કામાખ્યા કોરિડોર: ઉત્તર-પૂર્વમાં આધ્યાત્મિક-સાંસ્કૃતિક પ્રવાસનને મળશે વેગ

21 February, 2024 10:52 AM
♦ કામાખ્યા શક્તિપીઠનું મંદિર ‘કોચ રાજાઓ’ દ્વારા બનાવવામાં આવ્યું હતું. કામાખ્યા શક્તિપીઠને સંરક્ષણ અને તેની જાળવણીમાં કોચ રાજા નર નારાયણ કે જેમણે 16મી સદીમાં આ પ્રદેશ પર શાસન કર્યું હતું તેમનો ફાળો અનન્ય માનવામાં આવે છે. કોચ રાજા નર નારાયણના સંરક્ષણમાં કામાખ્યા શક્તિપીઠ તંત્ર સાધનનું કેન્દ્ર બની હોવાનું માનવામાં આવે છે.

♦ પ્રસ્તાવિત કામાખ્યા કોરિડોર પ્રોજેક્ટમાંની લાચલ ટેકરીની તળેટીથી કામાખ્યા મંદિર સંકુલ સુધીનો ચાર માર્ગીય રસ્તાનું નિર્માણ કરવામાં આવશે કે જેમાં મુલાકાતીઓ માટે પાર્કિંગની સુવિધાનો પણ સમાવેશ હશે. આ સાથે જ સમગ્ર માર્ગનું લેન્ડસ્કેપિંગ અને બ્યુટીફિકેશન પણ કરવામાં આવશે. સમગ્ર કોરિડોરમાં શૌચાલય, પીવાનું પાણી, ખાણીપીણીના સ્ટોલ, સોવરીનસ્ટોલ્સ અને ઇન્ફોર્મેશનકિઓસ્ક જેવી સુવિધાઓ સાથેનો વોક-વે પણ બનાવવામાં આવશે.

 

♦ કામાખ્યા કોરિડોર થકી કામાખ્યા મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સુલભતા અને આરામમાં વધારો થશે કારણ કે, કામાખ્યા મંદિર આપણાં દેશના 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે. કામાખ્યા મંદિરમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. આથી કામાખ્યા કોરિડોરના નિર્માણથી અંબુબાચી મેળાને પણ નવો રંગ-રૂપ મળશે. અંબુબાચી મેળો કામાખ્યા મંદિરનો ચાર દિવસીય ઉત્સવ છે કે જેમાં દેવીના માસિક સ્રાવની ઉજવણી કરવામાં આવે છે.

ઉજ્જૈનમાં ‘મહાકાલ કોરિડોર’ અને વારણસીમાં ‘કાશી વિશ્વનાથ મહાદેવ કોરિડોર’ બનાવ્યા બાદ હવે આસામના ગુવાહાટીમાં ‘કામાખ્યા કોરિડોર’ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હિન્દુમંદિરોની દર વર્ષે લાખો લોકો અને શ્રધ્ધાળુઓ મુલાકાત લેતા હોય છે. દેશના પ્રખ્યાત ધર્મ સ્થળોનો વિકાસ કરીને ટૂરિઝમને વેગ આપવા માટે દેશની સરકાર કટિબદ્ધ હોય તેવું લાગી રહ્યું છે.

કામાખ્યા કોરિડોર ભારતના આસામ રાજ્યમાં એક પ્રસ્તાવિત પ્રોજેકટ છે કે જેનો ઉદ્દેશ્ય ગુવાહાટીમાં કામાખ્યા મંદિર સંકુલની આસપાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવાનો છે. કામાખ્યા મંદિર એ દેવી કામાખ્યાને સમર્પિત એક હિન્દુ મંદિર છે કે જે ગુવાહાટીમાંની લાચલ ટેકરી પર સ્થિત છે.

કામાખ્યા શક્તિપીઠનું મંદિર ‘કોચ રાજાઓ’ દ્વારા બનાવવામાં આવ્યું હતું. કામાખ્યા શક્તિપીઠને સંરક્ષણ અને તેની જાળવણીમાં કોચ રાજા નર નારાયણ કે જેમણે 16મી સદીમાં આ પ્રદેશ પર શાસન કર્યું હતું તેમનો ફાળો અનન્ય માનવામાં આવે છે. કોચ રાજા નર નારાયણના સંરક્ષણમાં કામાખ્યા શક્તિપીઠ તંત્ર સાધનનું કેન્દ્ર બની હોવાનું માનવામાં આવે છે. જો કે સમય જતાં આ મંદિર જર્જરિત થયું હતું અને તેનું મંદિરનું પુન: નિર્માણ કરવામાં આવ્યું હતું.

હાલના મંદિરમાં અહોમ રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા અગાઉના મંદિરના કેટલાક અવશેષો પણ જોવા મળે છે. મંદિરમાં મધપૂડા જેવા શિખરો છે કે જે આસામની સ્થાપત્ય શૈલીની અનોખી લાક્ષણિકતા છે. 

498 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ ધરાવતા કામાખ્યા કોરિડોર પ્રોજેક્ટની શરૂઆત 4 ફેબ્રુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ કાશી વિશ્ર્વનાથ કોરિડોરથી પ્રેરિત છે કે જે વર્ષ 2023માં પૂર્ણ થયો હતો. કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતો. જેથી સરકારે આસામમાં પ્રવાસનને વેગ આપવા માટે કામાખ્યા કોરિડોરના નિર્માણનું આયોજન કર્યું છે. 

પ્રસ્તાવિત કામાખ્યા કોરિડોર પ્રોજેક્ટમાં નીલાચલ ટેકરીની તળેટીથી કામાખ્યા મંદિર સંકુલ સુધીનો ચાર માર્ગીય રસ્તાનું નિર્માણ કરવામાં આવશે કે જેમાં મુલાકાતીઓ માટે પાર્કિંગની સુવિધાનો પણ સમાવેશ હશે. આ સાથે જ સમગ્ર માર્ગનું લેન્ડસ્કેપિંગ અને બ્યુટીફિકેશન પણ કરવામાં આવશે. સમગ્ર કોરિડોરમાં શૌચાલય, પીવાનું પાણી, ખાણીપીણીના સ્ટોલ, સોવરીન સ્ટોલ્સ અને ઇન્ફોર્મેશન કિઓસ્ક જેવી સુવિધાઓ સાથેનો વોક-વે પણ બનાવવામાં આવશે.

આ ઉપરાંત કામાખ્યા કોરિડોરમાં ઓડિટોરિયમ, સંગ્રહાલય, પુસ્તકાલય અને આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવશે કે જેથી કામાખ્યા મંદિર ધાર્મિકની સાથે સાથે સાંસ્કૃતિક કેન્દ્ર પણ બને. આ કોરિડોરમાં ધ્યાન હોલ, યોગ કેન્દ્રો અને યાત્રાળુઓ માટેના રહેઠાણ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કામાખ્યા કોરિડોરનું સૌથી મોટું આકર્ષણ મંદિર સંકુલને બ્રહ્મપુત્રા રિવરફ્રન્ટ સાથે જોડવા માટેની રોપવે સિસ્ટમ છે કે જે મુલાકાતીઓને ગુવાહાટી શહેર અને બ્રહ્મપુત્રા નદીનું મનોહર દૃશ્ય પ્રદાન કરશે.

હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉત્તર-પૂર્વના રાજ્યો અને તેમાંય ખાસ કરીને આસામમાં પ્રવાસનને વેગ આપવા માટે કામાખ્યા કોરિડોર શા માટે મહત્વપૂર્ણ છે? કામાખ્યા કોરિડોરથી આસામ રાજ્ય અને પૂર્વોત્તર ભારતના વિસ્તાર માટે ઘણા ફાયદા થવાની અપેક્ષા છે.  કામાખ્યા કોરિડોર થકી કામાખ્યા મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સુલભતા અને આરામમાં વધારો થશે કારણ કે, કામાખ્યા મંદિર આપણાં દેશના 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે.

કામાખ્યા મંદિરમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. આથી કામાખ્યા કોરિડોરના નિર્માણથી અંબુબાચી મેળાને પણ નવો રંગ-રૂપ મળશે. અંબુબાચી મેળો કામાખ્યા મંદિરનો ચાર દિવસીય ઉત્સવ છે કે જેમાં દેવીના માસિક સ્રાવની ઉજવણી કરવામાં આવે છે. 

કામાખ્યા કોરિડોર પ્રાકૃતિક સૌંદર્ય, સાંસ્કૃતિક વિવિધતા અને વન્યજીવનથી સમૃદ્ધ પૂર્વોત્તરની પ્રવાસન ક્ષમતાને વેગ આપશે. કામાખ્યાકોરિડોર પ્રદેશના અન્ય પ્રવાસન સ્થળો જેમ કે કાઝીરંગા નેશનલ પાર્ક, માજુલી ટાપુ, શિલોંગ, તવાંગ અને ઈમ્ફાલ માટે પ્રવેશદ્વાર તરીકે પણ કામ કરશે. કામાખ્યા કોરિડોર થકી સ્થાનિક લોકો માટે રોજગારીનીતકોનું સર્જન થશે અને પ્રદેશમાં આર્થિક વૃદ્ધિનું થશે. કામાખ્યાકોરિડોર આસામ અને પૂર્વોત્તરના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપશે કે જે લોકોની અનન્ય પરંપરાઓ, કલા સ્વરૂપો અને તહેવારોનું પ્રદર્શન કરશે.

આ પ્રોજેક્ટ ત્યાંનાં સ્થાનિક રહેવાસીઓમાં ગૌરવ અને ઓળખની ભાવના તેમજ મુલાકાતીઓમાં આદર અને સંવાદિતાની ભાવનાને પણ પ્રોત્સાહન આપશે.
હવે આપણે કામાખ્યા કોરિડોર કેવી રીતે નિર્માણ પામશે તે અંગે માહિતી મેળવીએ .

કામાખ્યા કોરિડોર પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર અને વિવિધ એજન્સીઓના સહયોગથી આસામ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. કામાખ્યા કોરિડોર પ્રોજેક્ટ વર્ષ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટને ધાર્મિક આગેવાનો, નાગરિક સમાજ જૂથો અને પર્યાવરણવાદીઓ સહિત વિવિધ હિતધારકો તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

આ પ્રોજેકટને પૂર્વોત્તરમાં મોદી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ અને શાંતિ પહેલના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે કે જેના પરિણામે ઘણા બળવાખોર જૂથો સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કામાખ્યા કોરિડોર માટે મોટાભાગના પ્રદેશો પરથી સશસ્ત્ર દળો (સ્પેશિયલ પાવર્સ) એક્ટને પાછો ખેંચી લેવામાં આવ્યો છે કે જેથી પ્રદેશના ભાગો અને લોકોના કલ્યાણ અને સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટસનું અમલીકરણ સરળતાથી થઈ શકે.

કામાખ્યાકોરિડોર પ્રોજેક્ટ એ એક સીમાચિહ્નરૂપ પહેલ છે કે જે ગુવાહાટી અને ઉત્તરપૂર્વના ચહેરાને બદલી નાખશે અને તેમને બાકીના દેશ અને વિશ્વ માટે વધુ આકર્ષક અને સુલભ બનાવશે. કામાખ્યા કોરિડોર કામાખ્યા મંદિરના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને પણ વધારશે અને દેશના દરેક હિન્દુ માટે માટે તીર્થયાત્રા અને પર્યટનનું કેન્દ્ર બનાવશે. 

 

 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj