અમદાવાદ,તા.15
એશીયાઈ સિંહો ધરાવતા એક માત્ર ગીર અભ્યારણ્યમાં વસતી ગણતરીની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે.2020 ની સરખામણીએ સાવજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાના અંદાજની સાથોસાથ કેટલાંક રસપ્રદ-નવા સંકેતો પણ ઉપસ્યા છે.
ગુજરાતીમાં કહેવત છે કે સિંહના ટોળા ન હોય પરંતુ હવે સિંહનું એક સાથે ટોળામાં રહેવાનું સામાન્ય થઈ ગયુ છે.વસતી ગણતરી દરમ્યાન 20 સભ્યોનું એક ટોળુ સાથે રહેતુ હોવાનું બહાર આવ્યું છે. એટલુ જ નહિં 10-12 સાથે એક સાથે રહેતા હોવાના અનેક કિસ્સા ધ્યાનમાં આવ્યા છે.
ભાવનગર ક્ષેત્રમાં વસતી ગણતરીની દરમ્યાન ડેપ્યુટી ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ સાદિક મુંજાવર રીતસર ઉછળી પડયા હતા. કારણ કે બે સિંહ, છ સિંહણ તથા 3 માસથી 1 વર્ષની ઉંમરના 13 સિંહબાળ સહીત સાવજો એક સાથે નજરે ચડયા હતા.
આ સિવાય રાજસ્થલી-વિરડીમાં પણ એક સાથે સિંહો જોવા મળ્યા હતા તેનાં આધારે સાવજોનો ભાવનગર પંથકમાં વસવાટ વધી રહ્યાનું અને ક્ષેત્ર તેઓને અનુકુળ હોવાનું જણાય છે.
આ સિવાય મિતિયાળા અભ્યારણ વિસ્તારમાં પણ એક સાથે 17 સિહો જોવા મળ્યા હતા. ગુજરાતનાં પ્રિન્સીપાલ ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વાઈલ્ડ લાઈફ) જયપાલસિંઘ કહ્યુ કે ગીરમાં 10-12 સિંહો એક સાથે નજરે ચડે તે હવે સામાન્ય થઈ ગયુ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy