ન્યુમેકિસકો:
વાત 2017ની છે પણ એનું નિરાકરણ હમણાં આવ્યું છે. ન્યુ મેકિસકોના યુવાનનું વજન સતત ઘટી રહ્યું હતું અને નબળાઈ પણ લાગતી હતી. એટલે તે એક કિલનિકમાં ગયો. ડોકટરોએ તેની વાત સાંભળી કેટલાંક પરીક્ષણો કર્યા. એ પછી યુવાનને નપુંસકતાનું નિદાન કર્યુ. એ પ્રમાણે સારવાર પણ શરૂ કરી દીધી.
એમાં દર અઠવાડિયે ઈન્જેક્શનનો કોર્સ શરૂ કર્યો. સાથે-સાથે તેને ટેસ્ટોસ્ટેરોનની દવા પણ આપી. આ સારવારથી યુવાનની બીમારી દુર થવાને બદલે લિંગની કાયમી સમસ્યા થઈ ગઈ, કારણ કે ડોકટરોએ તેનું નિદાન પણ ખોટું કર્યુ હતું અને સારવાર પણ ખોટી કરી હતી.
ડોકટરોએ કરેલી ગંભીર પ્રકારની બેદરકારી સામે કેસ ચાલ્યો. એમાં વકીલોએ કહ્યું કે, આ ગંભીર પ્રકારની ભૂલ છે, કોઈ સફેદ કોટ પહેરે ત્યારે તેને આવી બેદરકારી દાખવવાની પરવાનગી આપવી ન જોઈએ.
આ બેદરકારીને કારણે ન્યુ મેલ મેડિકલ સેન્ટર એ યુવાનને 3.25 મિલ્યન ફ્રેન્ક એટલે કે 412,000,000 વળતર ચૂકવશે. આ વળતરને મેડિકલ હિસ્ટરીનું સૌથી મોટી રકમનું વળતર ગણાવવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy