માર્કેટ યાર્ડમાં 1 લાખ ગુણી ઘઉંના ઢગલા: ચણા-ધાણા-જીરૂ-મગફળીની ચિક્કાર આવક

Local | Rajkot | 02 April, 2024 | 04:51 PM
10 દિવસની રજા બાદ યાર્ડ ખુલ્યું: રેકોર્ડબ્રેક વેપાર
સાંજ સમાચાર

રાજકોટ, તા.2
રાજકોટ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડીંગની રજાઓ પૂર્ણ થતાં આજ રોજ રાબેતા મુજબ ખેત જણસોની હરરાજીનો પ્રારંભ થતાં આજે 10 દિવસ બાદ યાર્ડમાં રેકર્ડ બ્રેક સોદા થયા હતા.

માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડીંગની રજાઓના લીધે યાર્ડમાં 10 દિવસની રજા રહી હતી. ગઇકાલથી જ યાર્ડની બહાર 7 કિ.મી. સુધી ખેત જણસ ભરેલ વાહનોની કતારો લાગતા યાર્ડ સત્તાધીશોએ ક્રમશ: પ્રવેશ આપી માલની ઉતરાઇ કરાવી હતી. આજે મંગળવારે યાર્ડની હરરાજી કામગીરી શરુ થઇ હતી.

માર્કેટ યાર્ડ આજે ખેડૂતો ઘઉં, ચણા, ધાણા, કપાસ, જીરુ, મગફળી સહિતની જણસ વેચવા આવી પહોંચતા યાર્ડમાં માલનો મોટો ભરાવો થયો હતો. યાર્ડમાં આજે ઘઉં 20 હજાર ગુણી, ચણા 18000 ગુણી (70 મણ), ધાણા 800 ગુણી (16 હજાર મણ), કપાસ 14 હજાર મણ, જીરુ 1000 ગુણી (12 હજાર મણ) અને મગફળીની 11,000 ગુણી આવક થઇ હતી.

રજાઓ બાદ આજે યાર્ડ ખુલતા રેકર્ડ બ્રેક વેપાર નોંધાયો હતો. યાર્ડમાં આજે સૌથી વધુ ઘઉંની આવક થતાં યાર્ડનાં તમામ શેડોમાં ઘઉંના ઢગલા જોવા મળ્યા હતા. ઘઉં ઉપરાંત અન્ય ખેત જણસોની પુષ્કળ આવક થઇ હતી.

રજાઓ બાદ આજે યાર્ડ ફરી ધમધમતી ઉઠ્યું છે. ખેત જણસો વેચવા આવતા ખેડૂતો અને વેપારી ખેત જણસોની લે-વેચમાં જોડાયા હતા. હરરાજી રાબેતા મુજબ શરૂ થતાં આજે રેકર્ડબ્રેક વેપાર નોંધાયો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj