાભ મેળવશો, લગ્ન જીવનમાં સુમેળ ૨ાખવો.
વૃષભ : જમીન મકાનના કામકાજમાં સફળતા મળવાની, નોક૨ીમાં કાર્યભા૨ ૨હે, મિત્ર વર્તુળનો સહકા૨ ૨હે.
કુંભ : કાર્ય શક્તિ વધવાની છે, નોક૨ીમાં ઉપ૨ી વર્ગનો સહકા૨ ૨હે, સંતાનોની પ્રગતિ માટે સા૨ો દિવસ.
મિથુન : શે૨ સટ્ટામાં લાભ ૨હે, લાંબાગાળાનું ૨ોકાણ થશે, નોક૨ીમાં કાર્યભા૨ બદલીના ચાન્સ, કર્જ ન ક૨વું.
તુલા : વ્યવસાય ક્ષેત્રે નવી સફળતા હાંસલ ક૨શો, શે૨ સટ્ટામાં લાભ, પ્રવાસની ઈચ્છા ફળે.
મીન : દિવસ દ૨મ્યાન વિચા૨ વાયુને તે ટાળજો નબળુ વાંચન ન ક૨વું, આત્મવિશ્વાસમાં વધા૨ો ક૨વાથી લાભ.
કન્યા : સાહિત્ય કલા ક્ષેત્રે અનુકુળતા ૨હે, સંયુક્ત પરિવા૨ના વ્યવસાયમાં મનગમતા ફે૨ફા૨ોની શક્યતા ઉભી થાય.
કર્ક : વ્યવસાયમાં પરિવર્તનની ઈચ્છા ફળે, ૨ાજકીય ૨ીતે અનુકુળ દિવસ યાત્રા પ્રવાસમાં અનુકુળતા ૨હેશે.
વૃશ્ચીક : દિવસ દ૨મ્યાન નોક૨ીમાં લાભ, નવી ઓફ૨ આવે, મિલ્ક્તના પ્રશ્ર્નોમાં અનુકુળતા ૨હેવાની.
મેષ : ૨ોજિંદી વ્યવસાયિક પ્રવૃતિ અંગે આત્મવિશ્વાસ કેળવવો, શે૨ સટ્ટામાં લાભની આશા ફળવાની.
સિંહ : વડીલોપાર્જીત મિલ્ક્તના પ્રશ્નોમાં અનુકુળતા ૨હેશે, માનસિક તનાવ હળવો થાય, માતાશ્રીથી લાભ ૨હે.
ધન : દિવસ દ૨મ્યાન કાર્યભા૨ ૨હેવાનો, મિલન મુલાકાત સફળ થાય, સ્વાસ્થ્યમાં સુધા૨ો ૨હે, પ્રતિષ્ઠા વધે.
મકર રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનનો અધિપતિ ચંદ્ર મકર રાશિમાં રહેલા પ્લુટો પરથી પસાર થશે. આ સમયે પરિવારમાં મોભી તરીકે અથવા તો અગ્રેસર તરીકેનું કાર્ય ફરજ બજાવી શકો.વ્યક્તિત્વનો વિકાસ થતો જણાય. તેમ છતાં કોઇ બાબતમા નિર્ણય લેવા અંગેમન દ્વિધા અનુભવી શકે.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણ બીજા સ્થાન પરથી થશે.સ્વગૃહી શનિ સાથે ચંદ્રનું કોમ્બિનેશન અટકેલા નાણાંકીય લાભો, કમિશન તથા ઈન્સેન્ટિવ પ્રાપ્ત થવામાંમદદરૂપ બની શકે. સપ્તાહના અંત ભાગમાં ત્રીજા સ્થાન પરથી પસાર થનારો ચંદ્રનેપચ્યુન સાથે યુતિ રચશે. જે યાત્રા મુસાફરીથી લાભ આપી શકે. લેખન ક્ષમતામાં વધારો અપાવે.આર્થિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકો. આકસ્મિક લાભની પણ શક્યતા રહી શકે. સપ્તાહના અંત ભાગમાં ચોથે રહેલા રાહુ- હર્ષલ પરથી પસાર થતો ચંદ્ર મનોભારમાં વૃદ્ધિ કરી શકે. મિલકત વિષયક કે કાયદાકીય કાર્યોમાં નિયમોનુસાર આગળ વધવું.
વૃષભ રાશિના જાતકોને સપ્તાહની શરૂઆતમાં ત્રીજા સ્થાનનો સ્વામી ચંદ્ર મકર રાશિ પરથી પસાર થઈને પ્લુટોપરથી પસાર થશે.કરેલી મહેનતનું ફળ અવશ્ય પ્રાપ્ત થવાના સંજોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિનો ચંદ્ર સ્વગૃહી શનિ પરથી પસાર થશે.અહીં પરાક્રમ સ્થાનના અધિપતિ ચંદ્રનો ભાગ્યેશ શનિ સાથેનો સંબંધ સ્વપુરુષાર્થ દ્વારા આગળ વધવાનું સૂચવે છે.મીન રાશિ પરથી પસાર થનારો ચંદ્ર સપ્તાહના મધ્યભાગમાં નેપચ્યુન પરથી પસાર થશે. નવી ભાગીદારી દ્વારા સ્વ-વિકાસ કરવાના પ્રયત્નો કરી શકો. જાહેરજીવનમાં સંપર્કોમાં વધારો થઇ શકે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું ભ્રમણ મેષ રાશિ પરથી થશે. જે આપની કુંડળીમાં બારમા સ્થાનમાંથી પસાર થશે. મોટાભાઈ ભાંડવોને જરૂરતના સમયે મદદરૂપ નિવડી શકો.શેર બજાર કે અન્ય કોઇ જગ્યાએથી નાણાંકીય આકસ્મિક લાભની પ્રાપ્તિ શક્ય બની શકે.ચંદ્ર રાહુ યુતિ અહી વિવાદોથી દૂર રહેવાનુ સૂચવે છે. કોઈના જામીનમાં પડવું કે વ્યર્થ જવાબદારી લેતા પહેલા બધા પાસા વિચારી જવા.
કુંભ રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં છઠ્ઠા સ્થાનનો અધિપતિ ચંદ્ર મકર રાશિમાં રહેલા પ્લુટો પરથી પસાર થશે. અહીં વિપરીત રાજયોગ રચતો ચંદ્ર ધાર્મિક તથા પરોપકારના કાર્યમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત કરાવી શકે. કોઈ સામાજિક-પરિવારિક વિવાદમાં મધ્યસ્થી બનીને ઉકેલ પ્રાપ્ત કરવામાં નિમિત બની શકો. સપ્તાહના મધ્યભાગમાં કુંભ રાશિ પરથી પસાર થનારા ચંદ્રનું સ્વગૃહી શનિ સાથે કોમ્બિનેશન છે. આધ્યાત્મિકતા તરફ મન આકર્ષણ અનુભવી શકે. કર્મ તથા વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ કરી શકાય.વ્યવસાય તથા સર્વિસમાં ઉત્સાહપૂર્વક ટાર્ગેટ ઓરિએન્ટેડ વર્ક કરી શકો.સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું ભ્રમણ મીન રાશિ પરથી થશે. છઠ્ઠા સ્થાનના અધિપતિ ચંદ્રનું પરિવાર સ્થાનમાં ભ્રમણ હોવાથી પરિવારમાં શાંતિનો માહોલ જાળવવા માટે થોડો પરિશ્રમ કરવો પડી શકે છે. નવીન તકોને ઓળખીને ઝડપી શકશો તો સારી પ્રગતિ હાંસિલ કરી શકાશે. ત્રીજે ચંદ્ર રાહુ યુતિ અનીતિપૂર્વકના સાહસોથી દૂર રહેવાનુ સૂચવે છે.
મિથુન રાશિ જાતકોને સપ્તાહના આરંભકાળેધન સ્થાનનો અધિપતિ ચંદ્રનું ભ્રમણ મકર રાશિ પરથી થશે. પ્લુટો પરથી પસાર થતો ચંદ્રઈલેક્ટ્રિક સાધનો ઓપરેટ કરતા સમયે સાવચેતી રાખવાનું સૂચવે છે. અમુક કાર્યોમાં નિર્ણય લેતા પહેલા થોડું શાંત ચિત્તે વિચાર કરી જવો. ઉતાવળ તથા ઉશ્કેરાટથી કોઈપણ કાર્ય કરવું નહીં.આઠમા સ્થાનના સ્વામી શનિ પરથી ચંદ્રનું ભ્રમણ કુંભ રાશિ પરથી થતા ધાર્મિક યાત્રા સંભવી શકે. મીન રાશિ પરથી પસાર થનારો ચંદ્ર કર્મસ્થાન બળવાન બનાવે છે. કર્મક્ષેત્રે કંઈક નવીન આયોજન દ્વારા પ્રગતિ પામવાનો પ્રયત્ન સફળ નિવડી શકે. વિકાસ માટે નવી તક ઉત્પન્ન કરી શકાય.સપ્તાહના અંત ભાગમાંસાતમા સ્થાનના અધિપતિ ગુરુ પરથી ચંદ્ર પસાર થશે.જાહેરજીવનમાં પ્રતિસ્પર્ધા તથા હરિફાઈમાં વિજય પ્રાપ્ત કરી શકશો.જો કે ચંદ્ર સાથે રાહુ તથા હર્ષલનું કોમ્બિનેશન મિત્રોથી સાવચેતી રાખવાનું સૂચવે છે. ખાન પાનમાં વધુ ગળ્યા પદાર્થોના અતિરેક થી બચવું.
તુલા રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં કર્મ સ્થાનનો અધિપતિ ચંદ્રનું ભ્રમણ ચોથા સ્થાન પરથી થશે.ચંદ્ર પ્લુટો યુતિ માનસિક મનોભાર હળવો બનાવે. માતૃપક્ષ તરફથી લાભ રહે.સપ્તાહના મધ્ય ભાગમાં ચતુર્થેશ-પચમેશ શનિ પરથી કર્મેશ ચંદ્ર પસાર થતા મિલકતને લગતા અટકેલા કાર્યો પૂર્ણ થતાં જણાય.સ્પર્ધાત્મક પરિક્ષમાં સારો દેખાવ થઈ શકે. માતા-પિતાનો યોગ્ય સહકાર તથા આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. કુંભ રાશિ પરથી પસાર થનારો ચંદ્ર આપની કુંડળીમાં પાંચમા સ્થાન પરથી પસાર થશે.અહીં શનિ પરથી ચંદ્ર ભ્રમણમધ્યમ પુરવાર થાય.ગોચરયોગની અસર જોતા આર્થિક લાભ પ્રાપ્ત થતો જણાય.રોકાણોમાં લાંબા ગાળાની દ્રષ્ટિ અનિવાર્ય બને. ભાઈભાંડુ તથા સંતાનો સાથે બિનજરૂરી વિવાદ નિવારવો ઇચ્છનીય બને. સપ્તાહના અંત ભાગમાં ચંદ્ર ભ્રમણ છઠ્ઠા સ્થાન પરથી થશે. આ સમયે કર્મક્ષેત્રે હરીફોથી સાવચેતી કેળવવી જરૂરી બનશે. વધુ પડતી હળવાશમાં પ્રતિસ્પર્ધાને લઈને નુકશાન ન સહન કરવું પડે તે માટે જાગૃત રહેવું. બુદ્ધિ ક્ષમતામાં વધારો અનુભવી શકો.
મીન રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં પાંચમા સ્થાનનો અધિપતિ ચંદ્ર મકર રાશિમાં રહેલા પ્લુટો પરથી પસાર થશે. આ ઉત્તમ ગોચર યોગ મિત્રો દ્વારા શ્રેષ્ઠ સહકાર પ્રાપ્ત કરાવે.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણ કુંભ રાશિ પરથી થશે. અહીં સ્વગૃહી શનિ પરથી પાંચમા સ્થાનના સ્વામી ચંદ્રનું ભ્રમણ ધાર્મિક કાર્યમાં સહભાગી બનાવી શકે. સાથોસાથ અન્ય લોકોને મદરૂપ બનવા માટે ખર્ચમાં વધારો કરનારો પણ નિવડી શકે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્ર ભ્રમણ મીન રાશિ પરથી થશે.પંચમેશ ચંદ્રની સાતમે દૃષ્ટિ હોવાથી આયોજન બદ્ધ રીતે આપના કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરીને જાહેર જીવનમાં પ્રતિષ્ઠામાં વધારો પામી શકો.ચંદ્રના મેષ ભ્રમણ દરમિયાન રાહુ તથા હર્ષલ સાથે ચંદ્રનું કોમ્બિનેશન કોઈપણ વિવાદો કે અકસ્માતથી બચીને રહેવાની જાગૃતતા રાખવાનો નિર્દેશ કરે છે. વાણી સ્થાન દૂષિત કરતો આ ગોચર યોગ વ્યવહારમાં વિનય વિવેકથી વર્તીને હિતેચ્છુઓ સાથેના સંબંધો જાળવી રાખવાનું દર્શાવે છે.
કન્યા રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં લાભ સ્થાનનો સ્વામી ચંદ્ર મકર રાશિ પરથી પસાર થશે. સંતાનોની પ્રગતિ દ્વારા મન હર્ષ અનુભવી શકે.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણ કુંભ રાશિ પરથીપંચમેશ શનિ સાથે રહીને થશે. જાહેરજીવનમાં પ્રતિષ્ઠામાં વધારો થાય.શેર રોકાણ કે અન્ય કોઈ માર્ગે આકસ્મિક ધનપ્રાપ્તિ શક્ય બને. સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્ર સાતમાં સ્થાન પરથી પસાર થશે. અહી નેપ્ચ્યુન સાથે ચંદ્રનું કોમ્બિનેશન દાંપત્યજીવનમાં ઇઝી ગોઇંગ માહોલ રખાવે. સપ્તાહના અંત ભાગમાં આઠમે રહેલા ગુરુ પરથી ચંદ્ર પસાર થશે. સૂઝબૂઝ તથા કુનેહપૂર્વકની વ્યવહાર કુશળતા દ્વારા લાભ પ્રાપ્ત કરી શકો.અહી શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે. પરોપકાર માર્ગે ખર્ચ ઉદ્દભવી શકે.વારસાકીય પ્રશ્નોમાં તરફેણનો માહોલ રહી શકે. અહી રાહુ તથા હર્ષલ સાથે પણ ચંદ્ર યુતિમાં રહેશે. આકસ્મિક બનાવથી તેમજ ઝડપી ડ્રાઈવિંગથી કાળજી રાખવી અનિવાર્ય ગણાશે.
કર્ક રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં રાશિપતિ ચંદ્ર પ્લુટો પરથી પસાર થઈ રહ્યો છે. જાહેરજીવનમાં માન-સન્માનમાં વધારો પામી શકો.શુક્ર સાથેની પ્રતિયુતિમાં રાશિપતિ ચંદ્રનું ભ્રમણ શુભ પુરવાર થાય. ધંધા વ્યવસાય તથા નોકરીના સ્થાને આપનું મહત્વ પુરવાર કરતું કોઈ કાર્ય સંપન્ન બનાવી શકો. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણ કુંભ રાશિ પરથી થશે. વાયુજન્ય કે સાંધાની તકલીફ ધરાવનાર જાતકોને રાહત મળતી જણાય. નવમા સ્થાનમા રહેલા નેપચ્યુન પરથી ચંદ્ર સપ્તાહના મધ્ય ભાગમાં પસાર થશે. પરોપકારના કાર્યમાં નિમિત બની શકો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું ભ્રમણ મેષરાશિમાં કર્મસ્થાન પરના ભાગ્યેશ ગુરુ પરથી થશે. અહીં કોઈ નાની મુસાફરી કે યાત્રા ફળદાયી નિવડી શકવાનો સંકેત આપી શકાય.ચંદ્ર, રાહુ તેમજ હર્ષલ સંયોગ અન્ય વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ કરવાથી બચવાનું સૂચન કરે છે. મિલકતને લગતા કાર્યોમાં વધુ પડતી ઉતાવળ કરવી નહીં.
વૃશ્ચિક રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં નવમા સ્થાનનો સ્વામી ચંદ્ર મકરમાં પ્લુટો પરથી પસાર થશે. પાડોશીઓ દ્વારા સહકાર પ્રાપ્ત થતો જણાય.કોઈપણ પ્રકારના કરારો કે એગ્રીમેન્ટના કાર્યો જો પેન્ડિંગ રહેલા હશે તો તે પૂર્ણ બનાવી શકશો. સરકારી ડોક્યુમેન્ટ્સના પણ અટકેલા કાર્યો આગળ વધતા જણાશે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર ભ્રમણ કુંભ રાશિ પરથી થશે. અહીં ચતુર્થેશ શનિ પરથી ભાગ્યેશ ચંદ્રનું ભ્રમણ શુભ પુરવાર થશે.ભૂતકાળમાં કોઈ સાથે રાખેલો સંબંધ કે કોઈ માટે કરેલું કાર્ય અહીં આપને ખૂબ જ કામ આવી શકે તેમ છે. સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્રનું ભ્રમણ મીન રાશિ પરથી થશે.પ્રિયપાત્ર સાથે આનંદદાયક સમય વિતાવી શકાય. સંતાનો સાથે ઈંટલેકચ્યુલ સંવાદ શક્ય બને. સપ્તાહના અંત ભાગમાં ચંદ્ર રિપુભવનમાં રાહુ પરથી પસાર થશે. કોંપિટિશનમાં આગળ રહેવા માટે આળસ ત્યજી સતત પુરુષાર્થ રત રહેવું જરૂરી બનશે. ભાગીદારીમાં રહેલા સંપતિ વિષયક કાર્યોમાં સ્પષ્ટતા પૂર્વક આગળ વધવું.
મેષરાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં મકર રાશિ પરથી પસાર થનારો ચંદ્રપ્લુટો પરથી પસાર થશે. વ્યાવસાયિક ઉન્નતિ માટે નવા વિચારો અમલમાં મૂકી શકો. લોન-કર્જના પ્રશ્નો હળવા બનતા લાગે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું ભ્રમણ આગિયારમાંમાં સ્થાન પરથી થશે. ચંદ્ર અહી સ્વગૃહી શનિ પરથી પસાર થશે. શનિ અહીં કર્મેશ છે. આમ ચતુર્થેશ કર્મેશનો સબંધ વ્યવસાય તથા ધંધાના કોઇપણ સ્થળે રીનોવેશન અથવા ફેરફાર કરવા અંગે અનુકૂળતા આપી શકે છે. જો કે અહી કોઈપણ પ્રકારના ખર્ચમાં થોડું બજેટસેટ તથા પ્લાનિંગ જરૂરી બનશે. સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્ર તથા નેપ્ચ્યુન કોમ્બિનેશન ધાર્મિક વૃત્તિમાં વધારો અપાવે. મિત્ર વર્તુળથી ઉત્તમ સહયોગ પ્રાપ્ત થતો જણાય. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું ભ્રમણ પ્રથમ સ્થાન પરથી થશે.અહીં ગુરુ પરથી ચોથા સ્થાનના સ્વામી ચંદ્રનું ભ્રમણઉત્સાહ તથા સ્ફૂર્તિમાં વધારો અપાવશે.પરંતુ રાહુ સાથે ચંદ્રની યુતિ કોઈ ટોપીક ઉપર વધુ પડતો વિચાર કરીને બિનજરૂરી માનસિક તણાવઆપી શકશે.
સિંહ રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં બારમા સ્થાનના અધિપતિ ચંદ્રનું ભ્રમણમકર રાશિમાં છઠ્ઠા સ્થાન પરથી પસાર થશે. મોસાળ પક્ષ દ્વારા સાથ સહકાર પ્રાપ્ત કરી શકો. તંદુરસ્તીમાં સુધારો જણાય. સાતમા સ્થાનમાં રહેલા સ્વગૃહી શનિ પરથી ચંદ્ર સપ્તાહના મધ્યભાગમાં પસાર થશે. રોજિંદી દિનચર્યામાં ઉત્સાહ સભર કાર્ય કરવાનો પ્રયત્ન કરવો.સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્રનું ભ્રમણ મીન રાશિ પરથી આઠમા સ્થાનમાં થશે. અહીં વ્યયેશ તરીકે ચંદ્ર વિપરિત રાજયોગ કરશે. કોઈ જગ્યાએથી આકસ્મિક લાભની પ્રાપ્તિ શક્ય બની શકે. ઉઘરાણી છુટતી લાગે. પરિણામે નાણાંકીય પ્રવાહિતતા અનુભવી શકો.સપ્તાહના અંત ભાગમાં મેષ પરથી ચંદ્ર ભ્રમણ દરિમયાન ધાર્મિક સ્થળની મુલાકાત શક્ય બને. નવી ભાગીદારી કે વિકાસ માટે નવી તક સહાયક સિદ્ધ થાય. સર્વિસ-વ્યાપાર-કુટુંભમાં પ્રતિષ્ઠાને પાત્ર બની શકો. પરંતુ ચંદ્ર સાથે ભાગ્ય સ્થાનમાં રાહુ-હર્ષલ યુતિ વધુ પડતાં જોખમી કે આંધળા સાહસો કરતાં પહેલા જન્મના ગ્રહો પરથી માર્ગદર્શન લેવાનું સૂચવે છે.
ધન રાશિના જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં આઠમા સ્થાનનો અધિપતિ ચંદ્ર મકર રાશિમાં રહેલા પ્લુટો પરથી પસાર થશે. પરિવારમાં ગેટ-ટુ-ગેધરનું આયોજન રચી શકાય.વડીલોના આશીર્વાદને પાત્ર બની શકો. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર ભ્રમણ કુંભ રાશિ પરથી થશે. અહીં ધનેશ વક્રી શનિ પરથી ચંદ્રનું ભ્રમણ વ્યવહારમાં વધુ પડતાં જોખમ લેવાથી દૂર રહેવાનું સૂચવે છે. ચંદ્રનું મીન ભ્રમણ આપની કુંડળીમાં ચોથા સ્થાન પરથી પસાર થશે.વિલ-વારસા તથા ભાગ-બટાઈના પ્રશ્નો અંગે માતા દ્વારા સારો સહયોગ તથા ફેવર પ્રાપ્ત કરી શકો.તેમ છતાં સપ્તાહના અંત ભાગમાં થોડોક માનસિક મનોભાર સતાવી શકે.નેપચ્યુન સાથે અહી ચંદ્ર ભ્રમણ યોગ ધ્યાન દ્વારા માનસિક મજબૂત બનવાનું સૂચવે છે. કર્મક્ષેત્રે લાભ તથા કદરની પ્રાપ્તિ માટે વધુ પુરુષાર્થની આવશ્યકતા રહે. સપ્તાહના અંત ભાગમાં પાંચમા સ્થાન પરથી ચંદ્ર પસાર થતાં હર્ષલ- રાહુ સાથે યુતિ રચાશે. શેરબજારમાં ધીરજ પૂર્વક જાળવીને વ્યવહારો કરવા.