રાજકોટ. તા.13
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમમાં ન્હાવા પડેલ 19 વર્ષીય રાજસ્થાની યુવાન ઊંડા પાણીમાં ગરક થતાં કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ દોડી જઇ યુવાનના મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે મૃતકના પરિવારને જાણ કરાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ રાજસ્થાનનો વતની અને હાલ કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમ નજીક આવેલ બાંધકામ સાઈટ પર રહી ત્યાં જ કામ કરતાં સ્વરૂપસિંહ લાલસિંહ સોલંકી (ઉ.વ.19) ગઈકાલે સાંજે બાંધકામ સાઇટ પર પોતાનું કામ પુરુ કરી સાઈટની નજીક જ આવેલ ન્યારી ડેમમાં ન્હાવા માટે ગયો હતો. જે બાદ તે મોડે સુધી ન આવતાં ત્યાં કામ કરતા અન્ય શ્રમિકોએ કોન્ટ્રાકટર ભગિરથસિંહઅને મદનસિંહને જાણ કરતાં તેઓ ન્યારી ડેમ પર દોડી ગયાં હતા અને તપાસ કરતા યુવાન ઊંડા પાણીમાં ગરક થઈ ગયાનું સામે આવ્યું હતું.
બાદમાં તાલકા પોલીસને બનાવ અંગે જાણ કરતા પીએસઆઇ એમ.આઈ.શેખ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી કરી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy