યુએઈમાં ખાસ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ગુડન્યુઝ: 10 વર્ષના બ્લુ રેસિડેન્સી વિઝા

India, World | 17 May, 2024 | 05:08 PM
સાંજ સમાચાર

દુબઈ(યુએઈ)તા.17
યુનાઈટેડ અરબ એમિરાતે પર્યાવરણની સુરક્ષા માટે અથાગ પ્રયાસો તેમજ યોગદાન આપનારા લોકો માટે 10 વર્ષના બ્લૂ રેસિડેન્સી વિઝા જાહેર કર્યા છે. જેઓ જમીન-જળ અને હવા સહિત સમગ્ર પર્યાવરણની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે, તેમના માટે યુએઈમાં સ્થાયી થવાની આકર્ષક તક દુબઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદે જાહેર કરી છે.

રાશિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્ષ પર જણાવ્યું છે કે, આ વર્ષે 2024નું વર્ષ ટકાઉપણાનું વર્ષ છે. પર્યાવરણની સુરક્ષા ક્ષેત્રે અથાગ પ્રયાસો અને યોગદાન આપનારા માટે આજે અમે 10 વર્ષના બ્લૂ રેસિડેન્સી વિઝા જારી કર્યા છે.

જે લોકોને લાંબાગાળા સુધી વસવાટ કરવા પ્રોત્સાહન આપશે. તેની મોડર્ન ટેક્નોલોજી સાથે જળ, જમીન અને હવાની ગુણવત્તામાં સુધારો કરતાં પર્યાવણના સંરક્ષણ માટે કામ કરતાં લોકોને યુએઈમાં સ્થાયી થવા પ્રેરિત કરશે. 

વધુમાં ઉમેર્યું હતું કે, "અમારી ટકાઉ અર્થવ્યવસ્થા અમારા પર્યાવરણની સ્થિરતા સાથે જોડાયેલી છે અને આ ક્ષેત્રમાં અમારી દિશાઓ સ્પષ્ટ અને સુસંગત છે."  વિઝા માટે લાયકાત ધરાવતી વ્યક્તિને ફેડરલ ઓથોરિટી ઓફ આઈડેન્ટિટી, સિટિઝનશીપ, કસ્ટમ્સ, એન્ડ પોર્ટ સિક્યુરિટી મારફત અરજી મોકલવવા આમંત્રિત કરવામાં આવશે. સંબંધિત ઓથોરિટી લોંગ-ટર્મ રેસિડેન્સી માટે લોકોની પસંદગી કરી વિઝા ઓફર કરશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj