લંડન,તા.17
સિનેમાની દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત કાર્યક્રમો પૈકી એક 78 મો બ્રિટીશ અકાદમી ફિલ્મ પુરસ્કાર (બાફટા) લંડનમાં યોજાયો હતો. જેમાં અભિનેતા ડેવીડ ટેનેંટ સતત બીજા વર્ષે યજમાન તરીકે પરત ફર્યા હતા.
બાફટા પુરસ્કારમાં બેસ્ટ ફિલ્મ તરીકે બ્રિટીશ ફિલ્મ ‘કોન્કલેવ’ ઉભરી જયારે બેસ્ટ ડાયરેકટર તરીકે ‘ધી બુટલીસ્ટ’ફિલ્મના ડાયરેકટર વોડી કોર્બેટ વિજેતા થયા હતા. બેસ્ટ એકટર એડ્રિયન બોડી (ધી બ્રુટલીસ્ટ) અને બેસ્ટ એકટ્રેસ તરીકે મિકિ મેડીસીન (એમોરા) વિજેતા થયા હતા.
કોન્કલેવ ફિલ્મ બાફટા એવોર્ડમાં છવાઈ:
બાફટામાં કોઈ ખાસ ફિલ્મનો દબદબો નહોતો રહ્યો તેમ છતાં ‘કોન્કલેવ‘ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફિલ્મ આઉટ સ્ટેન્ડીંગ બ્રિટીશ ફિલ્મ સર્વશ્રેષ્ઠ એડીટીંગનો એવોર્ડ જીત્યો હતો. જયારે ચાર બાફટા પુરસ્કાર પર ધી બ્રુટલીસ્ટની બરાબરી રહી હતી. અન્ય ફિલ્મો કે જેમણે યાદગાત રાત વિતાવી તેમાં માઈકી મેડીસીન સાથે ‘એનોરા’ સામેલ છે.
CC રાઈઝીંગ સ્ટાર એવોર્ડ
CC રાઈઝીંગ સ્ટાર એવોર્ડ હોલીવુડ સુપર સ્ટાર બનવાની સીડી છે. જેના અગાઉના વિજેતાઓમાં ટોમ હાર્ડી, ટોમ હોલેન્ડ, ડેનીયલ કાલુયા, જેક ઓ’કોનેલ, લેટીટીયા રાઈટ અને એમા મેકી સામેલ છે.
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનનો પુરસ્કાર: આ પુરસ્કાર એ પ્રતિભાશાળી સમુહને આપવામાં આવ્યો હતો જેણે કિવડ પર કામ કર્યું હતું જેને કલોથીંગ ડિપાર્ટમેન્ટે ઘણી હદ સુધી આગળ વધાર્યા હતા.
બાફટા એવોર્ડ વિજેતા : અન્ય ફિલ્મો
લંડન: ‘બાફટા’ ફિલ્મ પુરસ્કારમાં અન્ય ફિલ્મો પણ વિજેતા નીવડી હતી જેમાં બેસ્ટ સપોર્ટીંગ એકટર કિરન કલ્કીન, ‘એ રિયલ પેન’, બેસ્ટ સપોર્ટીંગ એકટ્રેસ’જો સલદાના એમિલીયા પેરેઝ, બેસ્ટ રાઈઝીંગ સ્ટાર- (જનતા દ્વારા વોટ કરાયેલ) ડેવીડ જોન્સન, બેસ્ટ આઉટ સ્ટેન્ડીંગ બ્રિટીશ ડેબ્યુ નિકેપ, નિર્દેશક રિચ પેપીએટ, બેસ્ટ ઓરીજીનલ સ્ક્રીન પ્લે જેસી ઈસેનબર્ગ ‘ધી રિયલ પેન’, બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે, પીટર સ્ટ્રોંધન, કોન્કલેવ, બેસ્ટ નોન ઈગ્લીશ ફિલ્મ ‘એમિલિયા પેરેઝ, બેસ્ટ મ્યુઝિકલ સ્કોર ડેનિયલ બેસ્ટ સિનેમેટોગ્રાફી લોલ ક્રોલી, ધી બ્રુટલીસ્ટ, બેસ્ટ એડીટીંગ-કોન્કલેવ, બેસ્ટ પ્રોડકશન ડિઝાઈન વિકેન્ડ બેસ્ટ સાઉન્ડ ડયુન પાર્ટ-2
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy