જેમ્સપ્રિન્સેપના 200 વર્ષ જૂના નકશામાં પણ જ્ઞાનવાપીમાં મંદિર હોવાનું વર્ણન !

16 February, 2024 09:48 AM
◙ પ્રિન્સેપનો નકશો અલાયદું મહત્વ ધરાવે છે કારણ કે તે મસ્જિદના નિર્માણ પહેલા મંદિરનું અસ્તિત્વ હોવાનો દસ્તાવેજી પુરાવો છે. આ સાથે જ નકશામાં કાશી વિશ્વનાથ મંદિર મસ્જિદની બાજુમાં જોઈ શકાય છે કે જેનું નિર્માણ વર્ષ 1780માં અહિલ્યાબાઈહોલ્કર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રિન્સેપનો નકશો ઈતિહાસના સૌથી પ્રાચીન અને સૌથી અધિકૃત સ્ત્રોતોમાંનો એક છે.

◙ જેમ્સપ્રિન્સેપ વારાણસીમાં 10 વર્ષ સુધી રહ્યા હતા. જેમ્સપ્રિન્સેપે બ્રાહ્મી અને ખરોસ્થીની પ્રાચીન લિપિઓને ઓળખી હતી સાથે જ સમ્રાટ અશોકના વારસાને પણ ઉજાગર કર્યો હતો. જેમ્સપ્રિન્સેપે વારાણસીમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાનું માળખું પણ બનાવ્યું હોવાનું કહેવાય છે અને એ સમયે તેમણે શહેરના વિગતવાર નકશાઓ પણ દોર્યા હતા.

◙ પ્રિન્સેપના નકશાની સૌથી મહત્વની વિશેષતા એ છે કે, આ નકશામાં મંદિરનીદિવાલો સ્પષ્ટ રીતે દર્શાવાઈ છે. કે જે ઔરંગઝેબ દ્વારા મસ્જિદમાં સામેલ કરવામાં આવી હતી. પ્રિન્સેપે લખ્યું છે કે મુઘલોએ, પોતાના ધર્મની જીતના ઉત્સાહમાં મંદિરની અડધાથી વધુ દિવાલોને નાશ કર્યા વિના, મૂળ માળખાને એક વિશાળ મસ્જિદમાં રૂપાંતરિત કરી દીધી.

અયોધ્યા બાદ હવે જ્ઞાનવાપીમાં મંદિર હોવાનો ખુલાસો થયો છે. અને હિન્દુ વિરોધી આક્રમણકારીઓએ ત્યાં રહેલા મંદિરને ધ્વસ્ત કરીને મસ્જિદ બનાવી હતી. સરળ શબ્દોમાં કહીએ તો જ્ઞાનવાપી એ વારાણસીમાં ધાર્મિક માળખાનું એક સંકુલ છે કે જે દાયકાઓથી ધાર્મિક અને કાનૂની વિવાદનો વિષય બનેલો છે. આ સંકુલમાં 17મી સદીમાં મુગલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા બનાવવામાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ અને 18મી સદીમાંહિન્દુ ભક્તો દ્વારા બનાવવામાં આવેલ વિશ્વનાથ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. વિવાદ એ દાવાથીઉભો થયો છે કે મસ્જિદ ભગવાન શિવને સમર્પિત પ્રાચીન હિન્દુમંદિરની જગ્યા પર બનાવવામાં આવી હતી કે જેને વિશ્વેશ્વર ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ પક્ષની દલીલ છે કે મસ્જિદ તોડી દેવી જોઈએ અને તે સ્થળે મહાદેવનામંદિરનેપુનઃસ્થાપિત કરવું જોઈએ, પરંતુ જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે મસ્જિદ એક ઐતિહાસિક સ્મારક અને પૂજા સ્થળ છે કે જેનું રક્ષણ કરવું જોઈએ.

હિંદુ પક્ષ જેના પર આધાર રાખે છે તે મુખ્ય પુરાવાનો એક પુરાવો બ્રિટિશ વિદ્વાન અને પુરાતત્વવિદ્જેમ્સપ્રિન્સેપ દ્વારા દોરવામાં આવેલ 200 વર્ષ જૂનો નકશો છે. એવું માનવામાં આવે છે કે 19મી સદીની શરૂઆતમાં જેમ્સપ્રિન્સેપવારાણસીમાં 10 વર્ષ સુધી રહ્યા હતા. જેમ્સપ્રિન્સેપ ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિના પ્રસિદ્ધ નિષ્ણાત હતા કે જેમણે બ્રાહ્મી અને ખરોસ્થીની પ્રાચીન લિપિઓને ઓળખી હતી સાથે જ સમ્રાટ અશોકનાવારસાને પણ ઉજાગર કર્યો હતો. જેમ્સપ્રિન્સેપેવારાણસીમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાનું માળખું પણ બનાવ્યું હોવાનું કહેવાય છે અને શહેરના વિગતવાર નકશાઓ પણ દોર્યા હતા. વર્ષ 1831માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક 'બનારસ ઇલસ્ટ્રેટેડ, અ સિરીઝઑફડ્રોઇંગ્સ'માં, તેમણે જ્ઞાનવાપી સંકુલને દર્શાવવા માટે લિથોગ્રાફીનો ઉપયોગ કર્યો અને જણાવ્યું કે કેવી રીતે જૂના મંદિરનીદિવાલો પર મસ્જિદ બનાવવામાં આવી હતી.

હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે, જેમ્સપ્રિન્સેપના નકશાનું મહત્વ શું છે? પ્રિન્સેપનોજ્ઞાનવાપીનો નકશો એક લિથોગ્રાફ છે. લિથોગ્રાફ એક પ્રકારની પ્રિન્ટીંગ ટેકનિક છે કે જે કાગળ પર છબીનેસ્થાનાંતરિત કરવા માટે મેટલપ્લેટનો ઉપયોગ કરે છે. પ્રિન્સેપેવારાણસીના દરેક દ્રશ્યો પહેલા મેટલપ્લેટમાંકોતર્યા અને તેની પુરાવા સાથે માહિતી રજૂ કરી. તેમનો નકશો દક્ષિણ-પશ્ચિમ ખૂણામાંથીજ્ઞાનવાપી સંકુલનું દૃશ્ય દર્શાવે છે કે જ્યાં મસ્જિદનોગુંબજ અને મિનારો જોઈ શકાય છે. આ નકશામાં મસ્જિદની નજીક કેટલાક મુસ્લિમ સંતોની કબરો પણ હોવાનું જણાય છે કે જે મસ્જિદના સમાન સમયગાળાની છે.

પ્રિન્સેપના નકશાની સૌથી મહત્વની વિશેષતા એ છે કે, આ નકશામાં મંદિરનીદિવાલો સ્પષ્ટ રીતે દર્શાવાઈ છે. કે જે ઔરંગઝેબ દ્વારા મસ્જિદમાં સામેલ કરવામાં આવી હતી. પ્રિન્સેપે લખ્યું છે કે મુઘલોએ, પોતાના ધર્મની જીતના ઉત્સાહમાં, મંદિરનીઅડધાથી વધુ દિવાલોને નાશ કર્યા વિના, મૂળ માળખાને એક વિશાળ મસ્જિદમાં રૂપાંતરિત કરી દીધી. જેમ્સપ્રિન્સેપે વધુમાં એમ પણ લખ્યું છે કે, માત્ર ગ્રાઉન્ડપ્લાન જ નહીં, પરંતુ જૂના મંદિરની સમગ્ર આર્કિટેક્ચરલએલિવેશન હજુ પણ શોધી શકાય તેમ છે. તેમણે મંદિરનીશૈલીને મસ્જિદ કરતાં પણ વધુ પ્રાચીન ગણાવી હતી.

પ્રિન્સેપનો નકશો અલાયદું મહત્વ ધરાવે છે કારણ કે તેમાં મસ્જિદના નિર્માણ પહેલા મંદિરનું અસ્તિત્વ હોવાનો દ્રશ્ય અને પાઠ્ય પુરાવો છે. આ સાથે જ તે સ્થળ પર હિંદુ પૂજાની સાતત્ય પણ દર્શાવે છે, કારણ કે નકશામાં કાશી વિશ્વનાથ મંદિર મસ્જિદની બાજુમાં જોઈ શકાય છે કે જેનું નિર્માણ વર્ષ 1780માં અહિલ્યાબાઈહોલ્કર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રિન્સેપનો નકશો ઈતિહાસના સૌથી પ્રાચીન અને સૌથી અધિકૃત સ્ત્રોતોમાંનો એક છે. આથી કોર્ટમાં હિંદુ પક્ષ દ્વારા તેને મૂલ્યવાન દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે.

જ્ઞાનવાપી પર કાનૂની લડાઈ વર્ષ 1991માં શરૂ થઈ હતી કે જ્યારે એક હિંદુ પૂજારી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં મસ્જિદનેહટાવવા અને મંદિરનાપુનઃસ્થાપનની માંગ કરવામાં આવી હતી. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 1669માં મંદિરનેતોડીનેમસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ મંદિર મૂળ 1લી સદી બીસીઈમાં રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ પિટિશનમાં સહાયક પુરાવા તરીકે પ્રિન્સેપના નકશાને પણ ટાંકવામાં આવ્યો હતો. પરંતુ અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ સમિતિ દ્વારા રજૂ કરાયેલ મુસ્લિમ પક્ષે અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે મસ્જિદ એક ઐતિહાસિક અને ધાર્મિક સ્મારક છે કે જેને ખલેલ પહોંચાડી શકાય નહીં. મુસ્લિમ પક્ષે પ્રિન્સેપના નકશાની અધિકૃતતા અને માન્યતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે મંદિરનાઅસ્તિત્વનો નિર્ણાયક પુરાવો નથી.

અયોધ્યા વિવાદ પર સુપ્રીમકોર્ટના ચુકાદાને પગલે, 2019માં વારાણસીની વિશેષ અદાલતમાં આ કેસને ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યાં સુધી આ કેસ લગભગ ત્રણ દાયકાઓથી અલ્હાબાદ હાઈકોર્ટમાંપેન્ડિંગ હતો. વિશેષ અદાલત દ્વારા પૂજા સ્થાનો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 1991 હેઠળ, મંદિરને તોડી પાડ્યા પછી મસ્જિદ બનાવવામાં આવી હતી કે કેમ અને આ કાયદો જ્ઞાનવાપી સંકુલને લાગુ પડે છે કે કેમ તે નક્કી કરવા માટેની સુનાવણી કરવામાં આવી.

જો કે, એપ્રિલ 2021માં, વિશેષ અદાલતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જ્ઞાનવાપીસંકુલનાસર્વેક્ષણનો આદેશ આપ્યો હતો કે જેથી તે ખાતરી કરી શકાય કે મંદિરનાઅવશેષો પર મસ્જિદ બનાવવામાં આવી હતી કે કેમ! કોર્ટે એએસઆઈને નિષ્ણાતોની પાંચ સભ્યોની સમિતિ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે વિવાદને ઉકેલવા માટે સર્વેક્ષણ જરૂરી છે અને તે કોઈપણ પક્ષના ધાર્મિક અધિકારોને અસર કરશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે પ્રિન્સેપનાનકશા અને અન્ય ઐતિહાસિક દસ્તાવેજોને કેસમાં પુરાવા તરીકે ગણવામાં આવશે.

આ સર્વેનાઆદેશને મુસ્લિમ પક્ષ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાંપડકારવામાં આવ્યો હતો કે જેણે મે 2021માં આદેશ પર સ્ટે મૂક્યો હતો. જોકે, ત્યાર બાદ હિંદુ પક્ષે, સુપ્રીમ કોર્ટમાં સ્ટે ઓર્ડર સામે અપીલ કરી હતી. હિંદુ પક્ષે દલીલ કરી હતી કે સત્ય સ્થાપિત કરવા માટે સર્વેક્ષણ જરૂરી છે, અને પ્રિન્સેપનો નકશો મંદિરના અસ્તિત્વ વિશે વિશ્વસનીય પુરાવો છે. હિંદુ પક્ષે એવી પણ દલીલ કરી હતી કે પૂજા સ્થાન અધિનિયમ જ્ઞાનવાપી સંકુલને લાગુ પડતો નથી, કારણ કે આ કેસમાં અતિક્રમણનો મામલો છે નહીં કે પૂજા સ્થળનારૂપાંતરનો.

હાલ તો, હિન્દુ પક્ષને મંદિરમાં વ્યાસજીનાભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે પરંતુ આ કેસમાં વધુ વળાંકો આવવાની શક્યતા છે. પ્રિન્સેપનો નકશો, અન્ય ઐતિહાસિક અને પુરાતત્વીયપુરાવાઓ સાથે, કેસના પરિણામમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે અને વારાણસીના ઇતિહાસ અને સંસ્કૃતિ પર કાયમી અસર કરશે. એ વાતમાં કોઈ બેમત નથી.

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj