હૈદરાબાદ:
‘પુષ્પા 2: ધ રૂલ’ એના નામ પ્રમાણે બોકસ ઓફિસ પર રાજ કરી રહી છે અને એક પછી એક નવા કીર્તિમાન બનાવી રહી છે. ‘પુષ્પા 2’ હવે એવી ઝડપી ભારતીય ફિલ્મ બની ગઈ છે જેણે જગતભરમાં માત્ર 6 દિવસમાં 1000 કરોડ રૂપિયાનું ગ્રોસ કનેકશન કરી લીધું છે.
ગ્લોબલ બોકસ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાનો ગ્રોસ બિઝનેસ કરનારી પહેલી ભારતીય ફિલ્મ ‘બાહુબલી 2: ક્ધકલુઝન’ હતી, જેણે આ સીમાચિહન 10 દિવસમાં હાંસલ કયુર્ં હતું.
એસ.એસ. રાજામૌલીની ઓર એક ફિલ્મ ‘આરઆરઆર’એ આ માઈલસ્ટોન 16 દિવસમાં પાર કર્યો હતો. ‘કેજીએફ: ચેપટર 2’ અને ‘કલ્કિ 2898 એડી’એ પણ 1000 કરોડ રૂપિયાના ગ્રોસ બિઝનેસ માટે 16 દિવસ લીધા હતા. આ સિધ્ધિ મેળવવામાં ‘જવાન’ અને ‘પઠાન’ને અનુક્રમે 18 અને 27 દિવસ લાગ્યા હતા.
‘પુષ્પા 2: ધ રૂલ’નો સાતમો દિવસ ગઈકાલે હતો, જેના બોકસ ઓફિસ કલેકશનના આંકડા આજે સવારે આવશે. છઠ્ઠા દિવસની સમાપ્તિ પર હિન્દી ‘પુષ્પા 2’એ 375 કરોડ રૂપિયાનું નેટ કલેકશન કરી લીધું હતું એ જોતાં ગઈકાલે 400 કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ ગયો હતો એવી ધારણા હતી.
ફિલ્મે સોમવાર અને મંગળવાર જેવા વર્કિંગ ડે પર પણ અનુક્રમે 48 કરોડ અને 36 કરોડ જેવું તોતિંગ કલેકશન કર્યું એ જોઈને ફિલ્મી વેપાર સાથે સંકળાયેલા લોકો મોઢામાં આંગળા નાખી ગયા છે. ગુરૂવારે પાંચમી ડિસેમ્બરે રીલીઝ થયેલી આ ફિલ્મે ગુરૂવારથી રવિવાર સુધી અનુક્રમે 72 કરોડ, 59 કરોડ, 74 કરોડ અને 86 કરોડ રૂપિયાનું નેટ કલેકશન કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy