અમેરિકાના ટેકસાસમાં હિન્દુ મંદિર સામે NRIનો 10 લાખ ડોલરનો દાવો

India, World | 10 April, 2024 | 03:27 PM
મંદિરમાં સાધુએ વિધિના નામે ડામ આપ્યાનો આરોપ
સાંજ સમાચાર

અમદાવાદ:
અમેરિકાના ટેક્સાસ સ્ટેટના હ્યુસ્ટનમાં આવેલા શ્રી અષ્ટલક્ષ્મી મંદિર સામે એક ભારતીયએ 10 લાખ ડોલરનો દાવો માંડ્યો છે. વિજય ચેરુવુ નામના આ વ્યક્તિએ મંદિર પર પોતાના 11 વર્ષના દીકરાને ડામ આપવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના ઓગસ્ટ 2023માં બની હતી.

વિજય ચેરુવુનો આરોપ છે કે ઈન્ડિયાથી આવેલા એક સાધુએ તેના બાળકને ડામ આપ્યા હતા, જેના નિશાન આજે પણ તેના બંને ખભા પર મોજૂદ છે અને આ ઘટના બાદ તેનો દીકરો આઘાતમાં સરી પડ્યો છે.

મંદિર પર 1 મિલિયન ડોલરનો દાવો માંડતા વિજય ચેરુવુએ એવા આરોપ પણ લગાવ્યા છે કે તેના દીકરા સાથે જે કંઈ થયું તે તેની મરજી વિરૂદ્ધ થયું હતું જેની પીડા તે આજે પણ ભોગવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ટેક્સાસમાં માઈનોરને ટેટૂ કરી આપવું પણ ઈલીગલ છે, તેવામાં તેને ડામ આપવા ગંભીર ગુનો બને છે.

ફરિયાદી વિજય ચેરુવુ 2007માં પોતાના પરિવાર સાથે અમેરિકા શિફટ થયા હતા અને તેમના પોતાની પત્ની સાથે દસ વર્ષ પહેલા ડિવોર્સ થઈ ગયા હતા. ઓઈલ અને ગેસ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વિજય ચેરુવુ હ્યુસ્ટનના સુગર લેન્ડમાં આવેલા આ મંદિરમાં વર્ષો પહેલા આવ્યા હતા. તેમનો દાવો છે કે 2023માં તેમના દીકરા સહિત 100થી વધુ લોકોને મંદિરમાં યોજાયેલી એક વિધિમાં ડામ આપવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ બાળકો હતા.

વિજય ચેરુવુના વકીલ બ્રાંટ સ્ટોગરનરનું કહેવું છે કે તેમના અસીલના દીકરાને બંને ખભા પર ડામ આપવામાં આવતા તેને અસહ્ય પીડા ભોગવવી પડી હતી તેમજ તેને ઈન્ફેક્શન પણ થઈ ગયું હતું. વિજયનો દીકરો તેની માતા સાથે આ મંદિરમાં ગયો હતો અને તેની સાથે જે કંઈ થયું તે તેની મરજી વિરૂદ્ધ થયું હતું. વિજયના વકીલે એવું પણ જણાવ્યું હતું કે ધર્મના નામે તમે કોઈને પ્રતાડિત ના કરી શકો, અને આ ઘટનાથી હિન્દુઓ પણ આઘાતમાં છે.

એક રિપોર્ટ પ્રમાણે ટેક્સાસના ગ્રેટર હ્યુસ્ટનમાં 40થી વધુ મંદિરો આવેલા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો તેમજ નેપાળીઓ જાય છે. શ્રી અષ્ટલક્ષ્મી મંદિર સામે 01 એપ્રિલના રોજ ફોર્ટ બેન્ડ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સિવિલ સ્યૂટ ફાઈલ કરવામાં આવ્યો હતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj