દિલ્હીના નજફગઢમાં 47.4 ડીગ્રી સાથે દેશનું સર્વાધિક તાપમાન

ભીષણ ગરમીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટયો: હજુ પાંચ દિવસ બળબળતો તાપ વરસશે

India | 18 May, 2024 | 12:15 PM
♦હરિયાણાના સિરસામાં 47.1 ડિગ્રી સેલ્સીયસે ગરમીનો પારો પહોંચ્યો: પશ્ર્ચિમ રાજસ્થાનમાં લૂને લઈને રેડ એલર્ટ: ગુજરાત સહિત હરિયાણા, પંજાબ, દિલ્હી, બિહારમાં ઓરેંજ એલર્ટ જાહેર
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.18
ઉતર પશ્ચિમભારતના મોટાભાગના વિસ્તારો પ્રચંડ ગરમીની ઝપટમાં આવી ગયા છે. આકાશમાંથી દઝાડી નાખતી આગ વરસી રહી છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના નઝફગઢમાં અધિકતમ તાપમાન અધધધ 47.4 ડીગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું, જે દેશનું સર્વાધિક તાપમાન હતું.

14 વર્ષ બાદ દિલ્હીમાં 17 મે એ એટલે કે ગઈકાલે રેકોર્ડબ્રેક ગરમી પડી હતી તો હરિયાણાના સિરસામાં પણ ગરમીનો પારો 47.1 ડીગ્રી સેલ્સીયસ પર પહોંચી ગયું છે. હાલ તો કમ સે કમ પાંચ દિવસ ભીષણ ગરમીથી રાહત મળનાર નથી.

હવામાન વિભાગે ઉતર-પશ્ર્ચિમ ભારતના મેદાની વિસ્તાર અને પુર્વી અને મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસ ભીષણ લુનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એથી ઉલટું દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં 23 મે સુધી વાવાઝોડાની સાથે ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર રાજસ્થાનમાં 19, હરિયાણામાં 18, દિલ્હીમાં 8 અને પંજાબમાં બે જગ્યાએ ગરમીનો પારો 45 ડીગ્રીને પાર કરી ગયો છે.

રેડ-ઓરેન્જ એલર્ટ: હવામાન વિભાગે પશ્ર્ચિમ રાજસ્થાનમાં અતિ ગંભીર લૂને લઈને રેડ એલર્ટ જાહેર કર્યો છે. હરિયાણા, પંજાબ, પુર્વી રાજસ્થાન, દિલ્હી, બિહાર અને ગુજરાતમાં ગંભીર લૂને લઈને ઓરેંજ એલર્ટ પણ જાહેર કરાયો છે. સાથે સાથે જ નવજાત બાળકો, વૃદ્ધો, જૂના રોગોના દર્દીઓ-નબળા લોકોની સારસંભાળની પણ જરૂરિયાત દર્શાવી હતી.

ઉતરપ્રદેશમાં આગ્રા સૌથી ગરમ રહ્યું: ઉતરપ્રદેશમાં આગ્રા સૌથી ગરમ રહ્યું હતું. જયાં અધિકતમ તાપમાન 46.9 ડિગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું, જમ્મુમાં 41.3 ડીગ્રી તાપમાન રહ્યું હતું. કાશ્મીરના અનેક જિલ્લાઓમાં દિવસે ગરમીનો પારો 30 ડીગ્રીએ પહોંચી ગયો હતો. હિમાચલ પ્રદેશના ઉના, ધર્મશાલા, સીમલા અને મનાલીમાં પણ શુક્રવારે સૌથી અધિકતમ તાપમાન નોંધાયું હતું.

ઉના અને હમીરપુરના નેરીમાં તાપમાન 43 ડીગ્રી અને બિલાસપુર અને ધોલાકુઆમાં 41 ડીગ્રી તાપમાન હતું.

મોટાભાગના વિસ્તારો ભઠ્ઠી બન્યા: રાજસ્થાનના એક ડઝનથી વધુ જિલ્લા ભઠ્ઠીની જેમ તપતા રહ્યા હતા. બાડમેર અને જેસલમેર જિલ્લામાં શુક્રવારે 47 ડીગ્રી અને ચુરુ જિલ્લામાં 46 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. બિકાનેર, જોધપુર, ગંગાનગર સહિત 1 ડઝન જિલ્લામાં તાપમાન 45 ડીગ્રી રહ્યું હતું.
પંજાબમાં લુધિયાણામાં ભીષણ ગરમી: પંજાબના લુધિયાણા સૌથી ગરમ રહેલું. સમરલામાં 46.3 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj