નવી દિલ્હી: ભારતે ઓપરેશન સિંદુરમાં તા.9-10ના જે રીતે પાકના હવાઈ મથકો પર હુમલા કર્યા તેમાં પાકના 11 એરબેઝ પર કુલ 15 બ્રહ્મોસ મિસાઈલ દાગવામાં આવ્યા હતા. જેના કારણે પાકના એરબેઝ તથા તેની હવાઈ તાકાતને મોટું નુકશાન થયુ અને ભારતને તે જવાબ આપી શકયુ નહી.
પાકે ચીન પાસેથી એચ-કયુ-3 મિસાઈલ સિસ્ટમ મેળવી છે. તેનો પણ પંગુ બનાવી દેવામાં આવી હતી. પાકે કદાચ કાલના પણ નહી કરી હોય કે તેની તમામ એરડિફેન્સ સીસ્ટમને એક સાથે જ નિશાન બનાવાશે. તેનું ધ્યાન પાક કબ્જાના કાશ્મીર પર હતુ પણ છેક રાવલપીંડીના નુરખાન એરબેઝ સુધી ભારતના હવાઈ હુમલો પહોંચી ગયો હતો તો ચકલાવ એરબેઝ જે પણ મહત્વપૂર્ણ છે તેને પણ ટાર્ગેટ કરાયુ હતુ
અને તેમાં ભારતે તેના બ્રહ્મોસ મિસાઈલ સીસ્ટમનો ઉપયોગ કરવાનો અને રાષ્ટ્રીય વિમાનને પ્રથમ વખત આ રીતે યુદ્ધમાં જોડયા હતા. ભારતીય હવાઈદળના પશ્ચિમી તથા દક્ષિણી એરકમાન્ડથી બ્રહ્મોસ અને સ્લેપ મિસાઈલને દાગવામાં આવ્યા હતા અને પાકના સિંધ સહિતના એરબેઝને લગભગ તબાહીની હાલતમાં મુકી દીધા હતા.
પાકે ભારતના પશ્ચિમ અને ઉતરીય એરબેઝને નિશાન બનાવવા પ્રયાસ કર્યા પરંતુ ભારતની એર ડિફેન્સ સીસ્ટમની જાળવણી પાકના ડ્રોન કે મિસાઈલ પહોંચી શકયા ન હતા. એર ડિફેન્સ સીસ્ટમ એ એલર્ટ રહીને પાક તરફથી પાકના ડ્રોન મિસાઈલ ને અગાઉથી પારખીને તેનો હવામાંજ નાશ કર્યો હતો.
એટલું જ નહી પાકના લાહોર જયાંથી થતા હતા તે ક્ષેત્રની એર ડિફેન્સ સીસ્ટમને તાડી પાડી ભારતના હુમલા સામેના વિધાનો દુર કર્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy