ઉના,તા.30
આજ નાં મોબાઈલ યુગમાં વિવિધ પ્રકારની ગેમ્સ એ યુવાનો નાનાં તરૂણ વય નાં બાળકો લત સમાન બનાવી દીધાં હોય તેમ વિડીયો ગેમ્સ માં સતત વ્યસ્ત રહેતાં હોવાનાં કારણે આંખ અને મગજને ભારે નુક્સાન પહોંચતું હોય અને ચીચીયારા સ્વભાવ બની જતાં આપઘાત કરી લેવાં સુધી પહોંચી જતાં હોવાનાં ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવતાં બાળક નાં માતા પિતા પરીવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
ઉના નાં ગાંગડા ગામે અનુસુચિત વિસ્તારમાં રહેતાં અને સામાન્ય રોજગાર મેળવી પોતાનાં પરીવાર નું ગુજરાત ચલાવતાં જીતુભાઈ જશાભાઇ પરમાર નો 14 વર્ષ નો પુત્ર પિયુષ પોતાનાં ઘરે મોબાઈલ ગેમ માં સતત વ્યસ્ત રહેતાં માતા પિતા એ મોબાઈલ માં વિડીયો ગેમ નહીં રમવા જણાવી મોબાઈલ લઈ લેતાં લાગી આવતાં પોતાનાં માતાપિતા ની ગેરહાજરી માં ઘર નાં અંદર ખુણામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરીવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
મોબાઈલ ગેમ નાં કારણે 14 વર્ષ નાં તરૂણ એ આવુ આકરું પગલું ભરતાં સમગ્ર ગાંગડા ગામે શોક નો માહોલ છવાઇ જવા પામેલ આ તરૂણ વય નાં બાળક પિયુષ પરમારે પોતાનાં ઘર નાં ઉપર મકાન નાં ખુણામાં દોરી બાંધી ગળાફાંસો ખાધો હતો.
એ વખતે માતાપિતા કામસર બહાર ગયાં હતાં ઘરે આવતાં પોતાનું સંતાન જોવાં નહીં મળતાં ઘરે ઉપર નાં ભાગે તે દોરી બાંધી લટકી હાલતમાં જોવાં મળતાં બુમાબુમ કરવાં લાગતાં તાત્કાલિક બાળક ને હોસ્પિટલમાં લાવતાં તબીબી દ્વારા મૃત્યુ જાહેર કરવામાં આવતાં પરીવાર માં શોકનો માહોલ છવાઇ જવા પામેલ છે આ બાબતે ઊના પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરી મરણજનાર નાં પિતા એ જાણજોગ પોલીસ માં જાણ કરી હતી.
જીતુભાઈ જશાભાઇ પરમાર ને બે સંતાન હોય એક દિકરી અને એક દિકરો જેમાં પિયુષ 14 વર્ષ ની ઉમર નો મોટો દિકરો હતોં જે ગાંગડા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો.
માતાપિતા ગરીબ વર્ગ નાં હોય આખો દિવસ મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા અને પિયુષ આખો દિવસ મોબાઈલ ગેમ રમતો હોવાથી તેનાં પાસે થી મોબાઇલ પાછો મેળવી ગેમ રમવાની નાં પાડી ઠપકો આપતાં તેને લાગી આવતાં પોતાનાં માતાપિતા ની ગેરહાજરી માં ઘરમાં ગળા ફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy