ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે કે જેના લગભગ દરેક ઘરમાંથી એક વ્યક્તિ સેનામાં છે. આ ગામ બીજું કોઈ નહીં પણ સાબરકાંઠાના વિજયનગરમાં આવેલું કોડિયાવાળા ગામ છે. આ ગામે દેશને પાંચસોથી વધુ સૈનિકો આપ્યા છે. એટલે જ આ ગામ ફૌજી ગામ તરીકે પણ ઓળખાય છે.
ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવી એ ગૌરવનું કામ છે. આ ગામના મોટાભાગના યુવાનો દેશની સેવા માટે સમર્પિત છે. આ ગામના લગભગ દરેક ઘરમાં એક સૈનિક છે અને તેઓ ભારતીય સૈન્યમાં નાના-મોટા હોદ્દા પર તૈનાત છે.
ગામલોકોનું કહેવું છે કે, અહીંના માતા-પિતા તેમના બાળકોને મહેનતુ અને દેશભક્ત બનાવે છે. ગામમાં 700 જેટલા ઘર આવેલા છે, જેમાંથી 500 થી વધુ લોકો ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે અને દેશની સેવા કરી રહ્યા છે. વર્ષ 2014માં સીઆરપીએફમાં ફરજ બજાવતા જીગ્નેશ પટેલ શહીદ થયા હતા. તેની યાદમાં ગામની પ્રાથમિક શાળામાં તેનું સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.
કોડિયાવાડા ગામમાં મોટાભાગે ચૌધરી, રાવળ અને ડામોર સમાજના લોકો વસે છે. આ ગામના 500 લોકો ભારતીય સેનામાં જોડાયા છે, જેમાંથી 200 જેટલા લોકો તો ફરજ બજાવી રિટાયર પણ થઈ ચૂક્યા છે.
જયારે હાલમાં પણ આ ગામના 400થી વધુ યુવકો સેનામાં ફરજ બજાવી રહ્યા છે. આ ગામના કોઈ પણ બાળકને જો પૂછવામાં આવે કે તેઓ મોટા થઈને શું બનવા માંગે છે, તો તેઓનો જવાબ હશે કે તેઓને સૈનિક બનવું છે, પાકિસ્તાન સામે લડવું છે, અથવા તો આતંકીઓને મારવા છે.
ગામના યુવાનોના દરરોજ સવારે અને સાંજે, યુવાનો લગભગ 10 કિમી દોડે છે. તે તેમને સશસ્ત્ર દળોની શારીરિક કસોટીઓમાં પ્રમાણમાં સરળતાથી પાસ કરવામાં મદદ કરે છે.
રાજ્યના એકંદર આંકડાઓની સરખામણીમાં આ સિદ્ધિ નોંધપાત્ર છે. ગામમાં એવા લોકો પણ છે કે જેમણે 1962, 1965, 1971 અને 1991ના યુદ્ધમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપ્રેમની ભાવના આ ગામના લોકોના જીવનનો એક ભાગ છે.
આ ગામમાં બાળપણથી જ માતાપિતા પોતાના બાળકોને મોટા થઈને સૈન્યમાં જોડાવાની પ્રેરણા આપે છે. બાળકો સ્કુલમાં ભણતા હોય ત્યારથી જ સૈન્યમાં જોડાવાની તૈયારીઓ કરાવવા લાગે છે.
હવે ત્રણ પેઢીઓથી ગામમાં પ્રથા બની ગઈ છે કે ભારતીય સૈન્યમાં જોડાઈને દેશની સેવા કરવી. કોડિયાવાડા ગામમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જેમાં છેલ્લી ત્રણ પેઢીમાંથી એક પણ વ્યક્તિ સેનામાં જોડાયો ન હોય.
બાકી લગભગ દરેક ઘરમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિએ તો સેનામાં ફરજ બજાવી જ છે અને રિટાયર થઈ ચુક્યા છે અથવા હાલ પણ ફરજ ઉપર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy