જઝબાત


Advertisement

આદમ કો ખુદા મત કહો
આદમ ખુશ નહિ,
લેકીન ખુદા કે નુર સે
આદમ જુદા નહિ!
સૃષ્ટિના સર્જનહારએ દુનિયામાં માનવીને સર્જીને મોકલ્યા એ વાત સત્ય છે પણ એનો અર્થ એ નથી માનવી ખુદા-ઇશ્ર્વર છે પણ એ વાત તો અમે હંમેશા સાંભળતા રહ્યા છીએ કે ઇન્સાન ઇશ્ર્વર ખુદાના ઓજસથી લેશ માત્ર જુદા નથી, દૂર નથી સાથોસાથ એમ પણ કહેવામાં આવ્યું છે, સુણતા આવ્યા છીએ.
દર્દ સે જો હે બેખબર વો કોઇ આદમી નહિ
ઉનકે આને સે આ ગઇ જો મુંહ પે રોનક
વો સમજતે હૈ કી બીમાર કા હાલ અચ્છા હૈ!
કોઇની જુદાઇમાં, દૂરીમાં પ્રેમમાં ડૂબેલા માનવી તેના ઇંતઝારમાં બેચેન બની બીમાર પડી ગયા હોય છે પરંતુ તેઓના આગમનથી મિલનથી ચહેરા ઉપર રોનક ખુશી છવાઇ જતા તબીયત પુછવા મળવા આવતા એ મળનાર વ્યકિત મનમાં એમ સમજી બેસે છે કે બીમારની હાલત સારી છે તંદુરસ્ત જણાય છે.
નીચે જણાવેલ ‘શેર’માં શાયરે જુદાઇ કે મિલનની વાત દર્શાવતા કહ્યું છે કે,
તુમ ન આયે તો કયા સહર ન હુઇ,
હોં મગર ચેન સે બસર ન હુઇ !
એ તો જુઓ કે પ્રેમીકાની રાહ જોવામાં શાયરની પરિસ્થિતિ કેવી સર્જાય છે.
શાયર તેની પ્રિયતમાની રાહ જોવામાં સારી રાત પડખા ફરતા રહ્યા આંખોમાં તે આવશે એવો ઇન્તઝાર કરતા રહ્યા એ ન આવ્યા. વહેલી સવાર થઇ ગઇ પણ એ સત્ય હકીકત છે વિતેલી રાત્રી ચેન, આનંદથી તો ન જ વીતી.
અભી કીયા થા તસવ્વુર મૈંને રીહાઇકા
બુલંદ હો ગઇ દિવાર કેદખાને કી !
હજુ હમણાં જ મેં કલ્પના કરી હતી કે હું બંધનમાંથી મુકત થઇ જઇશ, પરંતુ મારી એ કલ્પના ખોટી નીકળી મને જે દિવારમાં રાખવામાં આવ્યો તે મોટું સ્વરૂપ લઇ કેદખાનાની દિવાર વિશાળ બની ગઇ.
અબ કોઇ બાત ભી મેરી માના કે હોશ કી નહિ
આપકો ભૂલ જાઉં મે એસી તો બેખુદી નહિ!
ઓ સનમ ! એ સત્ય વાત છે કે મારી કોઇ વાત હોંશમાં નથી પણ એટલું જરૂર કબુલ કરજો કે આપને હું ભૂલી જાઉં એટલો તો નશામાં ડૂબેલો નથી.
મેં તેરી મસ્ત નિગાહી કા ભરમ રખલુંગા,
હોશ ભી આયા તો કહેદુંગા મુજે હોશ નહિ!
પ્રિયતમાની નશીલી, મસ્ત નજર છે તેને ભરમમાં રાખી લઇશ, ઓ દિલરૂબા ! મને જો ખરેખર હોશ આવશે તો પણ તને એમ જ કહી શકે મને લેશમાત્ર હોંશ નથી.

Advertisement
Advertisement
Advertisement