‘તારે ઘર વેંચવુ હોય તો વેંચી નાંખ પણ અમને વ્યાજના પૈસા આપવા પડશે’ કહીં વૃધ્ધાને ધમકી

Dharmik | Rajkot | 22 February, 2024 | 11:41 AM
જેતપુરના ગોંડલ દરવાજા પાસે રહેતાં વ્યાજખોર દંપતીએ વિધવા વૃધ્ધા પાસેથી 10 ટકા વ્યાજ પડાવી જીવવું હરામ કરી નાંખ્યું: જેતપુર સીટી પોલીસે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ, તા.22
જેતપુરના ગોંડલ દરવાજા પાસે રહેતાં વ્યાજખોર દંપતીએ વિધવા વૃધ્ધા પાસેથી 10 ટકા વ્યાજ પડાવી તારે ઘર વેંચવુ હોય તો વેંચી નાંખ પણ અમને વ્યાજના પૈસા આપવા પડશે કહીં ધમકી આપતાં જેતપુર સીટી વ્યાજખોર દંપતિ વિરુદ્ધ  મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે જેતપુરમાં ગોંડલ દરવાજા પાસે રહેતાં દેવુબેન તેજાભાઈ દેંગડા (ઉ.વ.60) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સુનિતાબેન મોહન કંટારીયા અને તેના પતિ મોહન પિઠા કંટારીયાનું નામ આપતાં જેતપુર સીટી પોલીસે આરોપી દંપતી વિરૂદ્ધ મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં વૃધ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છુટક મજુરીકામ કરે છે. તેણીને સંતાનમાં બે પુત્રીઓ છે. મોટી પુત્રી સાસરે અને નાની પુત્રી તેઓની સાથે રહી કેટરર્સમા કામ કરે છે. તેણીના પતિ અવસાન પામેલ છે. તેમજ બે પુત્રી અને બે પુત્ર પણ અવસાન પામેલ છે.

તેઓએ મોહન કટારીયા તેમજ તેમના પત્ની સુનીતા  પાસેથી ઉંચા વ્યાજે રૂપીયા લીધેલ હોય જે બાબતની અગાઉ તેમના વીરુધ અરજીઓ કરેલ હતી. બાદમાં આરોપી દંપતીએ સમાજ લેવલે સમાધાન માટે વાત કરતા તે બાબતે આગળની કોઈ કાર્યવાહી કરેલ ન હતી. બાદ દંપતીએ અમારી વાત નહી માનતા સમાધાન થયેલ નહી. વ્યાજખોર મોહન કંટારીયા તેઓના પડોશમા જ રહે છે અને  તેના પરીવાર સાથે સારા સંબંધ હતા. તેણી વીધવા હોય અને  ઘરે કોઇ કમાવવાવાળુ ન હોય જેથી ક્યારેક પ્રસંગોપાત પૈસાની જરુરીયાત હોય, ત્યારે  જરુરીયાત પ્રમાણે મોહન કંટારીયાની પત્ની સુનીતાબેન પાસેથી વ્યાજે પૈસા લેતા હતા. 

તેઓએ મોહનના કહેવાથી તેની પત્ની સુનીતાબેન પાસેથી સાતેક વર્ષ પહેલા રૂ.50 હજાર 10 ટકા વ્યાજે લીધેલ હતા અને  દર મહીને તેને 10 ટકા વ્યાજ ચુકવતા હતા. બાદ છેલ્લા પાંચેક મહીનાથી  પરીસ્થીતી ખરાબ હોય જેથી તેઓને કોઇ રકમ ચુકવી શકેલ નહી. બાદમાં આશરે ત્રણેક મહીના પહેલા સાંજે ચારેક વાગ્યે સુનીતાબેન તથા તેના પતિ મોહન મારા ઘરે ઉઘરાણી કરવા આવેલ

ત્યારે મોહને કહેલ કે, તે છેલ્લાં પાંચેક મહીનાથી અમને વ્યાજનો એક રૂપીયો પણ આપેલ નથી જેથી તારે ઘર વેચવુ હોય તો ઘર વેચી નાંખ પણ અમને વ્યાજના પૈસા આપવા પડશે નહી તો જીવતી નહી રહેવા દઈએ, તેમ કહી અમારી સાથે માથાકૂટ કરી  ધાક-ધમકી આપેલ અને સુનીતાબેને ગાળગાળી કરતા ત્યા શેરીના મહીલા ભેગા થઈ ગયેલ જેથી દંપતી ત્યાંથી જતું રહેલ હતું. 

બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે વ્યજખોર દંપતી વિરૂદ્ધ મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj