​યુવાધન તમાકુ-શરાબ તથા ભાંગ જેવા નશીલા દ્રવ્યોના નશાના રવાડે

લાલબતી! 10 થી 24 વર્ષનાં દર 3 માંથી 1 ‘વ્યસની’

India | 17 April, 2024 | 11:15 AM
75 ટકા 18 વર્ષની ઉંમર પૂર્વે જ વ્યસની થવા લાગે છે: ગરીબ વર્ગનાં બાળકો-યુવાનોમાં પ્રમાણ વધુ: ગુજરાત સહિત 15 રાજયોમાં સર્વેનાં ચોંકાવનારા તારણો
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.17
દેશમાં 10 થી 24 વર્ષના યુવાનો કિશોરો,દારૂ, તમાકુ અને ભાંગ જેવા નશાની પકકડમાં ફસાઈ રહ્યા છે. આ ચોંકાવનારો ખુલાસો 15 રાજયોમાં 1630 યુવાનો પર થયેલા સર્વે બાદ થયો છે. તેમાં એક તૃતિયાંશ યુવાનો નશાનાં વ્યસની થઈ ચુકયા છે. આ અધ્યયનમાં ઉકત રાજયોનાં એમ્સ સહીત અનેક હોસ્પિટલ સામેલ છે.
કિશોરાવસ્થા બાદ જ નશો શરૂ કરી દે છે:

સંશોધન મુજબ 1630 માંથી 32.8 યુવાનો નશાની ચૂંગાલમાં છે. નશા કરનારાઓમાં નિમ્ન આવકવાળા વર્ગનાં બાળકોની સંખ્યા વધુ છે. 75 ટકા અર્થાત ત્રણ ચર્તુથાંશ યુવાનો એવા હતા જે કિશોરાવસ્થા અર્થાત 18 વર્ષની વયથી જ નશો શરૂ કરી રહ્યા હતા. 26.4 ટકા યુવાનોએ તમાકુ ઉત્પાદનોના સેવનની વાત સ્વીકારી હતી અને 26.1 ટકાએ દારૂના સેવનની વાત સ્વીકારી હતી.જયારે 9.5 ટકા યુવકોએ ભાંગ લેવાની વાત કરી હતી.

મિઝોરમમાં વધુ, કેરળમાં સૌથી ઓછા:
અધ્યયન અનુસાર સૌથી વધુ મિઝોરમમાં 89 ટકા અને સૌથી ઓછા કેરળમાં 7.5 ટકા યુવાનો નશાની 

ચુંગાલમાં ફસાયા હોવાનું બહાર 
આવ્યું છે. જયારે સૌથી નીચી આવકવાળા પરિવારોમાં સૌથી વધુ 40 ટકા, મધ્યમ આવકવાળા 29 ટકા જયારે વધુ આવકવાળા સૌથી વધુ સૌથી ઓછા 23 ટકા યુવાનો નશામાં સામેલ હોવાની વાત કરી હતી.

દેશનાં જુદા જુદા રાજયો, જીલ્લામાં નશાની પકકડમાં આવેલા યુવાનો કિશોરોની વાત કરીએ તો સીમલા 19 ટકા, ભટીંડા 9.5 ટકા, ઋષિકેશ 9.9 ટકા, આગ્રા 9.2 ટકા, લખીમપુર 46 ટકા, જોરમ 89 ટકા, કલ્યાણી 17.2 ટકા, ભૂવનેશ્વર 37 ટકા, હૈદરાબાદ 10.2 ટકા, કુટયમ 14.2 ટકા, ફરીદાબાદ 8.2 ટકા, ગુજરાતમાં દાહોદ 61 ટકા, બેંગલુરૂમાં 54.5 ટકા, પઠનમથીટ્ટા 7.5 ટકા ચેન્નાઈ 46.3 ટકાનો સમાવેશ થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj