જામનગરમાં હાપા યાર્ડ પાસે ડીપી રોડ પર ખડકાયેલા 15 ઝૂંપડા મહાપાલિકાની એસ્ટેટ શાખાએ દૂર કર્યા હતાં. આ રોડ પહોળો થતા વાહનચાલકો માટે આવાગમન વધુ સરળ બનશે.
જામનગર માર્કેટ યાર્ડ પાછળ મનપા દ્વારા ડીપી રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ 45 મીટરના ડીપી રોડ પર લોકોએ ઝૂંપડા બાંધી દબાણો કર્યા હતાં. મહાનગરપાલિકની એસ્ટેટ શાખાએ રવિવારે સવારે કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત આ માર્ગ પર બાંધવામાં આવેલા 15 જેટલા ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતાં.
ઝૂંપડાધારકોએ પોતાનો સામાન અને ઘરવખરી લઇ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હતાં. 45 મીટરના આ ડીપી રોડ પર ઝૂંપડાના દબાણો દૂર થતા માર્ગ પહોળો થતા વાહનચાલકો માટે આવાગમન વધુ સરળ બનશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy