જનરલ બોર્ડમાં 14 કોર્પોરેટર ગેરહાજર : ફરી કોંગ્રેસમાં સામેલ થયેલા બંને સભ્યોને એન્ટ્રી મળી

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 18 May, 2024 | 03:27 PM
♦ ‘હવે મજા આવશે’-ભાજપ-વિપક્ષના સભ્યો વચ્ચે હળવી ચર્ચા: આચારસંહિતાના કારણે કાર્યવાહી મુલત્વી: ભાનુબેન, દર્શિતાબેન, જયમીનભાઇ, પ્રદીપભાઇ સહિતના સભ્યો અનઉપસ્થિત
સાંજ સમાચાર

રાજકોટ, તા. 18
રાજકોટ મહાપાલિકાનું દ્વિમાસિક જનરલ બોર્ડ આજે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને મળ્યું હતું. આચારસંહિતાના કારણે કોઇ કાર્યવાહી વગર સભા મુલત્વી રાખવામાં આવી હતી. કુલ 7ર પૈકી 14 નગરસેવકો બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. 

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઘણા ચૂંટાયેલા લોકો અને નેતાઓ ચૂંટણી પ્રચારમાં અન્ય રાજયમાં કે વેકેશન માં ફરવાના સ્થળે પહોંચ્યા છે. તે કારણે આજે ભાજપના 1ર અને કોંગ્રેસના બે કોર્પોરેટર સભામાં હાજર ન હતા. કોંગ્રેસમાંથી આપમાં જવાના કારણે ગેરલાયક ઠરેલા પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇ  આજે તેમનું સભ્યપદ બહાલ થયા બાદ લાંબા સમયે જનરલ બોર્ડમાં આવી શકયા હતા. ભાજપ-કોંગ્રેસના સભ્યોેએ હળવાશની પળોમાં હવે બોર્ડમાં ‘મજા આવશે’ એવી વાતો કરી હતી. જોકે કોઇ કાર્યવાહી થઇ ન હતી અને એજન્ડા પરની તમામ પાંચ દરખાસ્ત મોકુફ રાખવામાં આવી હતી. 

હવે બોર્ડમાં કુલ 7ર સભ્ય ફરી થયા છે. વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને મકબુલભાઇ દાઉદાણી બોર્ડમાં ગેરહાજર હતા. કોર્પોરેટર અને કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તથા પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ પણ ગેરહાજર હતા.  

બોર્ડના કુલ 10 સભ્યોેએ રજા રીપોર્ટ મોકલાવ્યો હતો. તેમાં આવાસ યોજનાના પ્રકરણના કારણે ભાજપમાંથી  સસ્પેન્ડ થયેલા અને હવે અપક્ષ તરીકે રેકોર્ડ પર રહેલા વજીબેન ગોલતર અને દેવુબેન જાદવના રજા રીપોર્ટ આવ્યા હતા. આ સિવાય સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, કુસુમબેન ટેકવાણી, બિપીનભાઇ બેરા, કેતનભાઇ પટેલ, ભારતીબેન પાડલીયા, અનિતાબેન ગૌસ્વામી, વિનુભાઇ ઘવાના પણ રજા રીપોર્ટ આવ્યા હતા. 
એકંદરે લોકસભા ચૂંટણી બાદનો થાક ઉતારવા, અન્ય રાજયમાં પ્રવાસ કરવા કે વેકેશનમાં ફરવા જવાના કારણે આજે બોર્ડમાં પણ પાંખી હાજરી હતી. તા.4ના રોજ મત ગણતરી છે અને તા.6 સુધી આચારસંહિતા અમલમાં છે.  તે બાદ જ મનપામાં સમિતિઓ અને સભાની કાર્યવાહી શરૂ થશે. આ બાદ મનપા ધમધમતી થશે તેવું લાગે છે. 

આજની મીટીંગમાં શ્રમિક બસેરા, જમીન વેંચાણ રદ કરવા, ભરતી અંગે છઠ્ઠા પગાર પંચની વિસંગતતા દુર કરવા,  દબાણ હટાવ ઇન્સ.ની જગ્યા કાયમી કરવા, રામનગરમાં પાણીની સુવિધા સહિતની દરખાસ્તો અંગે હવે આગામી બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે.આમ તો મતદાન બાદ મનપામાં મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, અમુક કોર્પોરેટરો અવરજવર કરે છે. જોકે સત્તાવાર રીતે તમામ પદાધિકારીઓ 6 જુન બાદ જ કામગીરી કરી શકશે. સ્ટે. કમીટીમાં પણ કોઇ કાર્યવાહી બે બેઠકથી થઇ શકતી નથી તે ઉલ્લેખનીય છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj