શેરબજારમાં મંદી ઉથલપાથલ છતાં રોકાણકારોનો પ્રવાહ અડિખમ

‘ડર કે આગે જીત!’ ગુજરાતમાં 13.24 લાખ નવા ઈન્વેસ્ટરો

Business, Gujarat | Ahmedabad | 29 April, 2025 | 04:16 PM
ઈન્વેસ્ટરોની સંખ્યામાં ઉમેરાનો નવો રેકોર્ડ : અમદાવાદ તથા સુરત મોખરે
સાંજ સમાચાર

અમદાવાદ,તા.29
શેરબજારમાં કેટલાક મહિનાઓથી તેજી-મંદીની મોટી ઉથલપાથલ છતાં પણ ગુજરાતીઓની હિંમત ડગમગી નથી જોખમ લેવામાં કયારેય પાછીપાની નહીં કરનારા ગુજરાતીઓએ શેરબજારમાં ઝંપલાવવાનું ચાલુ જ રાખ્યુ હોય તેમ છેલ્લા એક વર્ષમાં રેકોર્ડબ્રેક 17.24 લાખ ઈન્વેસ્ટરોનો ઉમેરો થયો છે.કોઈપણ એક વર્ષની આ સૌથી મોટી સંખ્યા છે. ગુજરાતમાં ઈન્વેસ્ટરોની કુલ સંખ્યા 99 લાખને પાર થઈ છે.

નેશનલ સ્ટોક એકસચેંજના રીપોર્ટ મુજબ નવા ઈન્વેસ્ટરોની સંખ્યાની દ્રષ્ટિએ દેશભરમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. ઉતરપ્રદેશ તથા મહારાષ્ટ્ર પછી ત્રીજો ક્રમ ધરાવે છે. યુવાવર્ગ તથા મહિલા ઈન્વેસ્ટરોની સંખ્યામાં મોટો વધારો છે.

ટેકનોલોજી સરળ બનવાથી ડીમેટ ખાતાઓમાં મોટો વધારો થયો છે.પ્રાયમરી માર્કેટમાં આઈપીઓની વણઝારથી ઈન્વેસ્ટરો વધુ આકર્ષિત થયા હતા. છેલ્લા છ મહિનામાં મંદી અને ઉથલપાથલથી ઈન્વેસ્ટરોનાં વૃધ્ધિદરમાં બ્રેક લાગી હોવા છતા વાર્ષિક ધોરણે ઉમેરો રેકોર્ડબ્રેક સ્તરે છે.

2027 ના નાણાં વર્ષમાં 8.30 લાખ 2024 માં 14.39 લાખ તથા ગત વર્ષમાં 17.24 લાખ નવા ઈન્વેસ્ટરો ઉમેરાયા હતા. દેશમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 20.6 લાખ ઈન્વેસ્ટરોનો વધારો ઉતર પ્રદેશમાં હતો તેનો કુલ હિસ્સો 14.1 ટકા થયો હતો. મહારાષ્ટ્રમાં 26.2 ટકા નવા ઈન્વેસ્ટરો નોંધાયા હતા.
રીપોર્ટ મુજબ કુલ નવા ઈન્વેસ્ટરોમાં 33.4 ટકા ત્રણ રાજયોમાં જ નોંધાયા હતા.

નવા ઈન્વેસ્ટરોએ સૌથી વધુ વૃધ્ધિદર ધરાવતા ટોપ-ટેન રાજયોમાં 49 ટકાના વધારા સાથે આંધ્રપ્રદેશ નંબરવન હતું.ગુજરાતમાં 19.8 ટકા તથા તામીલનાડુમાં 18.5 ટકાનો વૃધ્ધિદર હતો.

ગુજરાતમાં નવા ઈન્વેસ્ટરોની સંખ્યામાં અમદાવાદ તથા સુરતનો સિંહફાળો હતો. અમદાવાદમાં 2.93 લાખ તથા સુરતમાં 2.90 લાખ નવા ઈન્વેસ્ટરો હતા દેશના ટોપ-10 શહેર જીલ્લામાં પણ સુરત-અમદાવાદ સામેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj