એસેટમેનેજમેન્ટ કંપનીઓ માટે GIFT સિટી બન્યું ટેક્સ હેવન!

20 February, 2024 12:40 PM
♦ ગિફ્ટસિટીને એક વિશેષ આર્થિક ક્ષેત્ર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે કે જે વૈશ્વિક નાણાકીય સેવાઓનું કેન્દ્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. ભારત સરકાર કંપનીઓને ગિફ્ટસિટીમાં તેમની કામગીરી શરૂ કરવા આકર્ષવા માટે વિવિધ પ્રોત્સાહનો અને લાભો ઓફર કરી રહી છે. ગિફ્ટસિટીમાં ઊંડો રસ દાખવનાર ક્ષેત્રોમાંનું એક ક્ષેત્ર એસેટમેનેજમેન્ટ ક્ષેત્ર પણ છે.

♦ એસેટમેનેજરો માટે ગિફ્ટસિટીના મુખ્ય આકર્ષણોમાંનું એક આકર્ષણ ટેક્સ બેનિફિટ છે. ગિફ્ટસિટીમાં જો કોઈ કંપની પોતાની ઓફિસ બનાવે અને ત્યાંથી પોતાનો વેપાર ચલાવે તો સરકાર દ્વારા એવી કંપનીઓને 10 વર્ષની કર મુક્તિ આપવામાં આવી છે. આમ સિંગાપોર અથવા દુબઈ જેવા અન્ય શહેરોની જેમ જ ગિફ્ટસિટીમાં પણ એક પ્રકારના ટેક્સ હેવનનો માહોલ સર્જાયો છે.

 

♦ ગિફ્ટસિટીનો ઉદ્દેશ્ય ભારતને ગ્લોબલ ફાયનાન્સિયલ પાવરહાઉસ બનાવવાનો છે. ભારતના છઠ્ઠા સૌથી મોટા એસેટ મેનેજર, આદિત્ય બિરલા સન લાઈફ પણ પોતાની કામગીરી દુબઈ અને સિંગાપોરથી GIFT સિટીમાં શિફ્ટ કરી રહ્યા છે. આમ, આગામી સમયમાં ટેક્સ હેવન તરીકે ગિફ્ટસિટીની બોલબાલા વધવાની છે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.

 

ગાંધીનગરમાં આવેલું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટી હાલ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની જેમ જ ગિફ્ટ સિટી પણ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રમોદીનોમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રહ્યો છે. ગિફ્ટસિટીને એક વિશેષ આર્થિક ક્ષેત્ર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે કે જે વૈશ્વિક નાણાકીય સેવાઓનું કેન્દ્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. ભારત સરકાર કંપનીઓને ગિફ્ટસિટીમાં તેમની કામગીરી શરૂ કરવા આકર્ષવા માટે વિવિધ પ્રોત્સાહનો અને લાભો ઓફર કરી રહી છે.

ગિફ્ટસિટીમાં ઊંડો રસ દાખવનારક્ષેત્રોમાંનું એક ક્ષેત્ર એસેટમેનેજમેન્ટ ક્ષેત્ર પણ છે. છેલ્લા છ મહિનામાં, અનેક ભારતીય એસેટમેનેજર્સે તેમના કેટલાક ઓફશોર ફંડ બિઝનેસને અન્ય નાણાકીય કેન્દ્રો જેમ કે દુબઈ અને સિંગાપોરમાંથીગિફ્ટસિટીમાંસ્થાનાંતરિત કરવાની યોજના બનાવી છે. આમ થવા પાછળના કારણો શું છે અને ભારતીય અર્થવ્યવસ્થા પર તેની અસરો શું છે? તે સમજવાનો ચાલો આપણે પ્રયત્ન કરીએ.

સૌથી પહેલા સ્પેશિયલ ઈકોનોમિકલ ઝોન હોવાથી કંપનીઓને ગિફ્ટ સિટી અનેક પ્રકારના ફાયદા ઓફર કરે છે. એસેટમેનેજરો માટે ગિફ્ટસિટીના મુખ્ય આકર્ષણોમાંનું એક આકર્ષણ ટેક્સ બેનિફિટ છે. ગિફ્ટસિટીમાં જો કોઈ કંપની પોતાની ઓફિસ બનાવે અને ત્યાંથી પોતાનો વેપાર ચલાવે તો સરકાર દ્વારા એવી કંપનીઓને 10 વર્ષની કર મુક્તિ આપવામાં આવી છે.

આ ઉપરાંત જો કોઈ કંપની ગિફ્ટસિટીમાં રહીને વિદેશથી ભારતમાં ફંડ ટ્રાન્સફર કરે તો તેના પર પણ કોઈ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવતો નથી. આમ સિંગાપોર અથવા દુબઈ જેવા અન્ય શહેરોની જેમ જ ગિફ્ટસિટીમાં પણ એક પ્રકારના ટેક્સ હેવનનો માહોલ સર્જાયો છે. આથી એસેટમેનેજમેન્ટ કંપનીઓ માટે ગિફ્ટ સિટી પહેલી પસંદગી બનવા લાગ્યું છે.

ગિફ્ટસિટીનો બીજો ફાયદો એ થઈ રહ્યો છે કે કંપનીઓને ઇન્ડિયન કેપિટલ માર્કેટનું ઇઝીએક્સેસ મળે છે. ગિફ્ટસિટીમાંથી કામ કરતા એસેટમેનેજરો વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સથી વિપરીત ભારતીય સિક્યોરિટીઝમાં કોઈપણ નિયંત્રણો અથવા મર્યાદાઓ વિના રોકાણ કરી શકે છે. ફક્ત તેમણે અમુક નિયમોનું પાલન કરવું પડે છે. જેનાથી તેઓને વધુ સુગમતા અને ભારતીય બજારની અપાર સંભવિતતાનો ઉપયોગ કરવાની તક મળે છે. કારણ કે ભારતીય બજાર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અને સૌથી મોટા બજારોમાંનું એક છે.

ગિફ્ટસિટીનો ત્રીજો ફાયદો કોસ્ટઇફેક્ટિવનેસ છે. કેટલાક ઉદ્યોગ નિષ્ણાતોનામતે, ગિફ્ટસિટીમાં ફંડ ચલાવવું એ અન્ય નાણાકીય કેન્દ્રોની સરખામણીમાં ઓછા લિવિંગકોસ્ટ, ભાડા અને મજૂરી ખર્ચને કારણે નોંધપાત્ર રીતે વધુ કોસ્ટઇફેક્ટિવ છે. આનાથી એસેટમેનેજરોને તેમની ઓફિસનાઓપરેશનલખર્ચનેઘટાડવામાં અને તેમનો નફો વધારવામાં મદદ મળે છે.

ગિફ્ટ સિટી ભારતીય સહિત અનેક વિદેશી કંપનીઓ માટે ટેક્સ હેવન બની શકે છે. પરંતુ વૈશ્વિક રોકાણકારોમાં હજુ સુધી ગિફ્ટ સિટી અંગે જાગૃતિનો અભાવ છે. ગિફ્ટ સિટી હજુ પણ પ્રમાણમાં નવું અને ઉભરતું નાણાકીય કેન્દ્ર છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા ઊભી કરવામાં થોડો સમય અને પ્રયત્ન લાગી શકે છે. ગિફ્ટસિટીનેન્યુયોર્ક, લંડન, શાંઘાઇ, સિંગાપુર, હોંગકોંગ અને દુબઈ જેવા સ્થાપિત અને મોટા નાણાકીય કેન્દ્રો સાથે સીધી સ્પર્ધા કરવી પડી રહી છે. કારણ કે આ શહેરોમાં ઓલરેડી મોટું ફયનાન્સિયલ નેટવર્ક ધમધમી રહ્યું છે.

ગિફ્ટસિટીમાં કંપનીઓને અનન્ય તકો અને વિકાસની અનેક સંભાવનાઓ મળી શકે તેમ છે. તેમાંથી એક ભારત સરકારનું સમર્થન અને વિઝન છે. ભારત સરકાર GIFT સિટીને ભારતીય અર્થતંત્ર માટે વૈશ્વિક મૂડી અને નાણાકીય સેવાઓના પ્રવેશદ્વાર તરીકે પ્રોત્સાહન આપવા આતુર છે. સરકાર GIFT સિટીના વિકાસ અને વિસ્તરણને સરળ બનાવવા માટે વિવિધ સુધારાઓ અને પહેલો રજૂ કરી રહી છે.

સરકાર વિદેશી બેંકોને ગિફ્ટસિટીમાં પોતાની શાખાઓખોલવાની મંજૂરી ખૂબ જ સરળતાથી આપી રહી છે. આ ઉપરાંત ફંડ લેન્ડિંગ માટેના નિયમોમાં પણ કંપનીઓને કેટલીક છૂટછાટ આપવામાં આવે છે.

ગિફ્ટ સિટી એસેટમેનેજમેન્ટ ઉદ્યોગને નવીનતા અને ભિન્નતા પ્રદાન કરી શકે તેવી અનોખી તક છે. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણકારોનેટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હ્યુમન રિસોર્સ જેવા ક્ષેત્રોમાં નવા અખતરા કરવાની મોકળાશ પણ આપેવ છે. દાખલા તરીકે, કેટલાક એસેટમેનેજરોએ એવા ફંડ્સલોન્ચ કર્યા છે જે પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ (ESG) થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જે રોકાણકારોમાં ધીમે ધીમે લોકપ્રિય બની રહ્યાં છે.

ગિફ્ટ સિટી એ એક મહત્વાકાંક્ષી અને આશાસ્પદ પ્રોજેક્ટ છે કે જેનો ઉદ્દેશ્ય ભારતીય નાણાકીય સેવા ક્ષેત્રનાલેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાનો અને ભારતને વૈશ્વિક નાણાકીય પાવરહાઉસ તરીકે સ્થાન આપવાનો છે. એસેટમેનેજમેન્ટ ઉદ્યોગ આ પ્રોજેક્ટના મુખ્ય ખેલાડીઓ અને લાભાર્થીઓમાંનો એક છે. કેટલીક અગ્રણી એસેટમેનેજમેન્ટ કંપનીઓ પહેલેથી જ GIFT સિટીમાં પોતાની ઓફિસો સ્થાપી ચૂકી છે.

ખૂબ જ જાણીતી એસેટમેનેજમેન્ટ કંપની, DSP મ્યુચ્યુઅલ ફંડ પણ ગિફ્ટસિટીમાં આવી ગઈ છે. ભારતમાં અને ઑફશોરમાં 20 બિલિયન ડોલરની સંપત્તિનું સંચાલન કરીને, DSP મ્યુચ્યુઅલ ફંડ આગામી માર્ચ મહિના સુધીમાં તેની મોરિશિયસ સ્થિત કામગીરીને GIFT સિટીમાંસ્થાનાંતરિત કરવાની યોજના ધરાવે છે.

DSP મ્યુચ્યુઅલ ફંડ ઉપરાંત ભારતના છઠ્ઠા સૌથી મોટા એસેટ મેનેજર, આદિત્ય બિરલા સન લાઈફ AMC પણ પોતાની કામગીરી દુબઈ અને સિંગાપોરથીGIFT સિટીમાંશિફ્ટ કરી રહ્યા છે. આમ, આગામી સમયમાં ટેક્સ હેવન તરીકે ગિફ્ટસિટીની બોલબાલા વધવાની છે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj