‘મૈદાન’ની સ્ક્રીનીંગ ઈવેન્ટમાં પહોંચેલી...

‘બિગબોસ’ ફેમ અર્ચના ગૌતમને લેડી સિકયોરીટીએ હાથ પકડીને બહાર કાઢી

India, Entertainment | 12 April, 2024 | 04:52 PM
સાંજ સમાચાર

મુંબઈ: બિગબોસ-16ની ફાયનલિસ્ટ ફેમ અર્ચના ગૌતમે જાહેરમાં અપમાનનો સામનો કરવો પડયો હતો. ‘મૈદાન’ના સ્ક્રીનીંગ ઈવેન્ટ વખતે પહોંચેલી અર્ચના ગૌતમને લેડી સિકયોરિટી ગાર્ડે બધાની સામે પકડીને બહાર કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અજય દેવગનની નવી ફિલ્મ ‘મૈદાન’ની મંગળવારે સ્ક્રીનીંગ રખાઈ હતી. જયાં પુરું બોલીવુડ ઉમટી પડયુ હતું. બોનીકપુર, જાહનવીકપુર, અર્જુન કપુરથી માંડીને ભૂષણકુમાર સહિતની અનેક જાણીતી સેલિબ્રિટીઓ સ્ક્રીનીંગ ઈવેન્ટમાં હાજર હતી.

બધા સ્ટાર્સે રેડ કાર્પેટ પર પાપારાઝી (ફોટોગ્રાફર્સ)ને પોઝ આપ્યા હતા. દરમિયાન બિગબોસ-16 ફાયનલિસ્ટ ફેમ અર્ચના ગૌતમ પણ ઈવેન્ટમાં પહોંચી હતી. અર્ચના મિની સ્કર્ટ અને ટોપમાં સિમ્પલ મેકઅપ અને કર્લી હેરમાં ગોર્જીયસ લાગતી હતી.

અર્ચના પણ બધા સ્ટાર્સની જેમ પાપારાઝીઓને પોઝ આપી રહી હતી ત્યાં અચાનક એક લેડી સિકયોરીટી ગાર્ડે આવી બધાની વચ્ચે તેને પકડીને બહાર કાઢી મુકી હતી. તેમ છતાં પણ અર્ચના કેમેરા સામે હાથ હલાવતી હતી.

અર્ચનાને ઈવેન્ટની બહાર કરવાનું કારણ એ હતું કે બધા ગેસ્ટની જેમ તેણે બેન્ડ નહોતો લગાવ્યો. જો કે બાદમાં બેન્ડ લગાવતા તેને બીજીવાર એન્ટ્રી મળી હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj