106 ઈનિંગ્સમાં IPL માં 100 વિકેટ : સૌથી ધીમી સિદ્ધિનો રેકોર્ડ જયદેવ ઉનડકટના નામે

India, Sports | 25 April, 2025 | 11:07 AM
સાંજ સમાચાર

મુંબઈ,તા.25
33 વર્ષના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે બુધવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે પચીસ રન આપીને એક વિકેટ લઈને એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.  વર્તમાન સીઝનમાં પોતાની બીજી મેચ રમી રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ઉનડકટે મુંબઈના ઓપનર રાયન રિકલ્ટનને આઉટ કરીને પોતાની 100 IPL વિકેટ પૂર્ણ કરી હતી.

આ ક્રિકેટરે ફાસ્ટ બોલર તરીકે 100 IPL  વિકેટ પૂર્ણ કરવામાં સૌથીવધુ ઈનિંગ્સ લેવાનો રેકોર્ડ કર્યો છે. તેણે 106 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવીને વિનય કુમારના 101 ઇનિંગ્સના રેકોર્ડને તોડયો હતો.

IPL માં આઠમી ટીમ માટે રમી રહેલો આ એક કરોડ રૂપિયાનો ફાસ્ટ બોલર આ સીઝનમાં બે મેચમાં 41 રન આપીને એક જ વિકેટ લઈ શક્યો છે.

ઓવરઑલ સૌથી સ્લોએસ્ટ 100 IPL  વિકેટ પૂર્ણ કરવાનો રેકોર્ડ ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજા (161 ઇનિંગ્સ)ના નામે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj