રાજકોટ: સ્વ. ગીતાબેન છગનભાઈ કકકડ (ઉ.વ.77) તા.19 બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું ઉઠમણું તા.20 ગુરૂવારના રોજ સાંજે 5-00 વાગ્યે રામજી મંદિર, મંગળા રોડ, 8-મનહર પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.
રાજકોટ: દ.સો.વણીક સ્વ. માણેકલાલ વાલજીભાઈ ધોળકીયા અને સ્વ. લીલાવંતીબેનના પુત્ર જયેશભાઈ માણેકલાલ ધોળકીયા (ઉ.64) તે દીપેન, જતીનના પિતાશ્રી, સ્વ. મહેશભાઈ, અનીલભાઈ, રાજેશભાઈ, કુસુમબેન મલકાણી (મુંબઈ), ચંદ્રીકાબેન રશ્મીકાંત પારેખ (ગોંડલ)ના ભાઈ તથા ડિમ્પલ. પ્રિયાના સસરા, ધૃતિના દાદા, સ્વ. વિઠલદાસ વિભાકરના જમાઈ તા.19ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા.21ના 5થી 6-30 નાગર બોર્ડીંગ વિરાણી હાઈસ્કુલ સામે હાટકેશ્ર્વર મંદિર પાસે રાજકોટ રાખેલ છે.
વિસાવદર: તાલુકાના હરીનગર મોટી મોણપરી ગામના કંચનબેન કાનજીભાઈ રાદડીયા (ઉ.64) (પટેલ)નું અવસાન થયેલ છે સદગતનું બેસણું તા.21ના રોજ હરીનગર મોટી મોણપરી ખાતે રાખેલ છે.
અમરેલી : અમરેલી નિવાસી રસિકલાલ વસનજીભાઈ ગઢીયા (આર.આર. બ્રધર્સ વાળા)ના ધર્મપત્નિ પુષ્પાબેન રસિકલાલ ગઢીયા (ઉ.વ. 7પ) તે મિલનભાઈના માતુશ્રી તેમજ મંજુલાબેન (સુરત), રમણીકભાઈ, મુકુંદભાઈ, ગુણવંતભાઈ, શશિકાંતભાઈ, ચંદ્રકાંતભાઈના ભાભીનું અવસાન થયેલ છે. સદગતનું ઉઠામણું તથા પ્રાર્થના સભા તા. ર0ને ગુરૂવારના સાંજના 4 થી 6 સંઘવી ધર્મશાળા, ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે, અમરેલી ખાતે રાખેલ છે. (પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
રાજકોટ: રાજકોટ નિવાસી જીજ્ઞાબેન રોહિતભાઈ ધ્રુવ (ઉ.68)નું તા.20ના ગુરૂવારે અવસાન થયેલ છે. તે રોહિત ઓટોમોબાઈલ્સ વાળા રોહિતભાઈ મનસુખલાલ ધ્રુવના ધર્મપત્નિ, નૈશવ, અંકિતના માતુશ્રી તેમજ ભાવિકા અને ડીમ્પલના સાસુ તેમજ રાજુ હરીલાલ શાહ જામનગર વાળાના બહેન થાય. ઉઠમણું તેમજ પ્રાર્થનાસભા તા.21ના સવારે 10થી 11 રાખેલ વિરાણીવાડી, કોઠારીયા નાકા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ: ગુ.મ.ક. દરજી જ્ઞાતિ હિંમતલાલ સુંદરજીભાઈ ચાવડા (ઉ.96) તે લાભુબેનના પતિ, રમેશભાઈ, કમલેશભાઈ, ઉમેશભાઈ, સ્વ. હનીબેન હસમુખલાલ ચાવડા, રૂપલ રાજેશકુમાર રાઠોડ (ભાવનગર)ના પિતાશ્રી, અલ્કા, અમી, એકતા, પૂજા અને રિધ્ધિના દાદાજીનું તા.19ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.21ને શુક્રવારના સાંજે 4-30થી 6-30 સહયોગ વાડી, ધર્મજીવન માર્ગ ગુરૂકુળની સામે રાખેલ છે.
રાજકોટ: મચ્છુ કઠીયા સઈ સુથાર મુળ જંગી હાલ રાજકોટ સ્વ. અશ્ર્વિનભાઈ દામજીભાઈ સોલંકી તે સ્વ. જીવતીબેન, સ્વ. દામજીભાઈ લખુભાઈ સોલંકીના પુત્ર, સ્વ. હીનાબેન, રંજનબેનના પતિ, રમેશભાઈ, ભાવનાબેનના ભાઈ, સ્વ. શાંતિભાઈ કુરજીભાઈ પીઠડીયાના જમાઈ, વિજયાબેનના દિયર, સચીનભાઈ, જયોતિબેનના પિતાશ્રી અલ્પાબેન, નયનકુમાર (મુંદ્રા)ના સસરા, ધર્મેશભાઈ, વિજયભાઈ, ભરતભાઈના કાકા, સ્વાતી, નીધી, પાર્થ, કરન, હર્ષ, માનસી, વિધી, સાક્ષીના દાદા, દિવ્યમ, હરદીત્યના નાનાનું તા.17ના અવસાન થયું છે બેસણુ પીયરપક્ષની સાદડી તા.20ના 4થી 5 ગુરૂજોદર પહફેલો માળ, 8-ગાયકવાડી પ્લોટ, નંદકિશોર હોલની બાજુમાં રાજકોટ રાખેલ છે.
રાજકોટ: સ્વ. કુમુદબેન રજનીકાન્ત (કનુભાઈ) રાચ્છ (ઉ.70) તે રજનીકાન્ત હીરાલાલ રાચ્છના ધર્મપત્ની, સ્વીટુભાઈના માતુશ્રી, ચાર્મીબેનના સાસુ, ગોંડલ વાળા રમણીકલાલ જેઠાલાલ કારીઆના પુત્રી, કનૈયાલાલ, સ્વ. ઘનશ્યામભાઈ, ભરતભાઈ, જયંતભાઈના બેન, ચારૂબેન એસ. તન્ના, જયશ્રીબેન ડી. રાયચુરાના બેન, પરમ, મહાનના દાદીમાનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના 5-30થી 6-30 પારસ કોમ્યુનિટી હોલ, પારસ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કુલની સામે રાજકોટ રાખેલ છે. પીયરપક્ષની સાદડી સાથે છે.
વેરાવળ: ભીડીયા ખારવા સમાજના પૂર્વ સદસ્ય રામજીભાઈ કાનજીભાઈ આંજણી (ઉ.80) તે સકળીબેનના પતિ, જીતેન્દ્રભાઈના પિતાશ્રી, રમેશભાઈ જીવાભાઈ પાંજરી (ભીડીયા ખારવા સમાજના સદસ્ય)ના સસરાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના 3થી 3-45 ભીડીયા ખારવા સમાજની વંડી, કેવટ ભુવન ખાતે રાખેલ છે.
સાવરકુંડલા: હસમુખરાય જગજીવનદાસ વડેરા (ખાંભા વાળા) (ઉ.75) તે પ્રકાશભાઈ વડેરા (પિન્ટુભાઈ), વીણાબેન કાનાબાર મુ. વેરાવળ, નીલાબેન રાજાણી મુ. જુનાગઢના પિતાશ્રીનું અવસાન થયેલ છે. ઉઠમણું તા.19ના સાંજે 4થી 6 લોહાણા મહાજનવાડી સાવરકુંડલા ખાતે રાખેલ છે. પીયર પક્ષની સાદડી રાખેલ છે.
રાજકોટ: મૂળ નાના સખપુર હાલ વિસાવદર ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ભાઈશંકરભાઈ પ્રાણશંકરભાઈ મહેતાના પુત્ર હાર્દિકભાઈ (ઉં.34)તે સ્વ. લીલાધરભાઇ,સ્વ.ગંગાશંકરભાઈ,વેણીશંકરભાઈ, સ્વ.ભાનુશંકરભાઈના નાના ભાઈના દીકરા તથા વિસાવદરના ભીખુભાઈ ભીમજીભાઇ વ્યાસ અને શાંતિભાઈના ભાણેજ તેમજ વૈશાલીબેન હિરેનકુમાર ઠાકોર(વીરપુર) અને ડિમ્પલબેન ભગીરથકુમાર જોશી(ગોંડલ)ના નાનાભાઈનું તા.17 ના અવસાન થયેલ છે. બેસણું તા.20 ને ગુરુવારે સાંજે 4 થી 6 સુંદરબા બાગ, જીઈબી રોડ, વિસાવદર ખાતે રાખેલ છે.
રાજકોટ: સ્વ.હરકાંતભાઈ જેન્તીલાલ રાવલ (ઉ.વ.80) તે તારાબેનના પતિ, પ્રશાંતભાઈ તથા રવિભાઈ અને પ્રિતીબેનના પિતાશ્રી રાધાબેનના સસરા, વાસુદેવભાઈના ભાઈનું તા.17/3/25ના અવસાન થયું છે.બેસણું તા.20ના ગુરૂવાર સાંજે 4 થી 6 વાગ્યે ચિત્રકુટ મહાદેવ મંદિર ચિત્રકુટ સોસાયટી, ઘનશ્યામ નગર કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ વાળી શેરી, ખાતે રાખેલ છે. પ્રશાંતભાઈ 98248 70470
રાજકોટ: પ્રફુલભાઈ જેઠાલાલભાઈ ઉનડકટ (ઉ.વ.69) તિરૂપતિ ડેરી વાળા તે સ્વ.જેઠાલાલ ગીરધરભાઈ ઉનડકટ (ખોરસા વાળા)ના પુત્ર તેમજ હિમાંશુભાઈ (રિંકુભાઈ)અને અંકિતાબેન નિલેશકુમાર કોટક (રાજકોટ)ના પિતાશ્રી તેમજ દિશાબેન તથા નીલેશકુમાર કોટકના સસરા અને સ્વ.રમેશભાઈ, જયસુખભાઈ, સતીષભાઈ, વિનુભાઈ, તેમજ ચંદ્રિકાબેન ભાનુલાલ માનસેતા રાજકોટ તેમજ નયનાબેન વિનોદરાય પુજારા રાજકોટના ભાઈ તેમજ સ્વ.અમૃતલાલ ધનજીભાઈ પોપટ (મોરબી)ના જમાઈ અને પ્રફુલભાઈ અમૃતલાલ પોપટ (મોરબી) ના બનેવીનો તા.17ના રોજ વૈકુઠવાસ થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા (બેસણું) તથા પિયર પક્ષની સાદડી તારીખ 20ને ગુરૂવાર સમય સાંજે 5 થી 6 પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ લીમડા ચોક પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ : પ્રભાતબા બહાદુરસિંહ જાડેજા (ઉ.વ.91) તા. 19/3/25ના રોજ દુ:ખદ અવસાન પામેલ છે. તે સ્વ. બહાદુરસિંહ શિવુભાના પત્ની તેમજ ઘનશ્યામસિંહ બહાદુરસિંહના માતા અને મનદીપસિંહ, ઘનશ્યામસિંહના દાદી, સ્વર્ગસ્થનું બેસણું તા. 21/3/25ના સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.
રાજકોટ :સ્વ. સાધનાબેન રવિભાઈ વેકરીયા (ઉમર વર્ષ.35) તે રવિભાઈ લક્ષ્મણભાઈ વેકરીયાના ધર્મપત્ની લક્ષ્મણભાઇ ,ગોરધનભાઈ, રાઘવભાઈ, મનસુખભાઈ,ધીરુભાઈ ગણેશભાઈ વેકરીયા ના પુત્ર વધુ તેમજ અમરશીભાઈ કરશનભાઇ મુંગલપરા (ગામ :સરપદડ) ના દીકરીનું તા.18 ના રોજ અવસાન થયેલ છે,સદગતનું બેસણું તા.20 ને ગુરુવાર ના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે આર્યનગરની વાડી પેડક રોડ,રાજકોટ ખાતે રાખેલ છે.
અમરેલી: અમરેલી નિવાસી વિપુલભાઈ મનસુખલાલ પરીખ (ઉ.વ.63) તે પંકજભાઈ મનસુખભાઈ પરીખ અને સંજયભાઈ મનસુખભાઈ પરીખના ભાઈ તથા સોમીનભાઈ વિપુલભાઈ પરીખ તથા માનસી નિરવભાઈ મહેતા (મુંબઈ)ના પિતાશ્રી અને નંદીશભાઈ, દર્શકભાઈ, મનનભાઈ, અંકુરભાઈના કાકા તથા કોકીલાબેન ભરતભાઈ પારેખ (રાજકોટ)ના ભાઈનું તા.15, શનિવારના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.17 સોમવારે સાંજના 4થી6 કલાકે, સંઘવી ધર્મશાળા, ક્રિષ્ના પેટ્રોલપંપની બાજુમાં, અમરેલી મુકામે રાખેલ છે.
જામનગર: મુળ જામકંડોરણા, હાલ જામનગર (ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ) નરેન્દ્રભાઈ જોષી તે સ્વ. ઉમેદલાલ બેચરલાલ જોષીનાં નાના પુત્ર તેમજ સ્વ.અશોકભાઈ ઉમેદલાલ જોષી (જા.મ્યુ.કોર્પો.) માર્કેડભાઈ જોષી (કોર્ટ, એડવોકેટ), મહેશભાઈ જોષી (ગવર્નમેન્ટ કોન્ટ્રાકટર)નાં નાનાભાઈ તથા સ્વ. બિપીનકુમાર ઉમેદલાલ જોષીનાં મોટાભાઈ સન્ની જોષી તથા મિહિર જોષીનાં કાકાનું અવસાન તા.14 શુક્રવારના રોજ થયેલ છે. સદગતનું બેસણું તા.17 ને સોમવારના શ્રી આણદાબાવા વૃદ્ધાશ્રમ, લીમડા લેન જામનગર ખાતે સાંજે 5.00 થી 5.30 વાગ્યા સુધી ભાઈઓ તેમજ બહેનોનું રાખેલ છે.
રાજકોટ: દિવ નિવાસી, હાલ રાજકોટના રેવાબેન હિંમતલાલ ચુડાસમા (ઉ.વ.92) તે સ્વ. હિંમતલાલ ચુડાસમાના ધર્મપત્ની, સ્વ. વિષ્ણુદાસ, સ્વ.માનસીંગ, સ્વ.રવિન્દ્ર, સ્વ.નવીનચંદ્રના બહેન તેમજ જયંતકુમાર હિંમતલાલ ચુડાસમા અને રજનીબેન (કેનેડા), ભાવનાબેન (લંડન) હર્ષાબેન (મોઝામ્બીક), લીના (લિસ્બન)ના માતુશ્રીનું તા.12 બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.17 સોમવારે સાંજે 4થી6, તેમના નિવાસસ્થાને ‘રેવાકુંજ’, વાણીયાવાડી મેઈન રોડ, મારકણા હોસ્પિટલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ: જયોત્સનાબેન મનસુખલાલ રાણપરા (કરાંચીવારા) (ઉ.વ.82) તે રાજેશભાઈ, વૃજેશભાઈ, નિતાબેન પાટડીયાના માતુશ્રી તે સ્મિત, જયના દાદી તે સ્વ. દયાળજીભાઈ જગજીવનભાઈ ફીચડીયાના દીકરી તેમજ ભાયલાલભાઈ, નગીનભાઈ, હરેશભાઈના બહેન તા.15ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.17 સોમવાર બપોરે 4થી5 સ્થળ: સોની સમાજની વાડી, યુનિટ નં.2, ખીજડા શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.
ઉના: કોટેચા મનસુખભાઈ બચુભાઈ (ઉ.67) (મનુભાઈ) તે અરવિંદભાઈ, કનકભાઈના ભાઈ તેમજ ભાવેશભાઈ (એવન પાન વાળા) તેમજ નિશાબેનના પિતાશ્રી, રજનીભાઈના કાકાનું તા.16ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.17ને સોમવારે સાંજે 4થી 6 જલારામવાડી (નવા વિભાગ) વરસીંગપુર રોડ ઉના મુકામે રાખેલ છે.
મોરબી: ઠા.હસમુખરાય ગોરધનદાસ રાજાના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ.75) તે ઉદયભાઈ, કેયુરભાઈ (રાજેશ સાડી), સિમાબેન જયેશકુમાર ખખ્ખર (ગોંડલ) તથા જીજ્ઞાબેન ચેતનકુમાર માખેચા (રાજકોટ)ના માતુશ્રી તથા કશ્યપ, ધેર્યા અને દિત્યાના દાદીમા તેમજ રાજકોટ નિવાસી સ્વ. અમૃતલાલ કલ્યાણજીભાઈ કાનાબારના પુત્રી તેમજ વિનુભાઈ, અરવિંદભાઈ, હર્ષદભાઈ, દિનેશભાઈ, ગીતાબેન ધર્મેન્દ્રભાઈ જોબનપુત્રાના બહેન તા.14ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તથા પીયર પક્ષની સાદડી તા.17ને સોમવારે સાંજે 4-30થી 6 લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ રવાપર રોડ, મોરબી મુકામે રાખેલ છે.
રાજકોટ: મુળ ગામ ફડસર, હાલ રાજકોટ સ્વ. જયશ્રીબેન નીતિનભાઈ બદ્રકિયા (ઉ.47)નું તા.13ના અવસાન થયું છે. તે નીતિનાઈ બદ્રકિયાના પત્ની, હાર્દિકના માતુશ્રી તથા રીધ્ધીબેન કેતનકુમાર પંચાસરાના કાકી, મનીષભાઈ પ્રભુભાઈ બદ્રકિયાના ભાભી, ગં.સ્વ. પ્રવિણાબેન ભુપતકુમાર વડગામાના ભાભી, સદગતનું બેસણું સાંજે 3થી 5 તા.17ના નિવાસસ્થાને આઈ વીંગ, બ્લોક નં.702, મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ, આદર્શ ઉપવનની પાછળ, તપન હાઈટ્સ રોડ, વાવડી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
સાવરકુંડલા: સાવરકુંડલા નિવાસી નાથાલાલ કરસનદાસ ધંધુકિયાના દીકરા હરગોવિંદદાસ (ઉ.93) તા.14ના અરીહંત શરણ પામેલ છે તે રાજુભાઈ, રવિન્દ્રભાઈના પિતાશ્રી થાય. મોનીલ, ઋષભ, ભૂમિ ઋષભકુમાર સુખડીયા લુણાવાડા વાળાના દાદા થાય તથા પ્રવીણભાઈ, મનહરલાલ, વસંતભાઈ, કીર્તીનભાઈ, ધનીબેન રસીકલાલ પડધરીયા (મહુવા) તથા મંજુબેન હરસુખરાય (બગસરા) તથા હસુબેન જશવંતરાય (બાવળા)ના મોટાભાઈ થાય. બેસણું તા.17ના બપોરે 4થી 7 વિશાશ્રીમાળી જૈન મહાજનવાડી જૈન દેરાસર પાસે સાવરકુંડલા રાખેલ છે.
સાવરકુંડલા: સવિતાબેન વનમાળીભાઈ મકવાણા (ઉ.80) તે ભીખુભાઈ વનમાળીભાઈ મકવાણા, મહેશભાઈ વનમાળીભાઈ મકવાણા, રાજુભાઈ વનમાળીભાઈ મકવાણાના માતુશ્રીનું તા.15ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.17ને સોમવાર સાંજે 4થી 6 અમારા નિવાસસ્થાન વંડા તાલુકા સાવરકુંડલા ખાતે રાખેલ છે.
ઉપલેટા: ઉપલેટા નિવાસી વિનોદભાઈ વલ્લભભાઈ પરમાર (ઉ.71) તે ગં.સ્વ. કિરણબેનના પતિ, સમીરભાઈ, નિલેશભાઈના પિતાશ્રી, જેહન, હર્ષિલના દાદા તથા જશુમતીબેન પીઠડીયા રાજકોટ, ચંપાબેન ગોહેલ પોરબંદર, સ્વ. નયનાબેન પીઠડીયાના ભાઈ અને સ્વ. જીવનલાલ મનજીભાઈ પીઠડીયા (બોડકા)ના જમાઈનું તા.15ના શનિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.17ના સોમવારે સાંજના 4થી 6 નવો લેઉઆ પટેલ સમાજ શહિદ અર્જુન રોડ, ઉપલેટા રાખેલ છે.
ગોંડલ: મુકેશભાઈ ત્રિભુવનભાઈ હિંગુના ધર્મપત્ની કુંદનબેન (ઉ.63) તે કલ્પેશભાઈ, યોગેન્દ્રભાઈ, મિલનભાઈના માતુશ્રીનું તા.14ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.17ને સોમવાર સાંજે 4થી 6 અક્ષર મંદિર, યોગી સભા મંડપ, ગોંડલ રાખેલ છે.
જામખંભાળીયા: રાણાભાઈ જગમાલભાઈ સોલંકી (નિવૃત શિક્ષક ઉ.વ.85) તે અનીલભાઈ, દિલીપભાઈ, ધર્મેન્દ્ર સોલંકી, અલકાબેન નંદાણીયા, અંજુબેન ભાટીયા, અસ્મીતાબેન વારોતરીયાના પિતાશ્રી, દેવશીભાઈ સોલંકી, દેવાતભાઈ સોલંકી, હરદાસભાઈ સોલંકી (નિવૃત શિક્ષક) રામભાઈ સોલંકીના મોટાભાઈનું તા.14ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.17ના 4થી 4-30 જલારામ મંદિર જોધપુર ગેઈટ, જામખંભાળીયા રાખેલ છે.
રાજકોટ: ઈન્દીરાબેન રાજેશભાઈ ટાંક તે સ્વ. રાજેશભાઈ ભગવાનજીભાઈ ટાંકના પત્ની તે હિતેશભાઈ, વિશાલભાઈના માતુશ્રી, ચાંદનીબેન, દીક્ષીતાબેનના સાસુ, રતીલાલભાઈ હીરજીભાઈ ટાંકના પુત્રી, ગુણવંતભાઈ ટાંક, ભુપેન્દ્રભાઈ ટાંક, હરેશભાઈ ટાંક, પરેશભાઈ ટાંક, મીનાક્ષીબેન મારૂના બહેનનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4થી 6 તેમના નિવાસ બંધુલીલા પાર્ક 1, સમર્પણ પાર્ક પાસે, રેલનગર રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ: ગામ રાજકોટ પ્રવિણભાઈ હરીલાલ રાજવીર તા.15ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રીતીબેન રાજવીરના પતિ, લાધાભાઈ માધવજીભાઈના પૌત્ર, હરીલાલ લાધાભાઈના પુત્ર થાય. તેની પ્રાર્થનાસભા તા.17ના રોજ સાંજે 5થી 6 તેમના નિવાસ અજય એપાર્ટમેન્ટ, કોલેજવાડી શેરી નં.5, કાઠીયાવાડ જીમખાના, ગાર્ડન વાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે. સસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
રાજકોટ: મારૂતી વોટર સપ્લાયર વાળા સ્વ. અવિનાશભાઈ (દિનુબાપા) મથુરાદાસ ગણાત્રા તથા સ્વ. મંજુલાબેન અવિનાશભાઈ ગણાત્રાના પુત્ર, જીયાણાવાળા સ્વ. મોહનલાલ મોરારજી રાચ્છના ભાણેજ કુણાલભાઈ અવિનાશભાઈ ગણાત્રાનું તા.15ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.17ના સોમવારે સાંજે 4થી 6 તેમના નિવાસ કસ્તુરી કાસાના કલબ હાઉસ ઓમ રેસ્ટોરન્ટ પાસે અંબીકા ટાઉનશીપ રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ સ્વ.ભરતભાઈ ખેલશંકરભાઈ દવે (ઉ.વ.58) મુળ ગામ નવા સાદુડકા, હાલ રાજકોટ તે દુર્ગાબેનના પતિ, સ્વ.ખેલશંકર વજેરામ દવેના પુત્ર તથા સ્વ.પ્રવિણભાઈ, જયદેવભાઈ, નીતિનભાઈ, પ્રફુલભાઈ, દિનેશભાઈ, સ્વ.ભાવનાબેન, મધુબેન, નીતાબેનના ભાઈ તેમજ ક્રિષ્નાબેન, હરીતાબેન, અને જયભાઈના પિતાશ્રી તથા સ્વ.જેઠાલાલ કાનજીભાઈ પંડયાના જમાઈ તેમજ મનીષકુમાર હરેશભાઈ ત્રિવેદી તથા વિશાલકુમાર રમેશભાઈ જોશીના સસરાનું તારીખ 16ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.20ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, ચા.મ.મોઢ બ્રાહ્મણ વાડી, મીલપરા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ : ચા.મ.મોઢ બ્રાહ્મણ રાજકોટ નિવાસી રમણીકલાલ વૃજલાલ પંડ્યા ના સુપુત્ર હિતેષ રમણીકલાલ પંડ્યા (ઉ.વ. 59) જે જયેશભાઈ પંડ્યા, પરેશભાઈ પંડ્યા, પ્રફુલ્લાબેન જોશી, હિનાબેન દવે તથા ધર્મેશભાઈ પંડ્યાના ભાઈ તા. 14/03/2025 શુક્રવારના રોજ કૈલાશવાસી થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા. 17/03/2025 સોમવાર ના રોજ સાંજે 5 થી 6 કલાકે ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (ગુલાબ વાડી), મિલપરા શેરી નં-1, કેનાલ રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
રાજકોટ: વિશાશ્રીમાળી સોની વણીક રંજનબેન માણેકલાલ સોહેલીયા (ઉ.90) તે સુધાબેન, કાશ્મીરાબેન, રાજુભાઈ, નિલેષભાઈ (બજરંગ પાન)ના માતુશ્રીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.15ને શનિવારે સાંજે 4થી 6 કલાકે પંચનાથ મહાદેવ મંદિર, પ્રાર્થના હોલમાં, રાજકોટ ખાતે રાખેલ છે.
ચલાલા: અમરેલી નિવાસી જયાબહેન શિવશંકર જોશી (ઉ.89) તે અશોકકુમાર શિવશંકર જોશી (હાઈસ્કુલ કલાર્ક, ચલાલા)ના માતુશ્રી અને કિશન હરેશભાઈ જોશીના દાદીમાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.15ને શનિવાર સાંજે 5થી 6 તેમના નિવાસ ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી, બ્લોક નં.56 અમરેલી રાખેલ છે.
બોટાદ: બોટાદ નિવાસી દરવાજા હનુમાનજી મંદિર વાળા બાલમુકુંદભાઈ ગંગારામજી રામાનુજ (ઉ.67) તા.12ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. તે સ્વ. ભીખુરામજી ગંગારામજીના નાનાભાઈ તથા નિલેશભાઈ, અતુલભાઈ તથા જીગ્નેશભાઈના પિતાશ્રી તથા ગીરીશભાઈ (ગજાબાપુ) તથા ધર્મેશભાઈના કાકા થાય. સદગતનું બેસણું તથા લૌકીક વ્યવહાર તા.15ને શનિવારના રોજ અયોધ્યાનગર વિજયા બેંક પાછળ ગઢડા રોડ, બોટાદ ખાતે રાખેલ છે.
વેરાવળ: ગં.સ્વ. જયોત્સનાબેન જમનાદાસ શિંગાળા (ઉ.82) તે સ્વ. જમનાદાસ નારણદાસ શિંગાળાના ધર્મપત્ની, જયેશ શિંગાળા (સહેલી ડ્રેસીસ), જયોતિબેન ભરતકુમાર ભગદે, રૂપલ શિંગાળા, પારૂલ ભરતકુમાર ચોમલના માતુશ્રી તેમજ હિતેશ ભીખાલાલ શિંગાળાના ભાભુ, કિશોરભાઈ, અશોકભાઈના કાકી તેમજ બીલખા નિવાસી સ્વ. પ્રભુદાસ ભીમજી તન્નાના દીકરીનું તા.12 બુધવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.15ના બપોરે 4 કલાકે નવા રામ મંદિર, કૃષ્ણનગર વેરાવળ રાખેલ છે. બન્ને આંખોનું ચક્ષુદાન કરવામાં આવેલ છે.
જામખંભાળીયા: કલ્યાણજી મંદિરના પૂજારી સારસ્વત બ્રાહ્મણ શૈલેષભાઈ મનહરલાલ સેવક (બલભદ્ર)ના પત્ની જયશ્રીબેન શૈલેષભાઈ સેવક (ભલભદ્ર) તે હિરેનભાઈ, હેમાંશુભાઈ, શર્મિષ્ઠાબેનના માતુશ્રી, કિશોરભાઈ, રાજેશભાઈ, હેમેન્દ્રભાઈના ભાભી, સ્વ. ઈન્દ્રજીતભાઈ ત્રિકમરાય રતેશ્ર્વર, શૈલેશભાઈ ટી. રતેશ્ર્વર, સંધ્યાબેન ડી. ભટ્ટના નાનાબહેનનું તા.14ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા, પીયરપક્ષની સાદડી તા.15ના 4-30થી 5 ભૈરવા કોઠા પાસે સારસ્વત બ્રહ્મપુરી કનૈયાવાડી ખાતે રાખેલ છે.
રાજકોટ: જુનાગઢ નિવાસી હાલ રાજકોટ દિલીપકુમાર દલપતરાય રૂપાણી (ઉ.75) તે સ્વ. દલપતરાય જેઠાલાલ રૂપાણીના પુત્ર શીતલબેનના પતિ, સ્વ. શરદચંદ્ર, સ્વ. જયોતિબેન, ઈન્દુબેન, પરાગબેન અને સ્વ. નીતાબેનના ભાઈ માનસ રૂપાણીના પિતા, અસ્મિતા રૂપાણીના સસરા, ધરૂણ અને હેતાંશના દાદા, સ્વ. અમરચંદ સૌભાગ્યચંદ ગાઠાણીના જમાઈ તા.13ના અરીહંત શરણ પામેલ છે. તેઓનું ઉઠમણું, પ્રાર્થનાસભા તા.17ના સવારે 10 કલાકે આરાધના ભવન મણીયાર દેરાસર પાસે કસ્તુરબા રોડ રાજકોટ રાખેલ છે.
રાજકોટ: સ્વ.નલીનભાઈ રામજીભાઈ ગોહેલ (ઉ.વ.63) તે ગીરીશભાઈ રામજીભાઈનાં મોટાભાઈ તથા અમિત નલીનભાઈ ગોહેલનાં પિતાશ્રી તથા પાયલબેન ભગીરથભાઈનાં પિતાશ્રીનું તા.12નાં રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તા.15નાં રોજ તેમનાં નિવાસસ્થાને હાથીખાના સાંજે 4થી6 રાખેલ છે.
રાજકોટ : ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ વર્ષાબેન વ્યાસ (ઉ.વ.79) તે કેનેડા નિવાસી રજનીકાંતભાઇ ડી. વ્યાસના ધર્મપત્ની, અમરભાઇ, દિતિબેનના માતુશ્રી તથા સ્વ. હુલ્લાસલાલ ઇચ્છાલાલ ભટ્ટ (એડવોકેટ) રાજકોટના પુત્રી, મધુસુદન ભટ્ટ (નિવૃત-જીવન કોમર્શિયલ બેંક)ના બહેનનું તા. 10/3ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું પિયર પક્ષનું બેસણું તા. 17ને સોમવારે સાંજે પ થી 6.30 બેંકર્સ રિક્રિએશન કલબ, શ્રોફ રોડ, નવી કલેકટર કચેરી પાસે, સી.આઇ.ડી. ઓફિસ સામે, જી.ટી.શેઠ હોસ્પિટલ નજીક, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ અ સૌ. અરુણાબેન વિનોદભાઈ મહેતા (ઉ વ 73)તેઓ શ્રી વિનોદભાઈ દિનેશચંદ્ર મહેતા ના ધર્મ પત્ની તથા વિશાલ વિનોદભાઈ મહેતા અને જીજ્ઞાબેન વિમલકુમાર ભટ્ટ ના માતુશ્રી તેમજ પ્રિયાબેન વિશાલભાઈ મહેતા તેમજ વિમલકુમાર ભટ્ટ ના સાસુ સ્વ.કિશોરભાઈ મહેતા ગીરીશભાઈ મહેતા અ સૌ કીર્તિબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદી ના ભાભી તેમજ સ્વ. ભાલચંદ્રભાઈ વ્યાસ (ભાવનગર) ના પુત્રી તા:- 14ના રોજ કૈલાશ વાસી થયાં છે. સદ્દગતનું બેસણું તારીખ :- 17/03/2025 5 થી 6 (સાંજે) 501 મુન સ્પેસ એવન્યુ, શાંતિનગર ગેટ પાસે, રૈયા હિલ, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે વિનોદભાઈ મહેતા 9374254474
રાજકોટ: લોહાણા સ્વ. મનીષાબેન મનસુખલાલ લાખાણી (ઉ.75) તે મનસુખભાઈ મુળજીભાઈ લાખાણી (મોટી પાનેલીવાળા)ના પત્નિ હાલ રાજકોટનું તા.12ને બુધવારના અવસાન થયેલ છે. તે ભાવેશભાઈ, અર્ચનાબેન, સોનાલીબેનના માતુશ્રી તેમજ રીયાબેનના સાસુ થાય. સદગતનું બેસણું-પીયર પક્ષની સાદડી તા.13ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 તેમના નિવાસ સ્થાને સી-2, 106 શહિદ સુખદેવ ટાઉનશીપ, દ્વારીકાધીશ હાઈટસ સામે, આર.કે. વર્લ્ડ ટાવર વાળો રોડ, શિતલ પાર્ક ચોક પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ભાવેશભાઈ: 92650 58110.
મોરબી: મુળ થોરીયાળી હાલ મોરબી મુખ્યાજી સ્વ. હિરાલાલ વિશ્ર્વનાથ દવેના પુત્ર મહેશભાઈ હિરાલાલ દવે (ઉ.74) તે કુસુમબેનના પતિ, હસમુખભાઈ, મુકેશભાઈ, મનોજભાઈ, ચેતનભાઈ (એડ.-નોટરી), ચંદ્રીકાબેન જોષી, હર્ષાબેન ત્રિવેદીના મોટાભાઈ, યજ્ઞેશભાઈ, દિવ્યેભાઈ, ક્રિષ્નાબેન (એડવોકેટ)ના પિતાશ્રી તથા ખ્યાતિબેન, કપીલદેવ વસંતભાઈ પંડયા (એડવોકેટ)ના સસરા તેમજ મુળ કાગદડી હાલ ભાવનગર નિવાસી સ્વ. અમૃતલાલ કાનજીભાઈ ત્રિવેદીના જમાઈ, સ્વ. શશીભાઈ, સ્વ. ભરતભાઈ, પ્રવિણભાઈ, ગીરીશભાઈ, રેખાબેનના બનેવીનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું- પીયરપક્ષનું બેસણું તા.14ના 4થી 5 ચા.મ.કા. મો. બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ શેરી નં.10/11 રામ ચોક પાસે મોરબી રાખેલ છે. મો.90996 00049.
રાજકોટ: રાજકોટ નિવાસી અ.નિ. રિતેષભાઈ ચકુભાઈ ભાલારા તે ચકુભાઈ જાદવભાઈ ભાલારાના પુત્ર, હર્ષદભાઈના ભાઈ, ક્રિશના પિતાશ્રી તા.12ના અક્ષરવાસ થયેલ છે. બેસણું તા.15ના 4-30થી 6-30 સાંઈનાથ મહાદેવ મંદિર, મહાત્મા ગાંધી સ્કુલની બાજુનો રોડ, નાનાનવા રોડ રાજકોટ રાખેલ છે.
પાલીતાણા: ફાતેમાબેન મોહંમ્મદહુસેનભાઈ (ધારી) તે મ.અસગરભાઈ મુ. રજબઅલી ખાંડવાળાના બૈરો, તા.12ને બુધવારે વફાત થયેલ છે. તે ખોજેમભાઈ, અફઝલભાઈ (પરફેકટ ટ્રેડર્સ), કનીઝાબેન મુસ્તાકભાઈ, શબાનાબેન અબ્બાસભાઈ, અશરફીબેન અલીભાઈ (રાજકોટ)ના માં, મ. ઈસ્હાકભાઈ (ધારી), ડો. અબ્બાસભાઈ કપાસી, અસગરભાઈ, હુસેનભાઈ સૈફુદીનભાઈ (રાજકોટ), કુબરાબેન જસદણના બેન થાય. મરહુમાની જીયારતના સીપારા તા.13ના રોજ મગરીબ ઈશાની નમાઝના બાદ બુરહાની મસ્જીદ પાલીતાણા ખાતે રાખેલ છે. ખોજેમભાઈ મો.94262 46224.
સાવરકુંડલા: ઉષાબેન રાજેશભાઈ ત્રિવેદી, તે ચેતનભાઈ રાજેશભાઈ ત્રિવેદીના માતાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 3થી 6 ખી.સ.મો. બ્રાહ્મણ જ્ઞાતી વાડી ગુરૂકુળ રોડ, સાવરકુંડલા રાખેલ છે.
સાવરકુંડલા: દક્ષાબેન જેન્તીલાલ ગોહિલ તે જેન્તીલાલ વિરજીભાઈ ગોહિલના પત્નીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ના 4થી 6 ગાંધી સોસાયટી, ઉતાવળા હનુમાન ચોક સાવરકુંડલા રાખેલ છે.
વેરાવળ: સ્વ. પ્રભાશંકરભાઈ વસ્તાભાઈ મહેતા (ઉ.90) તે જીવરામભાઈ, સ્વ. જેન્તીભાઈ, શાંતિભાઈ, સ્વ. લાભુબેન, રાણુબેનના ભાઈ, સ્વ. જયોતિબેન, સુરેશભાઈ, પ્રદીપભાઈ (રામેશ્ર્વર કેટરર્સ વાળા), ભરતભાઈ (મનીષભાઈ), રેખાબેનના પિતાશ્રી, વિપુલભાઈ, કૌશીકભાઈ (જીતુભાઈ)ના મોટાબાપુજી, નિરવભાઈ ઉમંગભાઈ, જયદેવભાઈ, ખુશભાઈના દાદા, સંજયભાઈ, શૈલેષભાઈ, રવિભાઈના નાનાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.15ના 4થી 6, 60 ફુટ રોડ ગોલારાણા સોસાયટી મોદીની વાડી, વાણીયાવાડીની સામે વેરાવળ રાખેલ છે.
જામખંભાળીયા: વાણંદ કિશોરભાઈ મગનલાલ મારૂ (ઉ.75) તે ધનસુખભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈના ભાઈ, સાગરભાઈના પિતાશ્રી, અનીલભાઈ, જતીનભાઈ, મીલનભાઈ, પાર્થભાઈના અદા તા.10ના અવસાન પામ્યા છે. બેસણું તા.13ના સાડાચારથી પાંચ રામનાથ મંદિરે રાખેલ છે. ઉતરક્રિયા તા.20ના રાખેલ છે.
જામખંભાળીયા: શાંતાબેન દયાળજીભાઈ ચુડાસમા (ઉ.86) તે ઉમેશભાઈ, ભરતભાઈ, અશ્ર્વીનભાઈના માતુશ્રી, જમનભાઈ, છગનભાઈ વાંઝાના બહેન તા.10ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા.14ના સાંજે 4થી 5 ભાઈ બહેનો માટે ધૂનેશ્ર્વર મહાદેવ મંદિર, લાખાબાવળ ગામે રાખેલ છે.
જામખંભાળીયા: જયસુખલાલ રામજીભાઈ ગોકાણી (ભાડથરવાળા)ના પુત્ર અમીતભાઈ (ઉ.46) તે આશાબેનના પતિ, રૂપેશભાઈ ગોકાણી (પ્રા.શિક્ષક), ચાંદનીબેન પ્રમોદભાઈ કોટેચા (કાટકોલા)ના મોટાભાઈ, ભાવિશાબેન (પ્રા.શિક્ષક)ના જેઠ, વંશીકા, સાનિધ્યના પિતા, વલ્લભદાસ સોનૈયા (કલ્યાણપુર)ના જમાઈ તા.12ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા, સસરા પક્ષની સાદડી તા.13ના ચારથી સાડા ચાર જલારામ મંદિર ખાતે રાખેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy