C-390 મિલેનિયમ

15 February, 2024 10:29 AM
♦ હવે મહિન્દ્રા બનાવશે વાયુસેના માટે કાર્ગો વિમાન!

♦ C-390 મિલેનિયમ એ બ્રાઝિલની કંપની એમ્બ્રેર દ્વારા વિકસિત મધ્યમ કદનું કાર્ગો વિમાન છે. આ વિમાન કાર્ગો અને સૈન્ય પરિવહન, હવાઈ રિફ્યુઅલિંગ, શોધ અને બચાવ અને માનવતાવાદી સહાય જેવા વિવિધ મિશન પૂર્ણ કરવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. C-390 મિલેનિયમ 26 ટન સુધીનો પેલોડ વહન કરી શકે છે અને 870 કિમી/કલાકની ઝડપે ઉડી શકે છે અને વિપરીત વાતાવરણમાં પણ યોગ્ય રીતે કામ કરવાની ક્ષમતા ધરાવે છે.

 

♦ પહેલા સેના માટે મેઇડ ઇન ઈન્ડિયા ફાઇટર જેટ તેજસનું નિર્માણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું અને ત્યારબાદ ‘પ્રચંડ’ નામના લાઇટ કોમ્બેટ એટેક હેલિકોપ્ટરના નિર્માણમાં ભારતે સફળતા મેળવી. હવે ભારતીય સેના માટે કાર્ગો વિમાનનું ઉત્પાદન પણ ભારતમાં થવા જઈ રહ્યું છે. આ માટે ભારતની ખૂબ જ જાણીતી કંપની મહિન્દ્રાએબ્રાઝિલની એક કાર્ગો પ્લેન નિર્માણ કરતી કંપની સાથે ખાસ કરારો કર્યા છે.

 

♦ બ્રાઝિલની કાર્ગો વિમાન કંપની એમ્બ્રેર અને ભારતીય કંપની મહિન્દ્રા વચ્ચેનો સહયોગ એ ભારતની સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષમતાઓને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. C-390 મિલેનિયમ એ એક આધુનિક અને બહુપયોગી એરક્રાફ્ટ છે કે જે ભારતીય વાયુસેનાની વિવિધ ઓપરેશનલ જરૂરિયાતોને પૂરી કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેઠળનીભાજપા સરકાર જ્યારથી સત્તા પર આવી ત્યારથી તેમનું વિઝનમેક ઇન ઈન્ડિયા જ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓએ વાઇબ્રન્ટસમિટ દ્વારા વિદેશી કંપનીઓને ગુજરાતની ભૂમિ પર પોતાના પ્રોડક્શનપ્લાન્ટ સ્થાપવા માટે કનવેન્સ કરેલા. મેઇડ ઇન ઈન્ડિયા થકી દેશની અર્થવ્યવસ્થાને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે અને આ વાતને કોઈ સમીટીની જરૂર પણ નથી. ભારત મેન્યુફેક્ચરિંગમાં ઘણા ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની રહ્યું છે. સાથે સાથે ડિફેન્સ સેક્ટરમાં પણ આપનો દેશ આત્મનિર્ભર બનવા તરફ ડગ માંડી રહ્યો છે. પહેલા સેના માટે મેઇડ ઇન ઈન્ડિયા ફાઇટર જેટ તેજસનું નિર્માણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું અને ત્યાર બાદ ‘પ્રચંડ’ નામના લાઇટ કોમ્બેટ એટેક હેલિકોપ્ટરના નિર્માણમાં ભારતે સફળતા મેળવી. હવે ભારતીય સેના માટે કાર્ગો વિમાનનું ઉત્પાદન પણ ભારતમાં થવા જઈ રહ્યું છે. આ માટે ભારતની ખૂબ જ જાણીતી કંપની મહિન્દ્રાએબ્રાઝિલની એક કાર્ગો પ્લેન નિર્માણ કરતી કંપની સાથે ખાસ કરારો કર્યા છે. 

કાર્ગો પ્લેન વાયુ સેનાને અલગ અલગસ્થિતિઓ અને મિશન દરમિયાન ખૂબ જ ઉપયોગી નિવડતા હોય છે. તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સંકટ સર્જાયું ત્યારે ત્યામાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે વાયુ સેનાએ પોતાના ગ્લોબ માસ્ટર કાર્ગો વિમાનને ત્યાં મોકલ્યું હતું. આવી જ કામગીરી યુક્રેન-રશિયા યુદ્ધ વખતે પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રકારના વિમાન મોટી સંખ્યામાં સૈનિકો અને ટેન્કો જેવા મસમોટાસામનની હેરફેર કરવાની પણ ક્ષમતા ધરાવે છે આથી તેમનો એક અલાયદો કાફલો વાયુસેનામાં હોવો જરૂરી છે. 

C-390 મિલેનિયમ એ બ્રાઝિલની કંપની એમ્બ્રેર દ્વારા વિકસિત કરવામાં આવેલું મધ્યમ કદનું કાર્ગો વિમાન છે. આ વિમાન કાર્ગો અને સૈન્ય પરિવહન, હવાઈ રિફ્યુઅલિંગ, શોધ અને બચાવ અને માનવતાવાદી સહાય જેવા વિવિધ મિશન પૂર્ણ કરવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. C-390 મિલેનિયમ 26 ટન સુધીનો પેલોડ વહન કરી શકે છે અને 870 કિમી/કલાકની ઝડપે ઉડી શકે છે અને વિપરીત વાતાવરણમાં પણ યોગ્ય રીતે કામ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત આ વિમાન અદ્યતન એવિઓનિક્સ, સ્વ-રક્ષણ પ્રણાલીઓ અને ફ્લાય-બાય-વાયર ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમથી પણ સજ્જ છે.

તાજેતરમાં જ આ વિમાન બનાવનારી બ્રાઝિલિયન કંપની એમ્બ્રેર દ્વારા ભારતીય કંપની મહિન્દ્રા વચ્ચે કરાર થયા છે અને હવેથી આ વિમાન ભારતમાં ઉત્પાદન થવા જઈ રહ્યું છે. બંને કંપનીઓએ જાહેરાત કરી કે તેઓએ ભારતમાં C-390 મિલેનિયમ પ્રોજેક્ટ પર સહયોગ કરવા માટે એક સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુનો હેતુ ભારતીય વાયુસેના (IAF) દ્વારા તેના આગામી મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (MTA) ખરીદવાના પ્રોજેક્ટ C-390 મિલેનિયમ વિમાનના સમાવેશને સંયુક્ત રીતે પૂર્ણ કરવાનો છે. એમઓયુ મેક ઇન ઇન્ડિયા પહેલને સમર્થન આપવા માટે બંને કંપનીઓની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે કે જે ભારતની સ્થાનિક ઉત્પાદન અને સંરક્ષણ ક્ષમતાઓને વેગ આપવાનું કામ કરશે.

બ્રાઝિલની કાર્ગો વિમાન કંપની એમ્બ્રેર અને ભારતીય કંપની મહિન્દ્રા વચ્ચેનો સહયોગ એ ભારતની સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષમતાઓને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. C-390 મિલેનિયમ એ એક આધુનિક અને બહૂપયોગી એરક્રાફ્ટ છે કે જે ભારતીય વાયુસેનાની વિવિધ ઓપરેશનલ જરૂરિયાતોને પૂરી કરી શકે છે. C-390 મિલેનિયમ ભારતીય સેનામાં હાલમાં રહેલા એવ્રોઈંજ-748 અને એન્ટોનવ એન-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના જૂના થઈ રહેલા કાફલાને બદલી શકે છે. C-390 મિલેનિયમ કાર્ગો વિમાન લોક હીડમાર્ટિન C-130ઉJ સુપરહર્ક્યુલસ અને બોઈંગ NC-17 ગ્લોબ માસ્ટર III ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના હાલના કાફલાને પણ પૂરક બની શકે છે કે જે IAF દ્વારા તાજેતરના વર્ષોમાં જ ખરીદવામાં આવ્યા છે. 

એમ્બ્રેર અને મહિન્દ્રા વચ્ચેની ભાગીદારી પણ ભારતીય એરોસ્પેસ ઉદ્યોગમાં નવીનતા અને વૃદ્ધિ લાવશે. બંને કંપની વચ્ચે થયેલા આ એમઓયુજણાવે છે કે એમ્બ્રેર અને મહિન્દ્રા MTA પ્રોગ્રામના પ્રોજેક્ટ માટે IAF અને સ્થાનિક એરોસ્પેસ કંપનીઓ સાથે પણ અલગ અલગ પ્રકારે જોડાણ કરશે. આનો અર્થ એવો થાય છે કે C-390 મિલેનિયમનું ભારતમાં ઉત્પાદન અથવા એસેમ્બલ કરવામાં આવશે કે જેમાં ભારતીય સપ્લાયર્સ અને ઉત્પાદકોની ભાગીદારી હશે.

આનાથી ભારતીય એરોસ્પેસ ક્ષેત્ર માટે ટેક્નોલોજી ટ્રાન્સફર, કૌશલ્ય વિકાસ, રોજગાર સર્જન અને નિકાસની સંભાવનાની અનેક તકો ઊભી થશે. આ એમઓયુ બ્રાઝિલ અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા તેમજ ભારત અને દક્ષિણ અમેરિકાના દેશો વચ્ચેના સહકારને પણ દર્શાવે છે. બ્રાઝિલ અને ભારત બંને ભરતીઅર્થ વ્યવસ્થાઓ અને વ્યૂહાત્મક ભાગીદારો છે કે જે વૈશ્વિક ક્ષેત્રે સમાન હિતો અને મૂલ્યો ધરાવે છે. તેઓ રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાની સાથે BRICજૂથના પણ સભ્ય છે. C-390 મિલેનિયમ કાર્ગો વિમાન પ્રોજેક્ટ પર સહયોગ એ એક જીવંત ઉદાહરણ છે, બ્રિક્સ દેશો પરસ્પર લાભો અને વિકાસ કરવા માટે એકબીજાની શક્તિ અને સંસાધનોનો લાભ લઈ શકે છે.

બ્રાઝિલિયન કંપની એમ્બ્રેર અને ભારતીય કંપની મહિન્દ્રા દ્વારા હસ્તાક્ષર કરાયેલ એમઓયુએ IAF અને ભારતીય એરોસ્પેસ ઉદ્યોગ માટે C-390 મિલેનિયમ કાર્ગો વિમાનના ઉત્પાદનને વાસ્તવિકતા બનાવવાની દિશામાં પ્રથમ પગલું છે. C-390 મિલેનિયમ એ એક અત્યાધુનિક પરિવહન એરક્રાફ્ટ છે કે જે IAFની ઓપરેશનલ ક્ષમતા ઓમાં અનેક ગણો વધારો થઈ શકે છે.

એમ્બ્રેર અને મહિન્દ્રા વચ્ચેની ભાગીદારી મેક ઇન ઇન્ડિયા પહેલને પણ પ્રોત્સાહન આપી શકે છે કે જેનો ઉદ્દેશ્ય ભારતની સ્થાનિક ઉત્પાદન અને સંરક્ષણ ક્ષમતાઓને વેગ આપવાનો છે. C-390 મિલેનિયમ પ્રોજેક્ટ પરનો સહયોગ બ્રાઝિલ અને ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનું કામ કરશે અને આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. 

 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj