રાજકોટ, તા.7
મુંબઇ શેરબજારમાં સોમવારના કડાકા બાદ આજે રિકવરીનો માહોલ હતો. મોટાભાગના શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેક્સમાં 200 પોઇન્ટથી અધિકનો ઉછાળો હતો. શેરબજારમાં સોમવારે ભારતમાં નવા વાયરસની એન્ટ્રીના રીપોર્ટના ગભરાટ હેઠળ કડાકો બોલી ગયો હતો.
આ વાયરસ નવો નથી અને ચિંતા કરવા જેવું ન હોવાનું જાહેર થતાં હાશકારો અનુભવાયો હતો અને નવેસરથી લેવાલી નીકળવા ઉપરાંત વેચાણ કાપણી આવતા તેજીનો વળાંક આવી ગયો હતો.
વિશ્વબજારની તેજીની પણ સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આવનારા દિવસોમાં કોર્પોરેટ પરિણામો તથા નવા નાણાંકીય વર્ષના બજેટ સંબંધિત અટકળોની અસર રહેવાનું માનવામાં આવે છે.
શેરબજારમાં આજે એચસીએલ ટેકનો, ઇન્ફોસીસ, કોટક બેંક, મારૂતી, ટીસીએસ, ટેક મહિન્દ્ર જેવા શેરોમાં ઉછાળો હતો. આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, લાર્સન, એનટીપીસી, રીલાયન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઇટન, અદાણી પોર્ટ, એશિયન પેઇન્ટસ, ઓએનજીસી જેવા શેરો ઉંચકાયા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 219 પોઇન્ટના ઉછાળાથી 78184 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 111 પોઇન્ટના ઉછાળાથી 23727 હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy