AI : વર્ચ્યુઅલ નહીં વાસ્તવમાં તમને ધનવાન પણ બનાવે છે

22 February, 2024 11:02 AM
◙ ઓઇલ અને ડેટા બાદ હવે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ વિશ્વમાં ધનવાનોની સંપત્તિ વધારી રહ્યું છે

◙ બ્લુમબર્ગના રીપોર્ટ મુજબ 2023માં વિશ્વમાં ધનવાનોની સંપત્તિમાં વધારો થયો તેમાં 96 ટકા એઆઇના આભારે હતો જેમાં ચીપથી લઇ એઆઇ ટુલ અને સર્વિસિસ કંપનીઓનો સૌથી મોટો ફાળો રહ્યો છે તો એમેઝોન અને આલ્ફાબેટને પણ પાછળ રાખીને એનવીડીયા(Nvidia) કોર્પ અને તેની કઝીન કંપનીએ પણ વિશ્વની ટોચની કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે હજુ તો આ શરૂઆત છે 

 

◙ સોફટવેર ક્ષેત્રે વિશ્વમાં નંબર-1 બન્યા બાદ ભારતે ફકત સર્વિસ કન્ટ્રી તરીકે નહીં પરંતુ ક્રિએટર કન્ટ્રી તરીકે પણ સ્થાન મેળવવા માટે હવે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ પર સવાર થઇ જવાની જરૂર છે, એઆઇ સ્કીલની દ્રષ્ટિએ ભારત વિશ્વના પાંચ દેશોમાં સ્થાન મેળવે છે અને આઇટી ક્ષેત્રની નવી જોબમાં 40 ટકા એઆઇનો ફાળો છે આમ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ જોબ છીનવશે નહીં પરંતુ નવી જોબનું સર્જન કરશે પ્રશ્ન એ છે કે તેમાં આપણે દુનિયા સાથે સ્પર્ધા કરવાની છે 

 

◙ ભારતમાં જ હવે એઆઇ એન્ટરપ્રિન્યોર્સથી લઇ કન્સલ્ટન્સી અને નવા ટુલ્સ નિર્માણની અનેક કંપનીઓ સક્રિય બની ગઇ છે, પરંતુ એઆઇએ અભ્યાસક્રમમાં દાખલ થવું જરૂરી છે, એક સમયે કોમ્પ્યુટર અજાયબી ગણાતુ હતું જે આજે  આપણી આંગળીના ટેરવે કામ કરે છે, એઆઇ પણ તે જ કરશે ભલે તેને ઇન્ટેલીજન્સ ગણાતું હોય તો આખરે તો આર્ટીફિશ્યલ જ રહેશે અને ખરો ઇન્ટેલીજન્સ  કાળા માથાનો માનવી જ રહેશે

 

જો તમે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ આગામી સમયનો ખતરો માનતા હો તો કદાચ તમે ધનવાન બનવાની રેસમાં પાછળ રહી જશો. એક સમયે ક્રુડ ઓઇલને ગોલ્ડ તરીકે ગણાતું હતું. બાદમાં ડેટા આવ્યા અને તેને ન્યુ ગોલ્ડ તરીકે ગણાવાયું પણ હવે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સે ફકત તેના સૌથી વધુ ચર્ચાના એક વર્ષમાં વિશ્વમાં અબજોપતિ બનવાનું  શરૂ કરી દીધુ છે અને 2023ના વર્ષમાં જેટલા નવા અબજોપતિઓ બન્યા તેમાં મોટા ભાગના આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ ટેકનોલોજી મારફત તેઓએ જે નવી ઉંચાઇ મેળવી તેના કારણે જ આ શકય બન્યું છે. એનવીડીયા(Nvidia) કોર્પના કો.ફાઉન્ડર જેસન હુ આંગની સંપતિમાં સૌથી વધુ વધારો થયો તેમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ સંબંધીત તેની ચીપ માર્કેટની જે વેલ્યુ વધી તેના આભારી છે અને તેણે એમેઝોન તથા આલ્ફાબેટને પછાડીને વિશ્વની ચોથા નંબરની સૌથી વેલ્યુએબલ કંપની બની ગઇ છે.  ડોટ કોમને પાછળ રાખી દીધા

એટલું જ નહીં તેના જ કઝીન લીસા સુની કંપની એડવાન્સ માઇક્રો ડીવાઇઝસેસ ઇન્ક. એ Nvidiaના સૌથી મોટા સ્પર્ધક તરીકે ગણવામાં આવે છે. તેની કંપની એ પણ છેલ્લા એક વર્ષમાં 1.2 બીલીયન ડોલરની નેટવર્ક બનાવી લીધી છે અને તે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સને આભારી છે. વિશ્વના સૌથી ધનવાન પ00 વ્યકિતઓમાં  30 વ્યકિતઓની નેટવર્ક એઆઇના સ્ટોકમાં તેજીના કારણે આવી છે.  અને તેના કારણે દુનિયાના અમીરોની નેટવર્થમાં 124 અબજ ડોલરનો વધારો થયો છે. બ્લુમબર્ગ બીલીયોનર્સ ઇન્ડેક્ષ મુજબ મેટાના માર્ક ઝુકરબર્ગ પણ સેકન્ડ બેસ્ટ પરફોર્મેન્સ તરીકે બહાર આવ્યા છે અને ઝુકરબર્ગની નેટવર્કમાં આ વર્ષે 41.9 અબજ ડોલર વધ્યા તેમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સનો સૌથી મોટો ફાળો છે. જેણે Nvidia બાદની સૌથી વધુ સંપતિ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સના આધારે બનાવી છે

આ ઉપરાંત ખાસ કરીને તેને માઇક્રો સોફટના ઓપન એઆઇનો પણ સાથે પાર્ટનરશીપ કરીને સ્ટીમ બામલરની કંપનીએ 9.0 અબજ ડોલરની નેટવર્થ બનાવી છે. આ ઉપરાંત ડેન ટેકનોલોજી અને અન્ય કંપનીઓ પણ આ રેસમાં પાછળ નથી. જાપાનમાં પણ સોફટ બેન્ક ગ્રુપના ફાઉન્ડર માસા યોસી સનની નેટવર્થ આ વર્ષે 3.7 અબજ ડોલર વધી છે તેમાં પણ તેમની ચીપ બનાવનાર કંપનીમાં હોલ્ડીંગના કારણે તેઓ વધુ ધનવાન બની ગયા છે.  ભારતમાં પણ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સનું બજાર રપ થી 30 ટકાના દરે વધી રહ્યું છે અને ર0ર7 સુધીમાં આ માર્કેટ 17 બીલીયન ડોલર સુધી પહોંચશે તેવા સંકેત છે. 

નેશનલ એસોસીએશન ઓફ સોફટવેર એન્ડ સર્વિસીસ કંપની (નાસ્કોમ)ના એક રીપોર્ટ મુજબ દેશમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સની ટેલેન્ટ બેઇઝ પણ વધતી જાય છે અને ખાસ કરીને 2019થી એઆઇના ઇન્વેસ્ટમેન્ટમાં સતત 24 ટકા જેટલો વધારો થઇ રહ્યો છે. 2023માં આ કુલ રોકાણ 83 બીલીયન ડોલર પહોંચ્યું જેમાં મોટા ભાગના ઇન્વેસ્ટમેન્ટ, ડેટા એનાલીસ ઉપરાંત જેનરેટીવ એઆઇ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં થયું હતું. ભારતમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સની સ્કીલ ટેલેન્ટમાં સતત વધારો થઇ રહ્યો છે. એઆઇના જોબ ફંકશનમાં 4.20 લાખ કર્મચારીઓ જોડાયા છે જે વિશ્વમાં સ્થાપિત ટેલેન્ટથી નંબર-2 પર છે અને અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં એઆઇ સ્કીલ્ડ લોકોની સંખ્યા લગભગ ત્રણ ગણી છે અને તેનો સીધો લાભ ભારતની ટેક કંપનીઓને મળી રહ્યો છે.

દેશમાં એક તરફ એઆઇના કારણે ડીઝીટલ ઇકોનોમીને પણ વેગ મળ્યો છે અને 2027 સુધીમાં આ ક્ષેત્રમાં કમાણીની સૌથી વધુ તક તમને ઉપલબ્ધ થશે. હાલના રીપોર્ટ મુજબ એઆઇ ફકત સ્કીટ માટે નહીં પરંતુ સામાન્ય બિઝનેસમેન કે ફ્રી લાન્સર અથવા તો કોઇપણ ફ્રેશર પણ  એઆઇને કોમ્પીટીશનમાં જોડાઇ શકે અને તેના કારણે તેની અર્નિંગ કેપેસીટી વધી શકે. 

સૌથી મહત્વનું એઆઇ ટુલના હાઇ કવોલીટી ક્ન્ટેન્ટ તૈયાર કરવા, એડીટ કરવા અને પ્રુફ રીડીંગ જેવી કામગીરી માટે પણ મલ્ટી મીડીયા કન્ટેન્ટ બનાવવામાં એઆઇ સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે અને ખાસ કરીને તેમાં પોલીટીની સૌથી વધુ ગેરેંટી મળે છે આ ઉપરાંત એઆઇ ટુલની મદદથી ગ્રાફિક, કોપીરાઇટીંગ પર પણ કામ કરી શકાય છે. પરંતુ સૌથી મહત્વનું એઆઇ એન્ટરપ્રિન્યોરશીપ અને એઆઇ કન્સલ્ટન્સીમાં છે કારણ કે ફિલ્મ હજુ ભારતમાં જે તબકકામાં છે તેનો લાભ અત્યારથી મેળવવામાં ટોપ ટેક સર્વિસ કંપની તરીકે સ્થાપી શકાય છે.

ઇન્ટરનેટ સુવિધા ધરાવતા નાના વ્યાપારી પણ ઇવેન્ટીવ મેનેજમેન્ટ, કસ્ટમર ડિલરશીપ, માર્કેટીંગ સ્ટેટેજીસ અને કોમ્પીટીશન જેવા ક્ષેત્રમાં પણ એઆઇની મદદથી તેમના હરીફ ઉપર સરસાઇ સ્થાપી શકે છે. પરંતુ સૌથી મહત્વનું આઇ કન્સલ્ટન્સી છે જે ભારતમાં માંગ વધી રહી છે. એઆઇ જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ તેના અપડેટ ટુલ્સ અને ટેકનીકની સાથે અપડેટ રહેવું એ માર્કેટમાં સૌથી વધુ સફળતા અપાવી જશે. એવો સતત ભય રહે છે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સના કારણે નોકરીઓ જશે પરંતુ તે હવે ભુતકાળ બનવા લાગ્યો છે અને હાલમાં જ આઇબીએમ ઇન્ડિયાના એક રીપોર્ટ મુજબ એઆઇથી જેટલી નોકરીઓ પર જોખમ છે તેના કરતા અનેક નોકરીઓ માટે તક છે સવાલ એ છે કે તમે તેમાં  કેટલો લાભ ઉઠાવી શકો છો. 

ભારતમાં અલગ અલગ પ0 જેટલી કંપનીઓ એઆઇ ટુલ્સ સાથે કામ કરવા માટે સ્કીલ ટ્રેનિંગ આપે છે અને તે ક્ષેત્રમાં પણ મોટી તક છે. આઇટી ફિલ્ડમાં હવે જે વૈવિધ્ય આવ્યું છે તેમાં એઆઇની માસ્ટર ડિગ્રી અને પીએચડી સુધીના અભ્યાસક્રમમાં પણ એઆઇનો પ્રવેશ જરૂરી છે. ખાસ કરીને ભવિષ્ય જયારે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સનો હોય તો ભારત તેમાં પાછળ રહી શકે નહીં અને તે જ બાબત એ છે આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સને ફકત હવે આપણે  એક હબ તરીકે નહીં કે ડીપફેક જેવા ભય તરીકે નહીં પરંતુ એક સાથીદાર તરીકે જોવાનો સમય આવી ગયો છે. 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj