ગોંડલમાં 1, દેરડી પંથકમાં 2 ઈંચ વરસાદ: ખેતી પાકને મોટુ નુકશાન

Saurashtra | Gondal | 16 May, 2024 | 11:50 AM
રાતાપુલ-ઉમવાડા અંડરબ્રીજ સહિતના સ્થળો પર પાણી ભરાયા: વિરપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા બાજરી, મકાઈ, મગ, તલ, ડુંગળીના પાકનો સોથ વળ્યો
સાંજ સમાચાર

ગોંડલ/વિરપુર,તા.16
ગોંડલ-વિરપુર પંથકમાં અસહ્ય ગરમી અને બફારા બાદ ગઈકાલે સાંજે વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે કમૌસમી વરસાદ ખાબકતા એક ઈંચ જેટલું પાણી પડી જવા પામેલ છે. જયારે દેરડી પંથકમાં બે ઈંચ વરસાદ પડી ગયો હતો.આ વરસાદના પગલે ઉનાળુ પાકને ભારે નુકશાન થવા પામેલ છે.
 

ગોંડલ
ગોંડલ વિસ્તારમાં ગઈકાલે દિવસભર ની અસહ્ય ગરમી અને ભારે તડકા બાદ ગત સાંજે વાતાવરણ પલટાયું હતુ.અને ધોધમાર એક ઇંચ વરસાદ વરસતા રાજમાર્ગોપર પાણી ફરી વળ્યા હતા.ધોધમાર વરસાદ ને કારણે રાતાપુલ, ઉમવાડા અંડરબ્રિજ સહિત પાણી ભરાતા રાહદારીઓ ફસાયા હતા.ઉપરાંત નીચાણવાળા વિસ્તારો માં પણ પાણી ભરાયા હતા.તાલુકા નાં દેરડી,રાણસીકી,મોટી ખિલોરી વિસ્તાર માં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.જયારે ચરખડી,વેકરી,સુલતાનપુર સહિત એક ઇંચ વરસાદ પડ્યો છે.
 

વિરપુર
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અગાહીના પગલે ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં બે દિવસ થયા કમોસમી વરસાદિ માવઠું  વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ એવા વિરપુરમાં પણ ગઈકાલે સવાર થી ભારે ગરમી બફારો અને ઉકળાટ જોવા મળ્યો હતો.

ત્યાર બાદ બપોર પછીના સમયે યાત્રાધામ વિરપુરના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું ,સાંજે છ વાગ્યા ની આસપાસ જાણે ચોમાસું હોય તેમ આકાશમાં એકાએક કાળા ડીબાંગ વાદળો છવાયા હતા ને ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો,ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં જ મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો જેમને લઈને ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને કારણે વિરપુરના રોડ રસ્તાઓમાં પાણીઓ વહેવા લાગ્યા હતા,કમોસમી વરસાદથી ઉનાળુ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ચીંતાનો વધારો થયો હતો,કમોસમી માવઠાને લઈને ઉનાળુ બાજરી, મગફળી, મગ, તલ, ડુંગળી જેવા પાકોને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj