ફ્રોઝન એમ્બ્રયો પણ કાનુનની દ્રષ્ટિએ બાળક : રસપ્રદ ચુકાદો

23 February, 2024 12:14 PM
◙ એર્બોર્શન બાદ હવે અમેરિકામાં ફ્રોઝન એમ્બ્રયોનો વિવાદ પ્રેસિડેન્ટ ઇલેકશનમાં મુદ્દો બનશે!

◙ હાલમાં જ અમેરિકાના અલ્બામા રાજયની સુપ્રિમ કોર્ટે ફ્રોઝન એમ્બ્રયો એટલે કે લેબોરેટરીમાં સુરક્ષીત રીતે રખાયેલા બાળભ્રૂણને બાળક જ મનાશે તેવો ચુકાદો આપીને એ પણ જણાવ્યું કે જો કોઇ માનવીય ભુલ કે ટાળી શકાય તેવા અકસ્માતથી આ ભ્રૂણને નુકસાન પહોંચે અથવા તો તેનો નાશ થાય તો હત્યા સુધીનો અપરાધ બની શકે છે 

 

◙ ભારત માટે પણ આ એક મુદ્દો બની શકે છે, દેશમાં IVF ટેકનોલોજીથી સંતતી મેળવવા માટે હવે વધુને વધુ યુગલો  આગળ આવતા જાય છે જોકે હજુ સુધી ભારતના કાનુનમાં આ અંગે કોઇ સ્પષ્ટતા નથી પણ થોડો સમય પહેલા સરકાર સરોગેટ મધર અંગે જે કાનુન બનાવ્યા તે પછી IVF કલીનીક અને લેબોરેટરી માટે પણ નિયમો અને કાનુન આવી શકે છે, ભ્રૂણ હત્યા એ ભારતમાં પાપ છે અને કાનુન પણ યોગ્ય કારણો વગર મંજૂરી આપતો નથી તે સમયે IVF કલીનીકોની ચિંતા વધી જશે

◙ આ ચુકાદો અમેરિકા માટે મહત્વનો છે જયાં 10 લાખ જેટલા ફ્રોઝન એમ્બ્રયો સ્વરૂપમાં ભવિષ્યમાં જન્મનાર બાળક છે અને સૌથી મહત્વનું એ છે કે IVF કલીનીક કે જે આ પ્રકારની સુવિધાઓ આપે છે અને ભવિષ્યમાં બાળક ઇચ્છનાર યુગલો માટે પણ આ એક મહત્વની બાબત છે તે સમયે અમેરિકી કલીનીકોને ડર છે કે તેઓ સામે મુકદમાની કતાર લાગશે અને અનેક કલીનીકો તો ફ્રોઝન એમ્બ્રયો સુવિધા જ બંધ કરવા તૈયાર છે 

 

અમેરિકાના ઇતિહાસમાં એર્બોર્શન(ગર્ભપાત) એમ્બ્રયો(ભ્રુણ) અને પે્રગ્નેસી સંબંધી ચર્ચાઓ ચાલતી જ રહે છે હાલમાં એર્બોર્શન અંગેનો વિવાદ છેક અમેરિકાની સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો તેને મુળભુત અધિકાર ગણવો કે નહીં તેની ચર્ચા થઇ હતી. પ્રથમ વખત એવું બન્યું છે કે અમેરિકાના કોઇ રાજયની સર્વોચ્ચ અદાલતે એમ્બ્રયો એટલે કે માનવ ભ્રૂણ અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે અને તેની દુરગામી અસર થઇ શકે છે, ભવિષ્યમાં ભારતમાં આ ચર્ચા છેડાઇ શકે છે.

અમેરિકામાં એટલે મહત્વની છે કે ફ્રોઝન એમ્બ્રયોનું વ્યાપક ચલણ છે અને અનેક યુગલો ભવિષ્યમાં તેના સંતાનોની આવશ્યકતા માટે આ પધ્ધતિનો સહારો લે છે સૌથી મહત્વનું એ છે કે અમેરિકાના અલ્બામા રાજયની સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સંતતી માટે જે IVF ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે તેની સામે કમસેકમ અમેરિકામાં ચિંતા થશે અનેક સેન્ટરો બંધ થઇ શકે છે. રસપ્રદ બાબત એ છે કે એક તરફ અમેરિકામાં પ્રેસિડેન્ટ ઇલેકશનની પ્રાયમરી ચાલી રહી છે.

ખાસ કરીને રીપબ્લીકન પાર્ટીમાં પ્રેસિડેન્સીયલ કેન્ડીડેટ એટલે કે સંભવત: વર્તમાન પ્રમુખ જો બાઇડન સામે રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર કોણ હશે તે અંગે ડોનાલ્ડ ટ્રમ્પને ભલે ફેવરીટ ગણાતા હોય પરંતુ ભવિષ્યમાં કાનુની ચુકાદાઓ તેમને મુશ્કેલીમાં મુકી શકે છે અને તેથી સંયુકત રાષ્ટ્ર સંઘ ખાતેની અમેરિકાની પૂર્વ રાજદુત નીકી હેલી આ સ્પર્ધામાં એક બે આંચકા છતાં પણ હજુ પોતે સફળ થશે તેમ માને છે અને તેને પણ આ મુદો પ્રેસીડેન્ટ ઇલેકશનમાં ઉઠાવવાની તૈયારી કરી છે. 

સૌપ્રથમ વિવાદ શું છે તે સમજી લે તો સમગ્ર અલ્બામાની સુપ્રિમ કોર્ટે હાલમાં એક ચુકાદો આપ્યો જેમાં એક IVF કલીનીકમાં ત્રણ યુગલો દ્વારા ફ્રોઝન એમ્બ્રોઝ રાખવામાં આવ્યા હતા અને કોઇ અકસ્માતના કારણે તેનો નાશ થયો.   અમેરિકાના અલ્બામામાં સ્થાનિક બંધારણ મુજબ છેક 197રથી એ કાનુન ચાલી આવે છે કે અનબોર્ન ચાઇલ્ડ એટલે કે જે બાળકનો જન્મ હજુ થયો ન હોય અને તેનું જો કોઇ કારણોસર એટલે કે બેદરકારી કે અકસ્માતના કારણે માતાના ગર્ભમાં કે પછી આઇવીએફ કલીનીક જેવી વ્યવસ્થામાં મૃત્યુ થાય તો તે માટે કાનુની દાવો માંડી શકાય છે.

જેને રોંગફુલ  ડેથ ઓફ માઇનોર એકટ હેઠળ આવરી લેવાયો છે. કોર્ટના દસ્તાવેજ મુજબ છેક 2020માં મુકાયેલા ફ્રોઝન કરાયેલા આ એમ્બ્રોઝનો નાશ થતા જ તે વિવાદ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને તેમાં સૌથી મહત્વનું એ હતું કે આ રીતે ફ્રોઝન એમ્બ્રોઝ એ બાળકની વ્યાખ્યામાં આવે અમેરિકાના દરેક રાજયમાં આ પ્રકારના કાનુનો અલગ અલગ છે. ટેકસાસમાં  એર્બોર્શન સામે કાનુન છે અને એક મહિલાએ ટેકસાસ છોડયા પછી મેડીકલ ઇમરજન્સી સિવાય પણ એર્બોર્શનની જરૂર પડતા ટેકસાસ બહાર જઇને આ એર્બોર્શન કરાવવું પડયું હતું.

જયારે હવે ફરી એક વખત ભૂ્રણ હત્યા એ ભારતમાં પણ અલગ રીતે વિષય છે ત્યારે અમેરિકામાં જુદી રીતે જોવાઇ રહ્યો છે. આ ચુકાદા બાદ યુનિવર્સિટી ઓફ અલ્બામાએ તેની તમામ આઇવીએફ ટ્રીટમેન્ટ પર પ્રતિબંધ મુકી દીધો છે. યુનિવર્સિટીને ડર છે કે જો કોઇપણ રીતે ભ્રૂણને નુકસાન પહોંચશે તો તેની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે. ધ હીલ વેબસાઇટના જણાવ્યા મુજબ અમેરિકામાં જેટલા બાળકો જન્મે છે તેમાં બે ટકા બાળકોનો જન્મ આ પ્રકારે આઇવીએફ ટેકનોલોજી મારફત થાય છે અને 2020ના ડેટા જે ઉપલબ્ધ છે તે મુજબ અમેરિકાની અલગ અલગ આઇવીએફ લેબોરેટરીમાં 10 લાખ જેટલા ફ્રોઝન એમ્બ્રોઝ સુરક્ષીત રખાયા છે. વાસ્તવમાં ત્યાં સુધીના કાનુન કડક છે કે જો એમ્બ્રોય ટ્રાન્સફર કરતા સમયે પણ તેને કંઇ નુકસાન થાય તો તેના માટે મોટી રકમનું વળતર દવું પડે છે. મોટા ભાગના કેસમાં આ પ્રકારના સકસેસ રેટ ખુબ જ ઓછા છે તેમ છતાં પણ હવે અલ્બામા સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે આઇવીએફ કલીનીકો માટે હત્યા સુધીના અપરાધની ચિંતા થવા લાગી છે અને બીજો પ્રશ્ર્ન એ પણ ઉઠયો છે કે કોઇ મહિલા મીસકેરેજ થાય તેવું કૃત્ય કરે તો શું તેને અપરાધ માની શકાય.

આઇવીએફ એકસપર્ટના જણાવ્યા મુજબ ફોઝન પ્રોસેસમાં અનેક ફોલ્ટ આવી શકે છે. મશીનથી પણ ભુલ થઇ શકે છે અને તેના માટે શું તબીબને કે લેબને જવાબદાર માની શકાય. બીજો એ પ્રશ્ર્ન આવ્યો છે કે દુનિયામાં અનેક દેશોમાં સજાતીય સંબંધો અને લગ્નને માન્યતા મળી ગઇ છે અને તેથી માતા-પિતા બનવાની ઇચ્છા પણ આ ટેકનોલોજી મારફત  પૂરી થઇ શકે છે તો નવા સંશોધનમાં જીનેટીક બીમારીઓથી પીડાતા કુટુંબોમાં ભવિષ્યના બાળકમાં આ પ્રકારની બિમારી ટ્રાન્સફર ન થાય તે માટે આઇવીએફ ટેકનોલોજી મારફત ડીઝાઇનર બેબીના પણ પ્રયોગ સફળ થવા લાગ્યા છે અને તેથી સુરક્ષીત બાળકનો જન્મ થાય છે અને નવી પેઢીને વારસાગત રોગોથી બચાવી શકાય છે.

આ ઉપરાંત મહિલાઓમાં કેરીયર અને કારણોસર માતા બનવાનું પાછુ ઠેલવામાં આવે છે અને મોટી ઉંમરે માતા બનવાની સમસ્યા ઉભી થાય છે ત્યારે આઇવીએફ ટેકનોલોજી તેના માટે વરદાન બને છે. અમેરિકામાં સરેરાશ રીતે 35 વર્ષની ઉંમરે માતા બનવાનું પસંદ કરે છે જોકે ભારતમાં હજુ સંતતી ન કરી શકતા યુગલો જ આ પ્રકારની ટેકનોલોજીનો સહારો લે છે. રીપોર્ટ મુજબ ભારતમાં 3.5 કરોડ ઇનફટઇલ લોકો છે. જે સંતતી માટે શારીરિક ક્ષતિ ધરાવે છે પરંતુ તેમાં બે ટકા લોકો જ આઇવીએફ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને હવે જયારે તે ચલણ વધવા લાગ્યુ છે ત્યારે ભવિષ્યમાં ભારતની અદાલતમાં આ પ્રશ્ર્ન ઉભો થઇ 
શકે છે. 

 

 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj