ટેસ્ટ મેચના બે દિવસ વચ્ચે રમાયેલી વન ડે મેચ

03 February, 2024 10:57 AM
1992માં થયેલો નવતર પ્રયોગ

ગયા અઠવાડીયે બે ટેસ્ટ મેચના પરીણામ એવા આપ્યા છે જેણે ક્રિકેટપ્રેમી લોકોને ચર્ચા કરતા કરી મુકયા છે. છેલ્લા કેટલાય વર્ષોથી જે ટીમ એક પણ મેચ જીતી શકી નથી. જે ટીમ હમણા પુરા થયેલ વન ડે વિશ્ર્વકપ માટે કવોલીફાઇ  પણ થઇ શકી નહોતી એ જાજરમાન ભુતકાળ ધરાવતી વેસ્ટ ઇન્ડીઝની સાવ નવયુવાનોથી ભરેલી ટીમે અનુભવી, ટેસ્ટ અને વન ડેમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર 27 વર્ષ પછી પરાજીત કરી છે.

તો વળી ભારતીય પીચ પર સ્પીન બલર સામે નબળી ગણાતી ઇંગ્લેન્ડની ટીમે 190 રનની લીડ હોવા છતાં મેચ જીતી બતાવી છે. આ બંને પરિણામ ટેસ્ટ મેચ ક્રિકેટના ભવિષ્ય માટે ખુબ સારા છે. ભારતને ભારતમાં અને ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવું એ જેવી તેવી વાત નથી. આ દર્શાવે છે કે નવી પધ્ધતિ, નવી ટેકનીક, નવી આક્રમકતા અને નવા ‘માઇન્ડસેટ’ સાથે હવેની ટીમો પડકારજનક પરિસ્થિતિમાં જીતવાના દ્રઢ નિશ્ચય સાથે જ ઉતરે છે. વેસ્ટઇન્ડીઝની ટીમમાં તો સાત એવા ખેલાડીઓ હતા જે પ્રથમ જ વખત ટેસ્ટ મેચ રમવા ઉતર્યા હતા. તો વળી જે બોલરે ભારતીય બેટસમેનોને ભીંસ પાડી દીધી તે પ્રથમ જ વખત ભારતમાં રમી રહ્યો છે. 

પાંચ દિવસ જેવા સમયમાં રમાતું ટેસ્ટ મેચ ક્રિકેટ કોઇ પણ સ્5ોર્ટસનું સૌથી લાંબુ ફોર્મેટ છે. ચાર દિવસ ઉત્તમ રમત રમેલી ટીમ પાંચમા દિવસે ફકત એક સેશનમાં નબળુ ક્રિકેટ રમે અને મેચ હારી જાય છે. રોલોઓન થઇને પણ ટીમ મેચમાં વાપસી કરીને જીતી ગઇ હોય એવા દાખલા ટેસ્ટમેચમાં રહેલા છે. ટી-20 એક ચટપટુ, રોમાંચક અને ઉત્તેજના ધરાવતું ફોર્મેટ છે તો ટેસ્ટ મેચ ક્રિકેટ એ સ્કીલ, ટેંપરામેંટ અને મેન્ટલ ટફનેસની જરૂરીયાત ધરાવતું ફોર્મેટ છે.

પાંચેય દિવસ પીચની કંડીશન બદલાતી રહે છે, બોલર્સને પીચ તરફથી મળતી મદદમાં વધારો-ઘટાડો થતો રહે છે. બેટસમેન  જે ફટકાઓ મેચના બીજા દિવસે મારી શકે છે તે મેચના અંતિમ દિવસે રમી નથી શકતો. એટલે ખેલાડીઓએ પીચ પ્રમાણે અને ટીમ કઇ પરિસ્થિતિમાં છે એ પ્રમાણે સતત પોતાની રમતમાં બદલાવ કરવા પડે છે. એક પળભર માટે પણ ગુમાવેલી એકાગ્રતા આખા મેચની બાજી ફેરવી નાખે છે અને એટલે જ એવું કહેવાય છે કે ટેસ્ટ મેચની લાંબી રમતમાં સતત ફોકસ જાળવી રાખવું-પ્રેઝેંટ મોમેંટમાં રહેવું એ કોઇ સાધના કરવા જેવું કામ છે.

ખેર, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી તો હજુ બહુ લાંબી છે અને હજુ એમા ઘણા ઉતાર-ચઢાવ જોવા મળશે અને એક   વાત ચોકકસ છે કે ખરાખરીનો મજેદાર મુકાબલો થવાનો છે. આધુનિક ઝડપી યુગમાં પ દિવસ બેસીને ટેસ્ટ મેચ જોવાનો  કોઇ પાસે સમય નથી અને એના કારણે મોટા ભાગે સ્ટેડીયમમાં પણ ટી-20 કે વન ડે જેવી મેદની જોવા મળતી નથી. પણ આ માટે એક સાવ નવતર પ્રયોગ 1992માં થયેલો. એ વર્ષે ન્યુઝીલેન્ડની ટીમ ઝીમ્બાબ્વેના પ્રવાસે ગયેલી બે ટેસ્ટ મેચ અને બે વન-ડે રમવા માટે અને આ સીરીઝમાં બીજી ટેસ્ટ મેચમાં એવી વ્યવસ્થા થયેલી કે ટેસ્ટ મેચના એક દિવસ પછી બીજા દિવસે વન-ડે મેચ રમાય અને પાછુ એ પછીના ત્રીજા દિવસથી ટેસ્ટ મેચ ચાલુ.

જેમ કે ટેસ્ટ મેચ 7 નવેમ્બર 199રના રોજ હરારેના સ્ટેડીયમ ખાતે શરૂ થઇ. પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડ ટોસ જીતીને બેટીંગ કરતા 6 વિકેટે 314 રન બનાવ્યા. હવે બીજા દિવસે 8 નવેમ્બરે રવિવાર હતો, લોકોને ક્રિકેટ તરફ ખેંચી લાવવા અને વધુમાં વધુ લોકોનોે સ્ટેડીયમ પહોંચે એ માટે આ દિવસે એ જ બંને ટીમો એ જ મેદાન પર વન ડે મેચ રમાઇ જે અંતિમ ઓવર્સમાં ન્યુઝીલેન્ડ જીતી ગયું. હવે આવી 9 નવેમ્બર અને પાછી ટેસ્ટ મેચ ચાલુ છે ને ગજબ ? માન્યામાં આવે કે ચાલુ ટેસ્ટ મેચની વચ્ચે આ રીતે વન ડે રમી શકાય ? પણ આવુ થયું અને પાંચમા અને અંતિમ દિવસે ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચ જીતી ગયું. બંને ટીમો આ રીતે છ દિવસે ક્રિકેટ રમી, જેમાં એક પાંચ દિવસનો ટેસ્ટ મેચ અને એમાં વચ્ચે એક વન ડે મેચ.

 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj