એડવાન્સ વેરાની 140 કરોડની આવક : ચેકથી પેમેન્ટમાં વર્ષો બાદ મોટો ઘટાડો

Local | Rajkot | 18 May, 2024 | 04:10 PM
ર.ર0 લાખ પૈકી 1.57 લાખ નાગરિકે 93.40 કરોડનો વેરો ઓનલાઇન જમા કર્યો : રોકડથી ર9 કરોડ અને ચેકથી 17 કરોડની આવક : 14.50 કરોડનું વળતર અપાયું
સાંજ સમાચાર

રાજકોટ, તા. 18

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રારંભથી શરૂ કરવામાં આવેલી એડવાન્સ વેરામાં વળતરની   યોજનામાં આજ સુધીમાં પ્રમાણિક કરદાતાઓએ 139.18 કરોડનો વેરો જમા કરાવ્યો છે. એપ્રિલ અને મે એમ પ્રથમ બે માસમાં વેરો ભરી દેનાર પુરૂષ કરદાતાને 10 ટકા અને મહિલા કરદાતાને 1પ ટકા રીબેટનો લાભ મળે છે. હવે આ યોજના 31 મેના રોજ પૂર્ણ થનાર હોય, વધુમાં વધુ કરદાતા સ્કીમનો લાભ લે તેવા પ્રયત્નો મનપા કરી રહી છે. 

મ્યુનિ.કોર્પોરેશનની ટેકસ બ્રાંચમાં 6 લાખ મિલ્કતધારકો પૈકી 4 લાખ મિલ્કતધારકના મોબાઇલ ફોન નંબર રહેલા છે. આ પૈકી 3 લાખ જેટલા આસામીને વિભાગે વોટસએપ અને ટેકસ મેેસેજ કરીને વેરા વળતર યોજનાનો લાભ લેવા યાદી આપી છે. તો અનેક મોટા આસામીઓને પણ ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લઇ ટેકસ ચૂકવવા સંપર્ક કર્યા છે. 

ચાલુ નાણાકીય વર્ષમાં આજ સુધીમાં રર0680 નાગરિકો 139.18 કરોડનો મિલ્કત વેરો ભરી ચૂકયા છે. આ પૈકી 1પ7693 સ્માર્ટ કરદાતાઓએ 93.40 કરોડનો વેરો ઓનલાઇન ભર્યો છે. એટલે કે મનપા કચેરીએ ધકકો ખાધા વગર મોબાઇલ કે કોમ્પ્યુટરમાંથી વેબસાઇટ મારફત રકમ ચૂકવી છે. આ કરદાતાઓને એડવાન્સ વેરો ભરવા બદલ 14.પ0 કરોડથી વધુનું વળતર મળ્યું છે. આ પ્રોત્સાહનના કારણે દર વર્ષે મનપાની તિજોરીમાં પ્રથમ બે માસમાં જ નાણાનો ઢગલો થઇ જાય છે. એપ્રિલ-મે બાદ જુન માસમાં પુરૂષ કરદાતાને પાંચ ટકા અને મહિલા કરદાતાને 10 ટકા વળતર મળતું હોય છે. 

ડિજીટલ પેમેન્ટ સિવાયની વાત કરીએ તો રોકડથી વેરાની આવક ર8.81 કરોડ થઇ છે. જયારે ચેકથી 16.87 કરોડ નાગરિકોએ એડવાન્સ વેરો ભર્યો છે. એટલે કે ચેકથી પેમેન્ટ કરવાનું ચલણ ત્રીજા ક્રમે ઉતર્યુ છે. સૌથી વધુ ચુકવણુ ઓનલાઇન થઇ રહ્યું છે જેનાથી મનપા અને નાગરિકો બંનેનો સમય બચે છે અને સ્ટેશનરીનો પણ ઉપયોગ થતો નથી. કરદાતા ગમે ત્યારે વેબસાઇટ પર પોતાનો મિલ્કત નંબર મુકીને બીલ અને પહોંચ મેળવી શકે છે તો વોટસએપ સેવાનો ઉપયોગ કરનારાને વોટસએપ પર જ પહોંચ મળી જાય છે તે ઉલ્લેખનીય છે. 
ગત વર્ષની સરખામણી કરીએ તો આજના દિવસે ર0ર3માં મિલ્કત વેરાની આવક 130.89 કરોડ હતી એટલે કે આ વર્ષે વેરાની આવક સાડા આઠ કરોડ જેટલી વધી છે. ગત વર્ષે 18 મે સુધીમાં ર1340ર નાગરિકે એડવાન્સ વેરો ભર્યો હતો. તો આ વર્ષે 220680 નાગરિકો વેરો ભરી ચૂકયા છે. એટલે કે 7 હજારથી વધુ નાગરિકો નવા આ સ્કીમમાં સામેલ થયા છે. હજુ સોમવારથી આ સ્કીમ પુરી થવાને 12 દિવસ બાકી રહેવાના છે ત્યારે ટેકસ શાખા એડવાન્સ વેરાની આવક વધે તે માટે નિયમિત કરદાતાઓને વેરો ભરવા જાણ કરી રહી છે. 

ગત વર્ષ કરતા આ વખતે રીબેટ યોજનામાં વેરાની આવક વધે તે માટે ઓફિસમાં બેઠા થતી આવક સાથે રીકવરીની કામગીરી પણ સમાંતર ચાલુ રાખવાની સૂચના કમિશ્નર દ્વારા આપવામાં આવી છે. પુરા થયેલા નાણાકીય વર્ષમાં આટલા વર્ષોની ટેકસની વિક્રમી આવક થઇ હતી તે પણ ઉલ્લેખનીય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj