19 કરોડના બદલે 6.78 કરોડમાં જમીન આપી હતી

ભૂજમાં સરકારી જમીન બિલ્ડરને સસ્તા ભાવમાં આપવાના કેસમાં પ્રદિપ શર્માની જામીન અરજી રદ

Saurashtra | Kutch | 03 February, 2024 | 11:58 AM
સાંજ સમાચાર

ભૂજ તા.3
 ભુજમાં લાગુની સરકારી જમીન બિલ્ડર કોન્ટ્રાકટરને ઓછા ભાવ દઈ સરકારની તિજોરીને આર્થિક નુકશાન પહોંચાડવાના ગુનામાં પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની નિયમિત જામીન અરજી ભુજ કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ છે.


 સમગ્ર કચ્છમાં ચકચાર સર્જનાર આ કેસમાં વર્ષ 2003/5 દરમ્યાન બિલ્ડર કોન્ટ્રાકટર સંજય શાહને ભુજના સર્વે ના.709 પૈકીની નજીક લાગુની સરકારી જમીન મંજૂર કરી તેને એનએ કરવામાં આર્થિક રીતે થતી રકમ ઓછી ભરાવીને સરકારની તિજોરીને નુકસાન કરાવવા અંગે ગુનો દાખલ કરાયો હતો. જે અંતર્ગત થવા પાત્ર કિંમત 19 કરોડ ને બદલે 6.78 ક્રોડ રૂપિયા ભરાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડયાનો ગુનો દાખલ કરાયો છે.


 આ ગુનામાં કચ્છમાં જે તે સમયે ફરજ બજાવી ગયેલા પૂર્વ સરકારી અધિકારીઓ પૈકી બે પૂર્વ આરડીસી, એક પૂર્વ ડે.કલેકટર, એક પૂર્વ મામલતદાર અને એક પૂર્વ સર્કલ ઓફીસરની પણ સંડોવણી બહાર આવી ચૂકી છે. આ કૌભાંડમાં પૂર્વ કલેકટર પ્રદીપ શર્માએ નિયમીત જામીન મેળવવા માટે કરેલી અરજી ભુજ કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj